જૂનાગઢ એલસીબીએ દારૂ ભરેલ ટ્રક પાછળ પીછો કરતા ટ્રક પલ્ટી મારી ગઇ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
જૂનાગઢના બુટલેગર રૈયા નાજા મોરી, અજય કિશોર મકવાણાએ સારણ નેસના અજય ગોગન ભારાઇના ટ્રકમાં દારૂ મંગાવ્યોહોવાની અને આ ટ્રક નવા બાયપાસ પરથી વાડલા ફાટક થઇ જૂનાગઢ તરફ આવવાનો હોવાની બાતમીના આધારે એલસીબીના સ્ટાફે વાડલા ફાટક નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન ટ્રકની આગળ એક કાર તેનુ પાયલોટીંગ કરતી હતી.
- Advertisement -
કાર તથા ટ્રકનેરોકવાનો પ્રયાસ કરતા આ બંને વાહનના ચાલકો રોકાયા ન હતા ટ્રક ચાલકે પુરઝડપે ટ્રક ચલાવી વાડલા ફાટકથી લુવારસર, ધણફુલીયા, સોનારડી થઇ જૂનાગઢ-મેંદરડા હાઇ-વે પર થઇ બગડુ, પ્રભાતપુર અને છેક બાદલપુર તરફ ગયો હતો જયા ટ્રક ચાલક ચાલુ ટ્રકમાંથી કુદી ઓઝત નદીના ઝાડીઝાખડામાં નાસી ગયો હતો. ટ્રક આડો થઇ ગયો હતો.
એલસીબીના સ્ટાફે ત્યાં પહોંચી તપાસ કરતા ટ્રકમાંથી તલાશી લેતા 7.63 લાખની કિંમતનો 1863 બોટલ દારૂ મળી આવ્યો હતો. ટ્રક આડો થઇ જતા એલસીબીના સ્ટાફે ક્રેઇન અને જેસીબીની મદદ લેવી પડી હતી. લોકો એકત્ર થઇ જતા ટ્રકને બહાર કાઢી એલસબી ખાતે લાવવામાં આવ્યો હતો. ટ્રક તથા દારૂ મળી કુલ 12.63 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.