વોર્ડ નં.૦૬ના કોર્પોરેટર દ્વારા જુદા જુદા વિકાસ કામો કરાવવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાને આજ તા.૦૪/૦૬/૨૦૨૧ના રોજ ગોકુલનગર આવાસ યોજના ક્વાર્ટરમાં પેવિંગ બ્લોક કામનું ખાતમુહૂર્ત મેયર ડૉ.પ્રદિપ ડવના વરદ હસ્તે કરવામાં આવ્યું
આ પ્રસંગે રાજકોટ શહેર મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, વોર્ડ કોર્પોરેટર દેવુબેન જાદવ, પરેશભાઈ પીપળીયા, ભાવેશભાઈ દેથરીયા, મંજુબેન કુગસીયા, યુવા મોરચાના મહામંત્રી હિરેનભાઈ રાવલ, વોર્ડ પ્રમુખ ઘનશ્યામભાઈ કુંગસીયા, વિરમભાઈ રબારી, દીગુભાઈ ગોહિલ, હાર્દિકભાઈ સિધ્ધપુરા, પરાગભાઈ મહેતા, બક્ષીપંચ મોરચાના મહામંત્રી રતનાભાઈ રબારી, પૂર્વ કોર્પોરેટર ગેલાભાઈ રબારી, સજુબેન રબારી, મહિલા મોરચાના નઝમાબેન, ભાજપ આગેવાન મનસુખભાઈ જાદવ તેમજ આવાસ યોજનાના રહેવાસીઓ ઉપસ્થિત રહેલ. પેવિંગ બ્લોકનું કામ શરૂ થતા રહેવાસીઓએ આનંદની લાગણી વ્યક્ત કરેલ.


