By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    3 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    5 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    5 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    7 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    18 hours ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    18 hours ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    19 hours ago
    વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
    20 hours ago
    વિમેન લીડર્સ : દેશની 117 મહિલા પાસે રૂ.39 લાખ કરોડની સંપત્તિ
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    4 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    5 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    7 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પિતાના પગલે ચાલવાનો પ્રયાસ, 1 અબજ ટન વોલ્યુમનું લક્ષ્યાંક!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > પિતાના પગલે ચાલવાનો પ્રયાસ, 1 અબજ ટન વોલ્યુમનું લક્ષ્યાંક!
બિઝનેસ

પિતાના પગલે ચાલવાનો પ્રયાસ, 1 અબજ ટન વોલ્યુમનું લક્ષ્યાંક!

Khaskhabar Editor
Last updated: 2024/08/08 at 5:45 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

કોઈની નજીક હોવાનો અર્થ એ નથી કે તમારું કામ સરળતાથી થઈ જશે કે તમને નવા કામ સરળતાથી મળી જશે, જો તમે કોઈપણ કાર્યને સારી રીતે પાર પાડવાની ક્ષમતા ધરાવો છો, તો તમને ચોક્કસપણે કામ મળશે: કરણ અદાણી

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.8

- Advertisement -

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણ અદાણીએ અદાણી ગ્રૂપનો ફ્યુચર પ્લાન જણાવ્યો છે. તાજેતરમાં કરણ અદાણીએ બ્લૂમબર્ગને આપેલા એક ખાસ ઇન્ટરવ્યુમાં અદાણી જૂથ બનાવતા પહેલાના પરિવારના સંઘર્ષો અને પડકારો પણ શેર કર્યા હતા. કરણભાઈ કેવી રીતે પિતા ગૌતમ અદાણીએ બતાવેલા માર્ગે ચાલી રહ્યા છે તે અંગે પણ પ્રકાશ પાડ્યો હતો. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના સીઈઓ કરણ અદાણીએ બ્લૂમબર્ગને આપેલા એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘કોઈની નજીક હોવાનો અર્થ એ નથી કે તમારું કામ સરળતાથી થઈ જશે કે તમને નવા કામ સરળતાથી મળી જશે. જો તમે કોઈપણ કાર્યને સારી રીતે પાર પાડવાની ક્ષમતા ધરાવો છો, તો તમને ચોક્કસપણે કામ મળશે’. અદાણી પોર્ટસની સાથે તેઓ અદાણી ગ્રુપની સિમેન્ટ કંપનીઓને પણ હેન્ડલ કરી રહ્યા છે.

2030 સુધીમાં 1 અબજ ટન વોલ્યુમનું લક્ષ્યાંક
કરણ અદાણી જણાવે છે કે, ” 2030 સુધીમાં અદાણી જૂથે ઓછામાં ઓછા એક અબજ ટન વોલ્યુમની કંપની બનવાનું લક્ષ્ય નિર્ધાર્યું છે. કારણ કે ભારતનો વેપાર ઝડપથી વિકાસ પામી રહ્યો છે. અમે પણ આ વિકાસયાત્રાનો ભાગ બનવા માંગીએ છીએ. અમે ભારતમાં વિશ્વસનીય સપ્લાય ચેઇન સોલ્યુશન્સ જાળવવા કામ કરી રહ્યા છીએ.

રણનિતી અને ફાયદા વચ્ચે સંતુલન કેવી રીતે જાળવો છો?
કરણ અદાણી જણાવે છે કે, “અલબત્ત, અમુક પોઝિશન્સને કારણે તે અમારા માટે રણનીતિ જરૂરી બની જાય છે. અમે ભારતના મુખ્ય વેપાર માર્ગોને ઓળખીએને ત્યાં પોઝિશન લઈએ છીએ, તે માર્ગો વચ્ચે વેપાર કરીએ છીએ. જો કે તેનો અર્થ એ નથી કે દેશની જીઓ પોલીટીકલ પ્રાથમિકતાઓ ગ્રૂપની પણ પ્રાથમિકતા હોય. આખરે અમે જોખમ કેટલું છે તેને પારખીએ છીએ. ઘણીવાર જોખમ લેવાથી ફાયદો થતો હોય છે. નુકશાન પણ થાય છે, જો કે આ બધુ ચાલતું રહે છે.

- Advertisement -

હિન્ડેનબર્ગ સમસ્યાને કેવી રીતે હેન્ડલ કરી હતી?
કરણ અદાણી જણાવે છે કે “શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ કેસ સમયે, મારી પાસે મુખ્યત્વે 3 જવાબદારીઓ હતી. પ્રથમ – બિઝનેસ સરળતાથી ચાલે તે જોવું. મારે એ સુનિશ્ચિત કરવાનું હતું કે માત્ર બંદરો જ નહીં પરંતુ સમગ્ર જૂથનો વ્યવસાય પુર્વવત ચાલુ રહે.” ફેમિલી સ્ટ્રક્ચર વિશે વાત કરતા તેઓ ઉમેરે છે કે ” અમારી ફેમિલીનું સ્પષ્ટ માળખું છે. અમારી ગ્રૂપની વિવિધ કંપનીઓ વચ્ચે 23 થી 25 આંતરરાષ્ટ્રીય બોન્ડ ઇશ્યૂ છે. તે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા રેટેડ છે. અમે તેમાં કંઈપણ છુપાવ્યું નથી.”

અદાણી ગ્રુપની પારદર્શિતા અંગે
કરણ અદાણીના જણાવ્યા પ્રમાણે, જો હિંડનબર્ગ સંબંધિત કેસની તપાસની વાત કરીએ તો, એક ગ્રુપ કંપની તરીકે અમે તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે. અમે કોઈ માહિતી છુપાવી નથી. અમારા વાર્ષિક અહેવાલો, અમારા બોન્ડ ઇશ્યૂ અથવા કોઈપણ ઈંઙઘ બધામાં તમને પારદર્શિતા દેખાશે.”

રોકાણકારોને વળતર આપવું જરૂરી
કરણ અદાણીએ જણાવ્યું હતું કે, “અમારો પરિવાર અદાણી ગ્રૂપમાં સૌથી મોટો શેરધારક છે. છેવટે અમારા રોકાણકારોને વળતર આપવુ જરૂરી હોય છે, તેથી સંતુલન પણ જરૂરી છે. રોકાણકારોના દૃષ્ટિકોણથી જુઓ તો, એક જૂથ તરીકે અમે 2007-2008માં સંક્રમણમાંથી પસાર થયા છીએ. 2007-2008માં અમારી પાસે હોલ્ડિંગ માળખું હતું. પહેલા અમારી પાસે અદાણી એન્ટરપ્રાઇઝિસ હતી. ત્યારબાદ બાકીની સબસિડિયરી કંપનીઓએ કંપનીઓને અલગ કરવાનું શરૂ કર્યું હતું.

અદાણી ગ્રુપ બનાવતા પહેલાનો સંઘર્ષ
ઈન્ટરવ્યુ દરમિયાન કરણ અદાણીએ પોતાના પરિવારના સંઘર્ષના દિવસોને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું, “જો પ્રથમ પેઢીથી બીજી પેઢીમાં ટ્રાન્સફરની વાત કરીએ, તો અમને એક વારસો મળ્યો છે. માત્ર પારિવારિક વ્યવસાય જ નહી પરંતુ એક પ્લેટફોર્મ મળ્યું છે. જેમાં અમારે આગળ વધવાનું છે. એ વારસાનું રક્ષણ કરતા એ પણ સુનિશ્ચિત કરવાનું છે કે તે આગામી પેઢી સુધી પહોંચે.”

પિતાના પગલે ચાલવાનો પ્રયાસ
પિતા ગૌતમ અદાણી વિશે કરણ અદાણી જણાવે છે, “મને લાગે છે કે મારા પિતાએ જે કામ કર્યું તેવું કદાચ હું કરી શકીશ નહીં. મારી નબળી બાજુ અને મજબૂત બાજુઓથી અમે વાકેફ છીએ. અમે મજબૂત બાજુને વધારી રહ્યા છીએ. મારા પિતા તરફથી હું જે શીખ્યો છું તેનો મારા રોજિંદા કામમાં ઉપયોગ કરવાનો પ્રયાસ કરું છું.”

ગૌતમ અદાણીની નિવૃત્તિ બાદ શું?
ઉલ્લેખનીય છે કે ગૌતમ અદાણીએ બ્લૂમબર્ગને આપેલા એક ઈન્ટરવ્યુમાં ગ્રૂપ બિઝનેસના ઉત્તરાધિકારીઓના નામ જાહેર કર્યા હતા. તેઓ 2030 સુધીમાં તેમના પુત્રો અને ભત્રીજાઓને તેમની જવાબદારીઓ સોંપશે. બિઝનેસ સામ્રાજ્ય આગામી પેઢીને સોંપવા તેમણે 2018 થી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. અદાણી ગ્રુપને આગળ લઈ જવાની જવાબદારી તેમના પુત્રો કરણ અદાણી અને જીત અદાણી અને ભત્રીજા પ્રણવ અદાણીના અને સાગર અદાણી ખભા પર રહેશે.
ગૌતમ અદાણીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “કોઈપણ વ્યવસાય માટે અનુગામીની પસંદગી એ ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. હું ઈચ્છું છું કે અદાણી પરિવારની આગામી પેઢી આ નિર્ણય જવાબદારીપૂર્વક લે. કરણ, જીત, પ્રણવ અને સાગરે મને વચન આપ્યું છે કે તેઓ સાથે મળીને અદાણી ગ્રુપને એક પરિવારની જેમ આગળ લઈ જશે”.

You Might Also Like

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

કોમોડિટી માર્કેટમાં મોટો કડાકો : 3 દિવસમાં સોનું રૂ.7,500 અને ચાંદી રૂ.11,300 સસ્તી થઈ

સોના-ચાંદીના ભાવમાં કડાકો : ચાંદી ₹2.31 લાખ પર પહોંચી, સોનામાં ₹3,152 ઘટાડો

મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી સ્થિતિ છતાં સેન્સેક્સ નિફ્ટીમાં તેજી, રૂપિયો પણ મજબૂત, ક્રૂડમાં ભડકો

TAGGED: Karan Adani
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બાલાશ્રમમાં ત્યજી દેવાયેલાં તાજા જન્મેલા બાળકનું મોત
Next Article આજે મધરાત્રિથી 24 કલાક માટે ખૂલશે નાગચંદ્રેશ્વર મંદિરનાં કપાટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

સમસ્યાઓ વધતી જાય છે, સેન્સ ઘટતી જાય છે…

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
જામનગર રોડ પર રહેતા માતા-પુત્રએ એસિડ પી, ખાણમાં પડતું મૂકી કર્યો સામુહિક આપઘાત
મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
સોમવાર સુધી સંસદ સ્થગિત
ગુજરાતને 5 વર્ષમાં CAMPA હેઠળ 1226 કરોડ મળ્યા : પરિમલ નથવાણી
ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં શાળાઓને રજા જાહેર કરવાની ઉઠી માંગ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
બિઝનેસસ્પોર્ટ્સ

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
બિઝનેસ

કોમોડિટી માર્કેટમાં મોટો કડાકો : 3 દિવસમાં સોનું રૂ.7,500 અને ચાંદી રૂ.11,300 સસ્તી થઈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?