ધોળકા, મહેમદાબાદ અને મહેસાણા જિલ્લામાં થયેલા વરસાદની વિગત કલેકટરો પાસેથી મેળવી
હવામાન વિભાગના અધિકારીઓએ આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદની સંભાવના અંગેની વિગતવાર જાણકારી આપી હતી. ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સાંજે ૬ થી ૮ વાગ્યા સુધીમાં થયેલા વરસાદ તેમજ અમદાવાદના પોળકા તથા ખેડાના મહેમદાવાદ અને મહેસાણા જિલ્લામાં થયેલા વરસાદની ઝીણવટપૂર્વક વિગતો મેળવી હતી. તેમણે રાત્રિ દરમિયાન વરસાદ પડે તો તંત્રને હાઈ એલર્ટ પર રહીને સ્થિતિ પર સંતર્કતાપૂર્વક નજર રાખવાની સૂચનાઓ આપી હતી.
- Advertisement -
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા બધા જ જિલ્લાઓ સાથે હોટલાઈનથી સતત સંપર્ક રાખવામાં આવી રહ્યો છે. આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે એન.ડી.આર.એફ.ની ૪ ટુકડીઓ દક્ષિણ ગુજરાતમાં પહોંચી છે, તેમાંથી ૨ વલસાડ અને ૧ નવસારી મોકલવામાં આવી છે તથા ૧ ટુકડી સુરતમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ ટીમો બચાવ-રાહત માટેના સાધનો અને ભોટ રાખવામાં આવી છે. આજે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ૩૫૨ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને નવસારી તથા વલસાડમાં રર હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠાની સ્થિતિ અંગે પણ મુખ્યમંત્રીએ વિગતો મેળવી હતી. મુખ્ય સચિવ એમ. કે. દાસે આ બેઠકમાં કહ્યું હતું કે રાજ્યનું સમગ્ર તંત્ર પૂરતા મશીનરી/મેનપાવર અને સાધન-સામગ્રી સાથે સથે છે. મુખ્યમંત્રીએ વરસાદ બંધ થાય અને પાણી ઓસરે તે પછી સાફ-સફાઈ, માર્ગ મરામત અને આરોગ્ય વિષયક પગલાં ત્વરિત લેવાય તે માટે પણ સૂચનાઓ આપી હતી.



