બચાવવા પડેલા યુવકને પણ ઘા ઝીંકી દીધા : હત્યાની કોશિષ અંગે ગુનો નોંધી બેલડીની ધરપકડ
રાજ્યમાં ક્રાઇમ રેઇટ ઘટ્યો છે, ડીજીપીનો દાવો રાજકોટમાં પોકળ સાબિત થયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
રાજકોટમાં ડીજીપી વિકાસ સહાયએ કહ્યું હતું કે ગુજરાતમાં ગુનાખોરી ઘટી છે પરંતુ ડીજીપીનો આ દાવો રાજકોટ માટે પોકળ સાબિત થતો હોય તેમ લુખ્ખાઓને પોલીસનો ભય જ ન હયો તે રીતે બેફામ બન્યાં છે રાજકોટમાં રવિવારે ધોળા દિવસે ફ્રુટના વેપારીને ત્રિપુટીએ દોડાવી દોડાવી છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરતાં પોલીસે ગુનો નોંધી બે શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના રૈયારોડ પર આર.એમ.સી ક્વાર્ટરમાં રહેતાં અંકિતભાઈ ભીખુભાઈ સોલંકી ઉ.20એ આ જ ક્વાટરમાં રહેતા અહેમદ હુસેન કાદર કટારીયા, શિવપરાના અમીન કાદર કટારીયા અને નવાબ ફઝલ શેખ સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે આલાપ ગ્રીન સિટી ચોકમાં ફુટની લારી રાખી વેપાર કરે છે. ગત બપોરે ઘરે જમવા માટે ત્યારે ઘર નીચે તેમના કાકી નીતાબેન સાથે કોઈ અજાણી મહિલા ઝઘડો કરતા હતા ત્યાં એક છોકરો હતો, જેને ત્યારે સમજાવેલ કે, જે કાંઈ ઝઘડો હોય તે પુરો કરવાનું કહેતાં એકબીજાને સમાધાન થઈ ગયેલ હતું બાદમાં બનાવ બાબતે કાકીને પૂછતા કહેલ કે, તેમનો દીકરો જયેશ દુકાને ભાગ લેવા ગયેલ ત્યારે ત્યાં અજાણી વ્યક્તિ રિક્ષા લઈ આવેલો અને તેણે જયેશના પગની બાજુમાંથી રીક્ષા ચલાવતા સામાન્ય ઈજા થઈ હતી. જેથી તે બાબત કાકી રિક્ષાવાળાને કહેવા જતા તેણે ઝઘડો કર્યો હતો તે જમીને રેકડીમાં ક્રુટ ભરતો હતો ત્યારે એક સી.એન.જી. રીક્ષા આવેલી જેમાં એક વ્યક્તિ રિક્ષા ચલાવતો હતો અને તેની પાછળ બે વ્યક્તિ બેઠેલા હતા. જે બંને નીચે ઉતરી હાથમાં ખુલ્લી છરી લઈ આવી ગાળો આપી કહેવા લાગેલ કે, તને આજે જીવતો નથી રહેવા દેવો કહી પાછળ મારવા દોડતા તે ભાગવા લાગ્યો હતો દરમિયાન ત્રણેય શખ્સોએ પીછો કરી છરીથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો જાહેરમાં હુમલો થતાં અંકિતને બચાવવા પડેલા અજયને પણ પાછળ દોડી છરીના ઘા ઝીંકી દિધા હતાં. બાદમાં બનાવ સ્થળે લોકો એકઠાં થતાં આરોપીઓ રીક્ષામાં નાસી છૂટ્યા હતાં. બાદમાં ગંભીર રીતે ઘવાયેલા ફરિયાદી અને તેની સાથેના યુવાનને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડેલ હતાં. બનાવ અંગે યુની. પોલીસે ગુનો નોંધી પીઆઈ એચ.એન.પટેલ અને ટીમે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
દરમ્યાન ડીસીબી પીઆઇ એમ આર ગોંડલીયા અને ટીમ ઉપરોક્ત ગુના સંદર્ભે પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના ગોપાલભાઈ પાટિલ અને અર્જુનભાઇ ડવને મળેલી બાતમી આધારે ઉપરોક્ત ગુણને અંજામ આપનાર અમીન કાદરભાઈ કટારીયા અને સગીરને દબોચી લઈ યુનિવર્સિટી પોલીસને કબજો સોંપ્યો હતો



