ન્યારી ડેમ રોડ સ્થિત યુવીએમસી પાર્ટી લોન્સ ખાતે જ્ઞાતિજનો માટે દર વર્ષની પરંપરા મુજબ ધમાકેદાર આયોજન
અલગ અલગ ચાર ગ્રુપમાં કોન્ટેસ્ટ: લાખેણા ઇનામોની વણઝાર સાથે અલ્પાહારની વ્યવસ્થા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ ગણાતા નવરાત્રિ મહોત્સવના આગમન પૂર્વે મોઢ વણિક મહાજન અને મોઢ વણિક સમાજ દ્વારા વેલકમ નવરાત્રિ મહોત્સવ-2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી 21મી સપ્ટેમ્બરના રોજ સાંજે 6:30 કલાકે ન્યારી ડેમ રોડ સ્થિત યુવીએમસી પાર્ટી લોન્સ ખાતે આ અનોખી ઉજવણી થશે. સમાજજનો માટે ખાસ આયોજિત આ રાસોત્સવમાં પરંપરા, ઉત્સવ અને ઉમંગનું સુન્દર સંકલન જોવા મળશે.
- Advertisement -
આ વર્ષે ત્રીજી વખત યોજાતા આ મહોત્સવમાં ખેલૈયાઓ માટે ચાર જુદા ગ્રુપમાં સ્પર્ધા યોજાશે – 5થી 14 વર્ષ માટે ગ્રુપ-એ, 15થી 30 વર્ષ માટે ગ્રુપ-બી, 31થી 45 વર્ષ માટે ગ્રુપ-સી અને 46 વર્ષથી વધુ ઉંમરના ખેલૈયાઓ માટે ગ્રુપ-ડી રાખવામાં આવ્યો છે. દરેક ગ્રુપમાંથી વિજેતા બનેલા ખેલૈયાઓને લાખેણા ઇનામો આપી સન્માનિત કરવામાં આવશે. કોન્ટેસ્ટના નિર્ણાયકો જ્ઞાતિની બહારના હશે, જેઓનો નિર્ણય અંતિમ ગણાશે.
મહોત્સવમાં ખ્યાતનામ કલાકારો અને સાજીંદાઓ પોતાના મધુર સૂર અને તાલ સાથે ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરશે. આધુનિક સાઉન્ડ સિસ્ટમ, મનોહર લાઈટિંગ અને રસપ્રચૂર અલ્પાહારની વ્યવસ્થા ખેલૈયાઓને ગરબા રમવા મજબૂર કરી દેશે. જ્ઞાતિજનો સુવિધાપૂર્વક આનંદ માણી શકે તે માટે સુંદર બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
મોઢ વણિક મહાજન અને મોઢ વણિક સમાજ આયોજિત વેલકમ નવરાત્રિ મહોત્સવને સફળ બનાવવા માટે ભાગ્યેશ વોરા અને ધર્મેશ શેઠની રાહબરીમાં કીરેન છાપિયા, કેતન પારેખ, સુનીલ વોરા, અશ્વીન વડોદરીયા, નીતિન વોરા, સંજય મણિયાર, જગદીશ વડોદરીયા, ઈલેશ પારેખ, ધર્મેશ વોરા,ડો.અતુલ વોરા, નીતિન મણિયાર,અતુલ પારેખ,મહેન્દ્ર ગાંધી, જયેશ ગાંધી,જયેન્દ્ર પારેખ, યોગેશ પારેખ, દીપક મેહતા, કેતન વોરા, હિત શેઠ, રસિકભાઈ વોરા, ધીરેન્દ્ર મહેતા, ચંદ્રકાંત મહેતા, આશિષ મહેતા, રોહિત શાહ, અમિત પટેલ,દીપેશ પારેખ, દોલતભાઈ દોશી, શ્રેયાંસ મહેતા, કેતન બોઘાણી, પિયુષ પટેલ, કમલેશ પારેખ, સાવન ભાડલીયા, જીગ્નેશ મેસવાણી, જયેન્દ્ર મહેતા, સંદીપ પટેલ, દીપક કલ્યાણી, યશ બખાઈ, નીતા પારેખ, છાયા વજરિયા, ક્રિષ્ના મણિયાર, મીરા મહેતા સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે તેમ અંત માં શ્રી મોઢ વણિક મહાજન રાજકોટ ના મેનેજર સુરેશ રાજપુરોહિત ની યાદી જણાવે છે.



