રોકાણકારોના હિતમાં માર્કેટ રેગ્યુલેટરનો મોટો નિર્ણય; સોશિયલ મીડિયા અને વેબસાઇટ પર GMPGના આંકડા દર્શાવવા સામે ચેતવણી
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એ રજિસ્ટર્ડ ઇન્ટરમીડિયરીઝ અને અન્ય માર્કેટ પાર્ટિસિપન્ટ્સને આગામી ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ્સ માટે ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) નો ડેટા પ્રકાશિત કરવા, દર્શાવવા કે પ્રસારિત કરવાનું તાત્કાલિક બંધ કરવાનો કડક નિર્દેશ આપ્યો છે.
સોમવાર, ૨૪ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ જારી કરાયેલી એક એડવાઇઝરીમાં રેગ્યુલેટરે સ્પષ્ટ કર્યું છે કે રોકાણકારોએ IPO ના લિસ્ટિંગ પ્રાઈસ કે અપેક્ષિત વળતરનો અંદાજ લગાવવા માટે આવા અનધિકૃત આંકડાઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ઉલ્લેખનીય છે કે, GMP એ એક એવું બિનસત્તાવાર પ્રીમિયમ છે જેના પર શેર કોઈ માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થાય તે પહેલાં ટ્રેડ થાય છે.
- Advertisement -
સેબીના જણાવ્યા અનુસાર, ગ્રે માર્કેટના વ્યવહારો માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જ સિસ્ટમની બહાર થાય છે અને તે કોઈપણ નિયમનકારી દેખરેખ હેઠળ આવતા નથી. વેબસાઇટ્સ, અખબારો અને અન્ય પ્લેટફોર્મ પર દર્શાવવામાં આવતા આંકડા બિનચકાસાયેલા અને અનિયંત્રિત હોય છે. આવા સોદામાં કોઈ સેટલમેન્ટ ગેરંટી હોતી નથી. આ પ્રતિબંધ વેબસાઈટ, ડિજિટલ પ્લેટફોર્મ, ઈમેલ, SMS અને સોશિયલ મીડિયા પર થતા GMP ના પ્રસાર પર લાગુ થશે. સેબીએ ચેતવણી આપી છે કે આ પ્રથા રોકાણકારો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે અને તે સિક્યોરિટીઝ માર્કેટની પારદર્શિતા તથા જવાબદારીની વિરુદ્ધ છે.
તાજેતરના ઘણા મોટા ઈંડઘ માં પણ GMP ના આંકડા વાસ્તવિક લિસ્ટિંગ પ્રાઈસ સાથે મેળ ખાતા નહોતા. ગ્રે માર્કેટમાં ટ્રેડ કરનારા રોકાણકારોને સેબી કે
એક્સચેન્જની ફરિયાદ નિવારણ વ્યવસ્થા કે ઓનલાઇન ડિસ્યુટ રિઝોલ્યુશન (ODR) પોર્ટલ પર કોઈ સુરક્ષા મળશે નહીં. આ ઉપરાંત, સેબીએ અન્ય એક અલગ એડવાઇઝરીમાં ઠવફતિંઆઆ અને પર રજિસ્ટર્ડ ઇન્ટરમીડિયરી તરીકે ઓળખ આપીને છેતરપિંડી કરતા તત્વો સામે પણ રોકાણકારોને સાવધ કર્યા છે. આવા ગ્રુપ વિદેશી માર્કેટ દ્વારા ઇન્સ્ટિટ્યૂશનલ ટ્રેડ અને પોર્ટફોલિયો લોસ રિકવરીના ખોટા દાવા કરીને રોકાણકારોને નકલી એપ્લિકેશન પર લઈ જાય છે અને અનરજિસ્ટર્ડ ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવે છે. સેબીએ રોકાણકારોને સલાહ આપી છે કે, કોઈપણ નાણાકીય વ્યવહાર કરતા પહેલા સેબીના સત્તાવાર પોર્ટલ પર જઈને ઇન્ટરમીડિયરીનું રજિસ્ટ્રેશન, બેંક ખાતાની વિગતો અને UPI IDની ખાતરી અવશ્ય કરી લેવી.




