કૌટુંબિક ભાઈએ કેરોસીન છાંટી સળગાવી દેવાની ધમકી આપી અડપલાં કર્યા
ફોન કરવા આવેલી સગીરાને પાડોશીએ કર્યા શારીરિક અડપલા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વધુ બે સગીરા સાથે અડપલાં અને છેડતીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં 14 વર્ષીય સગીરાને તેના કૌટુંબિક ભાઈએ એક તરફી પ્રેમમાં અડપલાં કરી તેના નામનું ટેટુ હાથમાં દોરાવી સોશિયલ મીડિયામાં સ્ટેટ્સ અપલોડ કરી પજવણી કરતો હોવાની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે તેમજ ફોન કરવા આવેલી 15 વર્ષની બાળા પર પાડોશીએ શારીરિક અડપલા કરતા બંને બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની સગીર વયની દીકરી ધોરણ 10માં અભ્યાસ કરે છે અને તેમના ઘરમાં સાથે તેમનો ભાણેજ પણ રહે છે. ભાણેજ દ્વારા સગીર વયની દીકરી સાથે બળજબરી કરી હતી અને પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરી શારીરિક અડપલા કરી અવારનવાર તેની છેડતી કરી હતી. ફક્ત એટલું જ નહીં દીકરીને ધમકી આપી હતી કે, જો તુ આ અંગે કોઈને જાણ કરીશ તો તને કેરોસીન છાંટીને જાનથી મારી નાખીશ. મારી દીકરીના એક તરફી પ્રેમમાં પાગલ બની તેને દીકરીના નામનું ટેટુ પોતાના હાથમાં દોરાવ્યું હતું અને તેના ફોટા અને દીકરીના નામ સાથે સ્ટેટસ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા છે આ અંગે ફરિયાદીએ પૂછતાં પોતે ઇન્કાર કર્યો હતો બાદમાં તે સૂતો હોય ત્યારે પતિ સાથે જઈને તેનો હાથ ચેક કરતા ટેટુ મળી આવ્યું હતું અને તે જાગી ગયો હતો અને ભાગી ગયો હતો બનાવ અંગે ફરિયાદ નોંધી તાલુકા પોલીસે તાત્કાલિક રાજકોટ જિલ્લાના ધોરાજીના બહારપુરા વિસ્તારના 22 વર્ષીય યુવાનની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તેને જેલહવાલે કરવાનો હુકમ કરતા તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીનો મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યો છે. હાલ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે આરોપી અને ભોગ બનનાર કૌટુંબિક મામા-ફૂઈના ભાઈ-બહેન થતા હોવાનું અને દીકરી ધો.10માં અભ્યાસ કરતી હોવાનું તેમજ આરોપી રાજકોટમાં સ્ટીલના કારખાનામાં મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત શહેરના 80 ફુટ રોડ પરના વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરા જ્યારે તેના પાડોશમાં રહેતા સંગીતાબેનના ઘરે ફોન કરવા ગઈ હતી, ત્યારે પાડોશી શરદભાઈએ માનવતાની તમામ હદો વટાવી હતી સગીરા ઘરમાં એકલી હતી અને તેની માતા નોકરી પર હતી, ત્યારે આ શખસે તેને અશ્લીલ ઈશારાઓ કરી, તેના ગાલ અને કમરના ભાગે અડપલાં કરી શારીરિક છેડતી કરી હતી સગીરાએ રડતા રડતા તેની માતાને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.



