By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    2 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    3 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    4 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    5 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    20 hours ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    20 hours ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    2 days ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    2 days ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    4 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    5 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં વધુ ત્રણ હથિયારો, આઠ કાર્ટિસ સાથે બે શખ્સો ઝડપાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > રાજકોટમાં વધુ ત્રણ હથિયારો, આઠ કાર્ટિસ સાથે બે શખ્સો ઝડપાયા
CRIME

રાજકોટમાં વધુ ત્રણ હથિયારો, આઠ કાર્ટિસ સાથે બે શખ્સો ઝડપાયા

Khaskhabar Editor
Last updated: 2026/07/24 at 1:49 PM
Khaskhabar Editor 3 months ago
Share
11 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર

પીસીબીએ વેપન કાર્ટેલ ગેંગ પકડ્યા બાદ ડીસીબી પણ મેદાનમાં

- Advertisement -

એમપીથી હથિયાર ખરીદી તેને સૌરાષ્ટ્રમાં વેચવાનું કૌભાંડ પીસીબીએ પકડી પાડી કુલ ૩૮ હથિયારો સાથે ૨૦ શખ્સોની ધરપકડ કર્યા બાદ ક્રાઈમ બ્રાંચે પણ હવે ગેરકાયદે હથિયારો રાખનારાઓ ઉપર ધોંસ બોલાવી છે. જેના ભાગરૂપે બે શખ્સો પાસેથી કુલ ત્રણ હથિયારો કબજે કર્યા હતા. આગામી દિવસોમાં વધુ હથિયારો કબજે થાય તેવી શક્યતા છે. રાજકોટમાં હથિયારોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે ક્રાઈમ બ્રાંચ પીઆઇ એ એસ ચાવડાની ટીમે વાવડી નજીકના રસુલપરા રોડ પરથી રસુલપરાના રહીમ ઉર્ફે જામનગરી સીદ્દીક સાંધને દેશી બનાવટની પિસ્તોલ અને બે કાર્ટીસ સાથે ઝડપી લીધો હતો. તેની પૂછપરછ બાદ તેના મકાનમાં દરોડો પાડી ત્યાંથી દેશી બનાવટનો એક તમંચો અને ચાર કાર્ટીસ કબજે કર્યા હતા. આરોપી રહીમે પોતે પોતે મજૂરી કરતો હોવાનું પોલીસને જણાવ્યું છે. તેના વિરૂધ્ધ મારામારી, આર્મ્સ એકટ, ધમકી આપવા સહિતના પાંચ ગુના નોંધાયેલા છે. 2022માં તેની પાસા પણ થઈ હતી. આ બંને હથિયારો કયાંથી લીધા તે અંગે હવે કાઈમ બ્રાંચ તપાસ કરશે તેમજ ક્રાઈમ બ્રાંચની બીજી ટીમે દૂધસાગર રોડ પર ગામેતી હોલની સામે મનહર સોસાયટી મેઈન રોડ પર રહેતાં વસીમ ઉર્ફે શાહબાઝ હબીબ કુરેશી ઉ.37ને દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કાર્ટીસ સાથે અમૂલ સર્કલ નજીકથી ઝડપી લીધો હતો. ભંગારનો ડેલો ધરાવતા વસીમ સામે આ અગાઉ મારામારી અને આર્મ્સ એકટ સહિત બે ગુના નોંધાયા છે.

જેતપુરમાં હોર્ન મારતા માથાકૂટ કરી ટ્રકચાલક પાસેથી ચાવી-રોકડની લૂંટ

રાજકોટ જિલ્લાના જેતપુર-ધોરાજી રોડ પર આવેલા નવા બ્રિજ નજીક મોડી રાત્રે રોડ વચ્ચે વગર નંબર પ્લેટનું એક્ટિવા ઊભું રાખવા મુદ્દે હોર્ન મારતા ઉશ્કેરાયેલા બે શખ્સોએ ટ્રક ડ્રાઈવરને આંતરી લૂંટ ચલાવ્યાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. મૂળ દાહોદના અને હાલ ડ્રાઇવિંગ કામ કરતા મહેશભાઈ રસુલભાઈ નિનામા પોતાનો ટ્રક લઈને જેતપુર થઈને પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન રોડ પર અડચણરૂપ ઊભેલા નંબર પ્લેટ વગરના એક્ટિવા પરના શખ્સોને ડ્રાઈવરે હોર્નમારતા તેઓ ઉશ્કેરાયા હતા. ખાર રાખીને આ શખ્સોએ ટ્રકનો પીછો કરી આગળ એક્ટિવા આડું રાખી ટ્રક | રોકાવી દીધો હતો. ધોરાજીના સિદ્ધાર્થનગરમાં રહેતા આરોપી મયુર અશોકભાઈ સોંદરવાએ કેબિનનો દરવાજો ખોલીને ગાળાગાળી કરી ટ્રકની ચાવી અને ડ્રાઇવરના ખિસ્સામાંથી રોકડા 4500ની લૂંટ ચલાવી હતી આગળ જઈ રહેલા કંપનીના બીજા ટ્રકના ડ્રાઈવરે સમગ્ર ઘટનાનો મોબાઈલમાં વીડિયો ઉતારી લીધો હતો. જેના આધારે ઓળખ થતાં જેતપુર સીટી પોલીસે આરોપી મયુર સોંદરવા અને તેના અજાણ્યા સાગરીત સામે ગુનો નોંધીને બંનેને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે

- Advertisement -

મઘરવાડાની કંપનીમાં શ્રમિકનું ઢીમ ઢાળી દેનાર કારખાનેદારના પુત્ર સહીત 9ની ધરપકડ

રાજકોટ નજીકના મઘરવાડા ગામે આવેલ કાવ્યા એલોય નામના કારખાનામાંથી કોપર વાયરની ચોરી કરનાર મૂળ ઉત્તરપ્રદેશના શ્રમિક ચંદ્રવીર ચૌહાણની ઢોર માર મારી હત્યા નીપજાવવાના ગુનામાં કુવાડવા રોડ પોલીસે કારખાનાના માલિકના પુત્ર સહિત કુલ નવ આરોપીઓની ધરપકડ કરી તપાસ જારી રાખી છે. હત્યાનો ભોગ બનનાર ચંદ્રવીર કાવ્યા એલોયમાં જ બે મહિનાથી કામ કરતો હતો. બે દિવસ પહેલાં રાત્રે તેણે કોપર વાયરની ચોરી કરી હતી. જેની જાણ થતાં આરોપીઓએ તેને ઢોર માર મારતાં તેણે સારવારમાં દમ તોડી દીધો હતો. તેના પિતરાઈ સર્વેશ ચૌહાણની ફરિયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ખુનનો ગુનો નોંધી નવ આરોપીઓની ધરપકડ કરી હતી પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા કારખાનાના માલીકના પુત્ર ઇન્દ્રપ્રસ્થનગરમાં રહેતા સાહિલ ભાવેશભાઈ લીંબાસીયા, કારખાનાના મેનેજર ખેરડી ગામે રહેતા વિવેક ઉર્ફે સન્ની નિતીન રૈયાણી, કારખાનાંની ઓરડીમાં રહેતા રાજુ અશોકભાઈ ઠાકોર, મઘરવાડાના પાર્થ સંજયભાઈ હાપલીયા, મોરબી રોડ અભિરામ પાર્કમાં રહેતા ડેનીશ દિનેશભાઈ હાપલીયા, મૂળ યુપીના હાલ કારખાનાની ઓરડીમાં રહેતા રમેશ મંગળુભાઈ સિધ્ધાર્થ, મોરબી રોડ સાગર પાર્કમાં રહેતા સત્યમ ધીરૂભાઈ ડોબરીયા, મૂળ યુપીનો હાલ કારખાનાની ઓરડીમાં રહેતા વિશાલ કનૈયાલાલ જાટપ અને મૂળ યુપી હાલ કારખાનાની ઓરડીમાં રહેતા મુન્ના મન્સારામભાઈ વર્માની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઉપલેટાના દેવકરણ નારણજી જવેલર્સના મલિક સાથે 4.97 લાખની છેતરપિંડી

ઉપલેટામાં દેવકરણ નારણજી જ્વેલર્સના માલીક સાથે 4.97 લાખની ઠગાઈ અંગે ઉપલેટા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે માણાવદરનો શખ્સ ભાઈના લગ્ન માટે બે સોનાના હાર લેવાં છે અને તે મારી પત્નીને દેખાડવા લઈ જાવ છું કહીં 31 ગ્રામના હાર લઈ નાસી છૂટ્યો હોવાનું ફરિયાદમાં જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉપલેટામાં વિજળી રોડ પર રહેતા મિહિરભાઈ દિલીપભાઈ ધોળકિયા ઉ.45એ માણાવદરના દર્શન કરશન મહેતા સામે ઠગાઈ અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ઉપલેટા ખાતે રાજમાર્ગ પર દેવકરણ નારણજી જવેલર્સ નામે સોનીકામની દુકાન છે ગઈ તા. 02/06 ના તેઓની દુકાને દર્શન કરશન મહેતા આવેલ અને વાત કરેલ કે, તેણે ઉપલેટા આદર્શ શેરીમાં મીત લેબોરેટરીની બાજુમાં ચંદુભાઈ પટેલની દુકાન ભાડે રાખેલ છે અને તેના ભાઇના લગ્ન હોય જેથી સોનાના દાગીના ખરીદવાની વાત કરેલ હતી ત્યાર બાદ તા. 04/06 ના રોજ સવારે આ ફરીવાર દુકાને આવેલ અને સોનાનો ભાવ પુછેલ હતો બાદ ગઇ તા. 06/06ના ફરી દુકાને આવેલ અને વાત કરેલ કે, મારે સોનાના ચેઇન બનાવવા છે, જેથી તેને અલગ અલગ ડીઝાઇનો વાળા ચેઇન બતાવેલ જેમાથી તેને બે સોનાના ચેઇન પસંદ કરેલ જેનો વજન 31 ગ્રામ અને બજાર કિંમત 4.97 લાખ થઈ હતી. તે દર્શને કહેલ કે, મારે આ ચેઇન મારા પત્નીને બતાવવા પડશે, તમે મને આપો હું સાંજ સુધીમાં તમને પાછા આપી જાઇશ જેથી આ દર્શન ભાઇ અગાઉ પણ દુકાને બે વાર આવી ગયેલ હોય જેથી આ બે સોનાના ચેઇન તેને આપેલ બાદ તે મોડે સુધી ચેઇન પાછા આપવા આવેલ નહી, જેથી તેના મોબાઇલ નંબર ઉપર અનેક વાર ફોન કરેલ પરંતુ તેણે ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. આજ સુધી તેની તપાસ કરતાં મળી આવેલ ન હોય અંતે છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી.

શાપર પાસે કારની ઠોકરે ભાણેજનું મોત, મામાને ઇજા

શાપર નજીક સ્વીફ્ટ કારે પાછળથી બાઇકને ઠોકરે લેતા મામા-ભાણેજને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ અકસ્માતમાં ભાણેજનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે મામાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા શાપર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૂળ મેંદરડાના વતની અને હાલ શાપરમાં રાજધાની એપાર્ટમેન્ટમાં રહેતા યુવાને જીજે-13-સીઈ-3621 નંબરની સ્વીફ્ટ કારના ચાલક સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે શાપર મુકામે ખોડિયાર હોટલ ખાતે મજુરી કામ કરે છે. તે ત્રણ ભાઇ બહેન છે પોતે સૌથી નાનો છે ગઇ તા.22ના રાત્રીના તેઓ અને તેમનો ભાણો ધવલ ગોવિંદભાઈ વાઘેલા બાઈક લઇને ભાણા ધવલના ઘરેથી કેપ્ટન ગેટ પાસે આવેલ ખોડિયાર હોટલ ખાતે કામે જવા નીકળ્યા હતા. તે બાઈક ચલાવતો હતો અને ભાણો ધવલ પાછળ બેઠો હતો. રાત્રીના સાડા અગીયાર વાગ્યે શાપર પુલ ઉતરતા સર્વિસ રોડ પરથી રાજકોટ તરફ જતા નેશનલ હાઈવે રોડ પર પહોચતા એક અજાણ્યો કાર ચાલક પોતાની કાર ગોંડલ તરફથી રાજકોટ જતા રોડ ઉપર ફુલ સ્પીડમાં આવી બાઇકને પાછળથી ઠોકર મારી હતી જેના લીધે બંને બાઈક સાથે રોડ ઉપર પડી ગયા હતા. પાછળથી જોરદાર ટક્કર વાગતા યુવકને માથાના ભાગે ઇજા પહોંચતા બેભાન થઇ ગયેલ હતો. બાદ તેમને સારવાર અર્થે શાપર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડ્યો હતો ગાડીનો ચાલક એકસીડન્ટ કર્યા બાદ પોતાની મુકી ભાગી ગયો હતો. અકસ્માતમાં ભાણા ધવલને માથા તથા શરીરે ગંભીર ઇજા થતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે યુવાને શાપર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ફેટલની કલમો હેઠળ સ્વીફ્ટ કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પડધરીના ખોડાપીપર ગામની સીમમાં છ વાડીમાંથી 400 મીટર કેબલની ચોરી

પડધરીના ખોડાપીપર ગામે તસ્કરોએ અલગ અલગ છ વાડીમાંથી 400 મીટર કેબલ કાપી ચોરી કરી નાસી જતા ચકચાર મચી જવા પામી છે 46 હજારના કેબલ કોપરની ચોરી કરી જનાર તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પડધરી પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો હતો. બનાવ અંગે પડધરીના ખોડાપીપર ગામે રહેતા વૃદ્ધ ખેડૂત વલ્લભભાઈ વાલજીભાઈ ગઢીયાએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં બે દિકરીઓ છે. તેઓને ખોડાપીપર ગામમાં ખેતીની જમીન આવેલી છે ગઈ તા.23 ના સવારના આશરે સાતેક વાગ્યાના અરસામા તેઓ વાડીએ ગયેલ ત્યારે જોયેલ તો વાડીએ લાઈટ આવે ત્યારે ઘોઘમ ડેમમાથી ઓટોમેટીક મોટર ચાલુ થઈ પાણી આવતુ હોય જે પાણી આવતુ બંધ થઇ ગયું હતુ. જેથી વાડીએથી ઘોઘમ ડેમમા જોવા માટે ગયેલ કે, પાણી કેમ આવતુ નથી, તો ત્યાં જતા મોટર અને તેનો કેબલ મળી આવ્યો ન હતો. તેઓએ ભત્રીજાને ફોન કરીને જાણ કરી કે, મારી વાડીએથી મોટર તથા કેબલ વાયર ગાયબ છે. જેથી ભત્રીજો મેહુલભાઈ ગઢીયા વાડીએ આવેલ અને જણાવેલ કે, મારી વાડીએ પણ મોટરનો કેબલ વાયર નથી. જેથી આજુબાજુની વાડીઓમાં તપાસ કરતા થોડા દિવસ પહેલા ગામના મહેશભાઈ પીપળીયા, ખોડાભાઈ ગઢીયા, જયદિપભાઈ રંગાણી, ચમનભાઇ ગઢીયા, મેહુલભાઇ ગઢીયા, મુકેશભાઈ પીપળીયા સહિતના ખેડૂતોએ જણાવેલ કે, તેમની વાડીની મોટરો પણ બંધ છે અને પાણી આવતુ નથી, જે બાદ તેમના પણ કેબલ ચોરાઈ ગયાની જાણ થઇ હતી. તમામ ખેડૂતોની મોટરના કેબલ કપાયેલી હાલતમાં મળી આવ્યા હતા બાદ તમામ મોટરમાંથી કેબલ વાયર કાપી તેને સળગાવી નાખી કોપરની ચોરી કરી લેવાયાની જાણ થઇ હતી જેથી ફરિયાદીની મોટરનો કોપરનો કેબલ આશરે 50 મીટર તેમજ પાણીની મોટર અને અન્ય ખેડૂતોની મળી કુલ કોપરનો કેબલ 400 મીટર કાપી તસ્કર ચોરી કરી જતાં ખેડૂતોએ પડધરી પોલીસ મથકે દોડી જઈ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર બનાવને પગલે પડધરી પોલીસ મથકના પીએસઆઈ એ એસ અગ્રાવતની ટીમે તપાસ શરુ કરી છે.

4 મહિનાનો પગાર માંગતા શેઠ સહીત ચાર શખ્સોએ માર મારી, ધમકી દીધી

મૂળ નેપાળના અને હાલ રાજકોટના આજી ડેમ ચોકડી પાસે માનસરોવર પાર્કમાં રહેતા અને રસોઈકામ કરતા ગુમાનસીંગ ઈમાનસીંગ ઠાકુરએ કરણ મહતરા, દિપક અને બે અજાણ્યા શખ્સો સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 22 તારીખે રાત્રીના રોનક હોટલ પાસે હતો ત્યારે કરણ જે શેઠ હોય તેની પાસે ચાર મહિનાનો પગાર બાકી હોય તે પગાર માંગતા મને ગાળો ભાંડી હતી તે પછી દિપક અને બે અજાણ્યા શખ્સોને બોલાવી ગાળો ભાંડી ઢીકાપાટુનો માર માર્યો હતો અને ધોકાથી હુમલો કર્યો હતો મારકૂટ કર્યા બાદ હવે પગાર માંગીશ તો જાનથી મારી નાખીશ કહી ધમકી દીધી હોવાનું જણાવતા આજી ડેમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

You Might Also Like

રાજકોટની રૈયારાજ કંપની સાથે 6 કરોડની ઠગાઈના ગુનામાં 4 માસથી વોન્ટેડ દંપતિની ગાંધીનગરમાંથી ધરપકડ

સાબરમતીમાં નશામાં ધૂત PSI ભરત પંડયાએ અકસ્માત સજર્યો

અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગના ડ્રગ્સ માફિયા વચ્ચે ફાયરિંગ

મહિલા તબીબને ડિજિટલ અરેસ્ટ કરી 58.50 લાખ પડાવી લેવાના કેસમાં સાળા-બનેવીની ધરપકડ

કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકી સામે કુલ 12 ગુના દાખલ : SIT દ્વારા 7 જેટલા અરજદારોની અરજી અંગે તપાસ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
Next Article રાજયમાં હાલની વરસાદની સ્થિતિનો તાગ CMએ ઉચ્ચસ્તરીય સમિક્ષા બેઠક યોજી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

CRIME

રાજકોટની રૈયારાજ કંપની સાથે 6 કરોડની ઠગાઈના ગુનામાં 4 માસથી વોન્ટેડ દંપતિની ગાંધીનગરમાંથી ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
CRIME

સાબરમતીમાં નશામાં ધૂત PSI ભરત પંડયાએ અકસ્માત સજર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
CRIME

અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગના ડ્રગ્સ માફિયા વચ્ચે ફાયરિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?