By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    2 hours ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    1 day ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    1 day ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    1 day ago
    અમેરિકાએ કૃષિ અને ઔદ્યોગિક ઉપકરણો પર 10% ટેરિફ ઘટાડ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    13 દિવસમાં જ તૂટી 28 વર્ષ જૂની TMC
    1 hour ago
    તૃણમૂલનો ડખો ભાજપ માટે ‘લોટરી’? બે મહત્ત્વના બિલ પસાર થાય તે પહેલા સંસદમાં બદલાશે સમીકરણ!
    2 hours ago
    કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
    2 hours ago
    પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવતા પહેલા ફિટનેસ સાબિત કરો: હાર્દિક-રોહિતને BCCIનું કડક અલ્ટિમેટમ
    23 hours ago
    ફરી યુદ્ધ શરૂ: ઈરાનનો કુવૈત-બહેરીનમાં અમેરિકી ઠેકાણાઓ પર હુમલો: USએ કહ્યું- બધા હુમલા નિષ્ફળ, અમેરિકાએ હોર્મુઝમાં ઈરાની ટાપુને ટાર્ગેટ કર્યો
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    2 hours ago
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    1 day ago
    આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન! આઈપીએલ 2026ની જીત પર આપ્યું મોટું નિવેદન
    2 days ago
    પોતાના ગઢમાં જ ગુજરાતની હાર: RCBને અમદાવાદ ફળ્યું, નમો સ્ટેડિયમમાં સતત બીજા વર્ષે ચેમ્પિયન: 5 વિકેટે જીત્યું, કિંગ કોહલીના નોટઆઉટ 75 રન
    3 days ago
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 day ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    23 hours ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    23 hours ago
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમેરિકાથી ડિપોર્ટ થયેલા 33 ગુજરાતીઓ લાપતા : પોલીસના ડરને કારણે મોટાભાગના ગુજરાતીઓ અંડરગ્રાઉન્ડ થયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > અમેરિકાથી ડિપોર્ટ થયેલા 33 ગુજરાતીઓ લાપતા : પોલીસના ડરને કારણે મોટાભાગના ગુજરાતીઓ અંડરગ્રાઉન્ડ થયા
ખાસ-ખબરગુજરાત

અમેરિકાથી ડિપોર્ટ થયેલા 33 ગુજરાતીઓ લાપતા : પોલીસના ડરને કારણે મોટાભાગના ગુજરાતીઓ અંડરગ્રાઉન્ડ થયા

Khaskhabar Editor
Last updated: 2025/02/11 at 1:55 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

ભૂંડે હાલ પાછા ફર્યા પછી કેટલાક ફરી ડંકી રૂટથી યુએસ જવાની તૈયારીમાં હોવાથી એજન્ટને ખુલ્લા પાડી સંબંધ બગાડવા ન માગતા હોવાની ચર્ચા :

આબરૂ જવાની બીક, લેણિયાતથી બચવા પણ ઘણા મોં છુપાવી રહ્યા છે !

- Advertisement -

પોલીસના ડરને કારણે મોટાભાગના ગુજરાતીઓ અંડરગ્રાઉન્ડ થઈ ગયા

ગત તા. 5 ફેબ્રુઆરીના રોજ અમેરિકાથી ડિપોર્ટેશન ફ્લાઈટમાં પાછાં આવેલા 33માંથી મોટાભાગનાં ગુજરાતીઓનો હાલ કોઈ પત્તો નથી. આ તમામ લોકોને અમૃતસરથી ફેબ્રુઆરી 06ના રોજ અમદાવાદ લવાયા હતા અને પોલીસ પ્રોટેક્શનમાં જ ઘર સુધી પણ પહોંચાડવામાં આવ્યા હતા.

પોલીસ દ્વારા તેમના ઘરે થોડીવાર પૂછપરછ કરાઈ હતી પરંતુ ત્યારબાદ આ લોકોનો કોઈ સંપર્ક નથી થઈ રહ્યો. રિપોર્ટ અનુસાર સમાજના લોકોને શું જવાબ આપવો તેની અસમંજસ તેમજ પોલીસના ડરને કારણે મોટાભાગના ગુજરાતીઓ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે.

- Advertisement -

એવી પણ ચર્ચા છે કે, આ લોકોને તેમના એજન્ટોએ જ હાલ ગાયબ થઈ જવા માટે સૂચના આપી છે, જેના કારણે મોટાભાગના લોકોનાં ઘરના દરવાજે હાલ તાળાં લટકી રહ્યાં છે અને ફોન પર પણ તેમનો સંપર્ક નથી થઈ રહ્યો.

ચોંકાવનારી વાત એ છે કે, ટ્રમ્પે જેટલા પણ ગુજરાતીઓને પાછા મોકલ્યા છે તે તમામ ફરી ઈલીગલ રૂટથી જ અમેરિકા જવા તૈયારી કરી રહ્યા હોવાથી તેઓ એજન્ટ સાથેના સંબંધ ખરાબ કરવા નથી માગતા, એટલે જ તેઓ ના માત્ર એજન્ટોની વાત ચૂપચાપ માની રહ્યા છે પરંતુ સાથે જ પોલીસ સુધી એજન્ટનું નામ ના પહોંચે તેની પણ ખાસ તકેદારી રાખી રહ્યા છે.

આ પહેલા ડિસેમ્બર 2023માં ફ્રાંસથી જે ડોંકી ફ્લાઈટને પાછી મોકલાઈ હતી તેમાં પરત આવેલા મોટાભાગનાં ગુજરાતીઓ પણ ગણતરીના દિવસોમાં જ ફરી યુએસ પહોંચી ગયા હતા. ગુજરાતીઓને અમૃતસરથી લઈને આવેલી ફ્લાઈટ અમદાવાદ લેન્ડ થઈ ત્યારથી જ તેમના પરિવારજનો તેમજ સંબંધીઓ મીડિયા આગળ ગોળ-ગોળ વાતો કરી રહ્યા હતા.

આ તમામ લોકોએ પોતે કોઈ એજન્ટના સંપર્કમાં હોવાનું કે પછી તેમની સાથે આર્થિક વ્યવહાર કર્યો હોવાનો પણ સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. જોકે, સૂત્રોનું માનીએ તો પાછા આવેલા લોકોના ફેમિલીવાળા મીડિયા સામે જે કંઈ બોલી રહ્યા હતા તે સ્ક્રીપ્ટ એજન્ટોએ જ તેમને ગોખાવી કાઢી હતી, જેથી પોતાને કોઈ પ્રોબ્લેમ ના થાય.

ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 05ના રોજ ડિપોર્ટેશન ફ્લાઈટ લેન્ડ થઈ તેના બીજા કે ત્રીજા દિવસે જ પંજાબ અને હરિયાણામાં એજન્ટો સામે ચાર જેટલી FIR નોંધાઈ હતી અને ત્યાંના મોટાભાગના લોકોએ એજન્ટોએ પોતાની સાથે કઈ રીતે છેતરપિંડી કરી તેને લગતી માહિતી પણ મીડિયાને આપવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ ગુજરાતમાં હજુ સુધી કોઈએ મોઢું નથી ખોલ્યું અને ગુજરાતના એજન્ટો પણ હાલ અંડરગ્રાઉન્ડ થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસ સૂત્રોનું માનીએ તો જે લોકો પાછા આવ્યા છે તેમના નામ અને અન્ય ડિટેલ્સ સિવાય બીજું કંઈ જ વેરિફાઈ નથી કરાયું, આ લોકો ઓરિજિનલ પાસપોર્ટ પર અમેરિકા ગયા હતા કે કેમ તેની વિગતો ચકાસવાની પણ હજુ બાકી છે. તેના માટે પોલીસે પાસપોર્ટ ઓફિસમાંથી પણ ડેટા મેળવવો પડશે, જોકે પોલીસની વધુ પૂછપરછ તેમજ તેની સાથે બીજી કોઈ વિગતો શેર કરવાથી બચવા માટે મોટાભાગના લોકો હાલ ગાયબ થઈ ચૂક્યાં છે.

ઉત્તર ગુજરાતમાં જો કોઈ અમેરિકાથી પાછું આવે તો સમાજમાં તે વ્યક્તિની આબરૂંનું ધોવાણ થઈ જાય છે અને લોકો પાછા આવનારાને કઈ સ્થિતિમાં આમ કરવું પડ્યું તે જાણવાને બદલે તેના જ વાંક કાઢીને તેનું જીવવું હરામ કરી નાખતા હોય છે.

આ ઉપરાંત ડિપોર્ટ કરાયેલા અમુક લોકો અમેરિકામાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી રહેતા હોવા છતાંય તેમનું દેવું હજુ સુધી પૂરું ના થયું હોવાથી ઈન્ડિયા પાછા આવ્યા બાદ દેવું કઈ રીતે ચૂકતે થશે તેની ચિંતા પણ આ લોકોને સતાવી રહી છે, જ્યારે જે 19 લોકોને બોર્ડર પરથી જ પકડીને પાછા મોકલાયા હતા તેઓ ટેકનિકલી અમેરિકા પહોંચ્યા જ ના હોવાથી તેમણે હજુ સુધી એજન્ટને એક પૈસો પણ નથી ચૂકવ્યો અને આ લોકો ફરી પોતાનું નસીબ અજમાવવા માટે તૈયાર બેઠાં છે.

 

You Might Also Like

મોરબીમાં મચ્છુ કેનાલ ઓવરફ્લો થતાં લાખો લિટર પાણીનો બગાડ: રસ્તાઓ પર ભરાયા અડધા ફૂટ પાણી

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

શ્રી સુરેશ્ર્વર હનુમાનજી મંદિર ભક્તિ – આસ્થાનું દિવ્ય કેન્દ્ર

હાર્ડવેર જોબવર્કના વેપારીની હત્યાની કોશિષના ગુનામાં સંડોવાયેલા આરોપીઓનો નિર્દોષ છુટકારો

સરકારી નાણાંની ઉચાપતના ચકચારી ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

TAGGED: Gujaratis deported from America
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકામાં ફરી બે વિમાનો એકબીજા સાથે અથડાયા: એકનુ મોત
Next Article કેન્દ્રની નોટિસ બાદ વિવાદિત વીડિયો YouTubeએ હટાવ્યો, મુંબઈ પોલીસ ઘરે પહોંચી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNધર્મરાજકોટ

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
આજે સૂર્ય-ચંદ્ર બનાવશે વૈધૃતિ યોગ જાણો કઈ રાશિના જાતકોમાં આવશે એકાએક પરિવર્તન!
13 દિવસમાં જ તૂટી 28 વર્ષ જૂની TMC
પશ્ચિમ એશિયામાં સંઘર્ષે વિદેશી રોકાણકારોને જોખમથી દૂર રાખ્યા, જયારે સ્થાનિક રોકાણકારો અડગ રહ્યા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબીમાં મચ્છુ કેનાલ ઓવરફ્લો થતાં લાખો લિટર પાણીનો બગાડ: રસ્તાઓ પર ભરાયા અડધા ફૂટ પાણી

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
TALK OF THE TOWNધર્મરાજકોટ

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

શ્રી સુરેશ્ર્વર હનુમાનજી મંદિર ભક્તિ – આસ્થાનું દિવ્ય કેન્દ્ર

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?