UPI સર્કલ હેઠળ મહત્તમ 5000 સુધીનું પેમેન્ટ; લાઈવ ભાષાંતર અને કોમેન્ટરીની સુવિધા મળશે
ક્રિકેટનો રોમાંચ રહેશે યથાવતઃ જિયોના AI ચશ્માંમાં લાઇવ ક્રિકેટ કોમેન્ટરીની પણ સુવિધા
- Advertisement -
ખરીદી કર્યા બાદ ખિસ્સામાંથી સ્માર્ટફોન બહાર કાઢ્યા વિના માત્ર QR કોડ સામે જોઈને વોઇસ કમાન્ડ આપતાં જ પળવારમાં પેમેન્ટ થઈ જાય તેવી અદ્યતન ટેક્નોલોજી હવે વાસ્તવિકતા બનવા જઈ રહી છે. ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ-૨૦૨૬ (IMC-૨૦૨૬) માં રિલાયન્સ જિયો દ્વારા ભવિષ્યલક્ષી ઉત્પાદનો અંતર્ગત કેમેરા ચશ્માં, ઓડિયો ચશ્માં અને ઈયરફોન્સ સહિતના પર્સનલ AI વેરેબલ્સની નવી શ્રેણી પ્રદર્શિત કરવામાં આવી છે. આ ડિવાઈસિસમાં સૌથી મોટું આકર્ષણ ‘સ્કેન એન્ડ પે’ સુવિધા બની રહ્યું છે, જે વપરાશકર્તાઓની ચૂકવણી પ્રક્રિયાને અત્યંત ઝડપી અને સરળ બનાવશે.
આ સ્માર્ટ AI ચશ્માંમાં ઈન-બિલ્ટ કેમેરાની મદદથી કોઈપણ દુકાન કે કાઉન્ટર પર રહેલો UPI QR કોડ સ્કેન થઈ શકશે. યુઝર માત્ર વોઇસ કમાન્ડ આપશે એટલે ચશ્માં આપમેળે ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરશે અને કન્ફર્મેશન મળતાં જ રકમ ચૂકવાઈ જશે. આ સુવિધા ગડઈં સર્કલ નિયમો હેઠળ કાર્ય કરશે, જેમાં સિંગલ ટ્રાન્ઝેક્શનમાં મહત્તમ રૂ. ૫,૦૦૦ અને માસિક રૂ. ૧૫,૦૦૦ સુધીની મર્યાદા નિર્ધારિત કરાઈ છે. હવે ફોન અનલોક કરવાની કે પેમેન્ટ એપ ખોલવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત જિયોના અઈં ચશ્માંમાં લાઈવ ટ્રાન્સલેશનની સુવિધા પણ આપવામાં આવી છે. અલગ-અલગ ભારતીય ભાષાઓ બોલતા બે વ્યક્તિઓ વચ્ચે આ ડિવાઈસ રીયલ-ટાઈમ દુભાષિયા (ટ્રાન્સલેટર) તરીકે કામ કરશે. ઓફિસ મીટિંગ્સ દરમિયાન મહત્વના મુદ્દા નોંધવા માટે અઈં નોટ-ટેકિંગ અને મુસાફરી દરમિયાન મેચની પળેપળની અપડેટ આપતી લાઈવ ક્રિકેટ કોમેન્ટરી જેવા ફિીચર્સ પણ તેમાં સામેલ છે. જિયો આ ટેક્નોલોજી દ્વારા AIને સ્ક્રીન અને કિબોર્ડની મર્યાદામાંથી બહાર લાવી રોજિંદા જીવનમાં વણી લેવા પ્રયાસ કરી રહ્યું છે.




