દિપડાના આંટાફેરા વધતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
બિલખા ગામના રહેણાંક વિસ્તાર તેમજ ગામના આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દિપડાના આંટા ફેરા જોવા મળતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. જ્યારે ગ્રામજનોએ આંતક મચાવનાર દિપડાને પાંજરે પુરવા રજૂઆત કરતા વન નવવિભાગે પાંજરે પુરવામાં સફળતા મળી હતી.
- Advertisement -
બિલખા ગામમાં આવેલ બીલખાથ શેરીમાં દિપડો જોવા મળ્યો હતો. આ દિપડો સ્થાનિક લોકોને જોવા મળતા વન વિભાગને જાણ કરી હતી. જેમાં વન વિભાગના એ.પી.દોકલ, પી.એમ.પરમાર અને એમ.જી.બૈયા તેમજ ટ્રેકર કિશોરભાઇ કંડોળીયાએ રહેણાક વિસ્તારમાં પાંજરૂ ગોઠવી દેતા રાત્રીના સમયે દિપડો પાંજરે પુરાયો હતો. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં દિપડાના આંટાફેરા વધતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. જયારે દિપડો પાંજરે પુરાતા સ્થાનિક ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.