નિષ્ઠુર માવતરો સામે ફિટકાર : ભક્તિનગર પોલીસે કરી કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં નિષ્ઠુર માવતરે જન્મેલા બાળકને કાઠીયાવાડી બાલાશ્રમના પારણામાં તરછોડી દીધા બાદ સંસ્થા દ્વારા કબજો લઈ 108 મારફત ઝનાના હોસ્પિટલમાં ખસેડાયું હતું જેને ફરજ પરના તબીબોએ જોઇ તપાસી મૃત જાહેર કરતાં અરેરાટી વ્યાપી ગઈ છે આ અંગે ભક્તિનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. રાજકોટના ગોંડલ રોડ પર આવેલ કાઠીયાવાડી બાલાશ્રમના ગેટ પર આવેલ પારણામાં ગઈ મોડી રાત્રે કોઈ અજાણ્યો શખ્સ એક દિવસનું જન્મેલું નવજાત શીશુ મુકી ગયું હતું
- Advertisement -
જે બાળક પારણામાં આવતાં જ પારણાની ડોર બેલ વાગી હતી જે બાદ પાંચેક મીનીટ બાદ આશ્રમના ગૃહપતિ જોશનાબેન બાળકને આશ્રમની અંદર લઈ આવ્યા હતાં અને 108ને જાણ કરતા તાત્કાલીક દોડી આવેલ 108ની ટીમે બાળકને જનાના હોસ્પીટલમાં ખસેડાતા ફરજ પરના તબીબોએ બાળકને જોઇ તપાસી મૃત જાહેર કર્યું હતું બનાવ અંગે આશ્રમના સંચાલકોએ પોલીસને જાણ કરતાં ભક્તિનગર પોલીસે દોડી આવી જરૂરી કાર્યવાહી કરી બાળકને તરછોડનાર અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી હતી.