ગોંડલ નગરપાલિકાના જેલચોકના જનસેવા કેન્દ્રમાં શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધત્રા અને શહેર ભાજપ મંત્રી બીપીનભાઈ નિમાવતનો જન્મદિવસ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવવાની સાથે દબદબા ભેર ઉજવાયો હતો કેક કાઈપી હતી અને ગિફ્ટુ આઈપી તી, છેલ્લા બે મહિનામાં કોરોનાથી હજારથી પણ વધુ લોકોના મોત થયા છે અને ઘરે ઘરે શોકનું વાતાવરણ છે ત્યારે ભજપીઓએ જન્મદિવસની ઉજવણી કરી નીચી માનસિકતા છતી કરી છે, આ જલસા કેન્દ્રમાં જલસો કરતા પાલિકાના સદસ્યો અને ભાજપના હોદેદારો દેખાય છે આવા જલસે જલસા કરનાર આગેવાનોને લોકો પૂછી રહ્યા છે કે કોરોના વિકટ પરિસ્થિતિમાં ક્યાં ખોવાઈ ગ્યા તા. માસ્ક ન પેર્યા હોય એને પોલીસ હજાર હજાર રૂપિયાના દંડ આપે છે શું આ ભાજપની જલસા પાર્ટી ને દંડ આપશે ?



