By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી : અંધત્વ અને લકવાનું પણ જોખમ!
    1 hour ago
    બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે
    1 day ago
    લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
    1 day ago
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    3 days ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
    35 minutes ago
    અર્લી વોર્નિંગ સિસ્ટમ : ગુમ વ્યક્તિઓથી લઈને ફરાર ગુનેગારો સુધીને શોધવામાં મળશે મદદ
    53 minutes ago
    ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે
    1 hour ago
    ટીપાં-ટીપાં માટે તરસશે ભારત
    2 hours ago
    તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    3 hours ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    5 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    6 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    6 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
    1 hour ago
    નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
    1 day ago
    રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
    1 day ago
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    3 days ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજદંડ અને અંગ્રેજોની વર્ણવ્યવસ્થા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > રાજદંડ અને અંગ્રેજોની વર્ણવ્યવસ્થા
Author

રાજદંડ અને અંગ્રેજોની વર્ણવ્યવસ્થા

Khaskhabar Editor
Last updated: 2024/06/29 at 5:01 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

કાર્તિકોલોજી:કાર્તિક મહેતા

સમાજવાદી પક્ષના સાંસદ આર. કે. ચૌધરીએ સંસદ ગૃહમાં સ્પીકરની બાજુમાં મુકેલા સેનગોલ નામના રાજદંડ વિરુદ્ધ સૂર છેડ્યો છે. ચૌધરી કહે છે કે ‘ભારત એક લોકતાંત્રિક દેશ છે, અહીંયા ‘રાજા કા ડંડા’નું નહિ પણ બંધારણનું શાસન છે.
મા. સાંસદને વિશાળ વિસ્તારોમાં ફેલાયેલી સ્વતંત્ર ભારતના પૂર્વ પ્રતિનિધિઓની સમાધિઓ બાબતે વિરોધ કરવાનું કેમ સૂઝ્યું નહિં હોય? કેમ કે લોકશાહીમાં ટેક્નિકલી શાસક તો પ્રજા છે, પ્રતિનિધિઓની વિશાળ સમાધિઓનું લોકશાહીમાં કોઈ સ્થાન હોય ખરૂં?
સેનગોલ ઉપર પાછા આવીએ. સેનગોલ એક રાજદંડ છે. જે ચોલ શાસન સમયથી રાજાઓને ધર્મગુરુઓ દ્વારા એક વિશિષ્ટ વિધિ અનુસાર આપવામાં આવે છે. ભારત સ્વતંત્ર થયું ત્યારે આ સેનગોલ તત્કાલીન વડાપ્રધાન નહેરુને આપવામાં આવ્યો, જેને નહેરુએ એક મ્યુઝિયમમાં મોકલી આપ્યો.
નવા સંસદગૃહનું ઉદ્ઘાટન થયું ત્યારે વડાપ્રધાન મોદીજીએ આ રાજદંડને મ્યુઝિયમથી કઢાવીને, વિધિવત ગ્રહણ કરીને, નવા સંસદ ગૃહમાં અધ્યક્ષની બાજુમાં સ્થાપિત કર્યો.
પરંતુ આ એક રાજદંડ છે જેથી રાજાશાહીનું પ્રતીક છે અને રાજાશાહીનું પ્રતીક જોઈને સામ્યવાદી કે સમાજવાદી વિચારધારાવાળાને દુ:ખ ના થાય તો જ નવાઈ. (જો કે સમાજવાદી પક્ષમાં એક જ કુટુંબનું વર્ચસ્વ રહ્યું છે તે નોંધવું ઘટે.)

- Advertisement -

સામ્યવાદી વિચારધારા લોકશાહી અને સમાજવાદને સામ્યવાદ તરફ જવાના પ્રારંભિક પગલાં ગણાવે છે. સામ્યવાદ સત્તાના કેન્દ્રીકરણ વિરુદ્ધનો વાદ છે. સત્તાના ત્રણ કેન્દ્રો વિરુદ્ધ એમની જેહાદ ખુબ જૂની છે. એ ત્રણ સત્તાકેન્દ્રો એટલે રાજા, ધર્મગુરુ અને પેટ્રીયાર્ક/ પિતા. (રાજ્ય, ધર્મ અને કુટુંબના વડાઓ.)
લોકશાહી પ્રમાણમાં ખૂબ અર્વાચીન શાસન પદ્ધતિ છે. જગતના ઇતિહાસમાં હંમેશા રાજાઓ અને એની નજીકના વર્તુળના લોકો જ સમાજના એક મોટા ભાગ ઉપર શાસન કરતાં આવ્યા છે.

ભારતને વર્ણવાદ માટે ભાંડતા રહેતા ગોરાઓ આદિકાળથી ચાર વર્ણોમાં વિભાજીત સમાજમાં જીવતા આવ્યા છે જેને ફોર એસ્ટેટ કહેવાતા. રોમન કાળ અને એનાથી પણ પ્રાચીન આ ફોર એસ્ટેટ વ્યવસ્થા ભારતની ચાતુર્વર્ણ વ્યવસ્થા સાથે બહુ સામ્ય ધરાવે છે. આ ચાર વિભાગોમાં પ્રથમ વિભાગ: કલર્જી. એ સત્તાધીશ અને ધર્મગુરુઓનો રહેતો જે સહુથી ઊંચી જાતિઓના લોકો કહેવાતા (ભારતમાં બ્રાહ્મણ અને ક્ષત્રિય), પછી દ્વિતીય સ્તરે નોબેલ: ઉમદા કહેવાતા ઉમરાવો, જાગીરદારો અને વેપારીઓ આવતા (ભારતમાં વૈશ્યો), ત્રીજા સ્તરે કારીગરો, ખેડૂતો આવતા અને ચોથે સ્તરે ગરીબ, ગ્રામીણ એવો શોષિત વર્ગ આવતો જેની પરિસ્થિતિ હંમેશા દારુણ કરૂણ રહેતી. આ પરિસ્થિતિનો ચિતાર આપતું એક કાર્ટૂન-ચિત્ર લેખ સાથે મૂક્યું છે. (ભારતમાં જેમ એક વિશાળ વર્ગ વંચિત હતો જોકે એમને જમીનો રાખવાનો અધિકાર હતો, ગોરાઓ એમના શોષિત વર્ગને જમીનો પણ રાખવા નહોતા દેતા એવા રાક્ષસ હતા.)
આમ રાજાશાહી અને ચાતુર્વર્ણ વ્યવસ્થા જગતની તમામ સંસ્કૃતિઓમાં વ્યાપક અને પ્રભાવક લક્ષણ હતું. જેમાં શાસક અને એના નજીકના લોકો વિકાસ કરી લેતાં પણ

છેવાડાના લોકોનો વિકાસ કરવાનું વિસરી જતા.
સત્તાના આ કેન્દ્રીકરણ સામે સહુથી પહેલા ઈંગ્લેન્ડમાં વિરોધ થયેલો. આજના ડાબેરી કે વામપંથી વિચારધારાના પૂર્વસૂરિઓએ ઈંગ્લેન્ડમાં કેથોલિક રાજા જેમ્સ બીજાને પદભ્રષ્ટ કરીને સાંસદ (પાર્લામેન્ટ)ને રાજાથી ઉપર મૂકી અને લોકશાહીના બીજ રોપાયા. જોકે તે પૂર્ણ લોકશાહી નહોતી. ત્યારથી ઈંગ્લેન્ડમાં રાણીઓ પણ શાસક બનવા લાગી.
હવે વાઘ લોહી ચાખી ગયો હતો. ઈંગ્લેન્ડમાં અમુક ગુપ્ત સંગઠન અને ક્લબો દ્વારા આ રાજાને ઉથલાવવાની ‘ક્રાંતિ’ થઇ એ જ ઢબે સમયાંતરે બધે ક્રાંતિઓ થવાની હતી.
ફંડા સિમ્પલ હતો: યુદ્ધ અને મોંઘવારીથી કંટાળેલી બેહાલ પ્રજાને ઉશ્કેરો, માધ્યમો (લેખકો, પત્રકારો, કાર્ટૂનિસ્ટો, વિચારકો) દ્વારા પ્રજાને રાજા વિરુદ્ધ ઉકસાવો. ઉશ્કેરાયેલી પ્રજાની શક્તિને ચેનલાઈઝ કરીને રાજાને ઉથલાવી નાખો.
હાર્વર્ડની સંશોધક એરિકા ચેમવર્થનું સંશોધન કહે છે કે પ્રજાની વસ્તીનો માત્ર 3.5% ભાગ (સાડા ત્રણ ટકા) ભાગ રસ્તા ઉપર ઉતારીને અહિંસક આંદોલન પણ કરે તો એ આંદોલન સફળ થતાં કોઈ રોકી શકતું નથી.
ઇંગ્લેન્ડની ક્રાંતિ પછી ઘણા સમય બાદ થયેલ જાણીતી ક્રાંતિઓમાં ફ્રેન્ચ ક્રાંતિ, જર્મન ક્રાંતિ, રશિયન ક્રાંતિ અને અમેરિકન ક્રાંતિ મુખ્ય છે.
આ તમામ ક્રાંતિઓમાં પ્રજા મોંઘવારી અને યુદ્ધની પીડાઓથી દુ:ખી હતી. પરંતુ દરેક ક્રાંતિનું પરિણામ પણ એક જ આવ્યું : રાજાશાહીનો નાશ. અને લોકશાહી અથવા સામ્યવાદની સ્થાપના.
ફ્રેન્ચ રાજા લુઇ 16માં એ અનાજના ભાવો ઉપર સરકારી નિયંત્રણ દૂર કર્યા જેથી અનાજના ભાવ અતિ વધ્યા અને પ્રજા દુ:ખી થઇ અને રાજાશાહીનો લોહિયાળ અંત આવ્યો. જર્મન ક્રાંતિમાં પણ પ્રથમ વિશ્ર્વ યુદ્ધથી બેહાલ સૈનિકો અને કામદારોએ આંદોલન કર્યા અને રાજાશાહીને નષ્ટ કરી. રશિયન ક્રાંતિમાં પણ યુદ્ધને કારણે અનાજની કિંમતો વધવાથી ઉશ્કેરાયેલી પ્રજાએ પરોક્ષ રીતે સામ્યવાદીઓને સાથ આપીને રાજાશાહીનો અંત આણ્યો.
ભારતમાં રાજાઓને અંગ્રેજોએ પોતાની અમોઘ કૂટનીતિ દ્વારા ધીરે ધીરે સત્તાહિન કર્યા. અંગ્રેજોએ જ કોંગ્રેસ પક્ષની સ્થાપના કરી જે સમાજવાદી વિચાર ધરાવતો પક્ષ હતો. (કોંગ્રેસનું અમુક વલણ હવે સમજાય છે??) ગાંધી કહેતા કે એમનું સ્વપ્નાનું ભારત એક સમાજવાદી રાષ્ટ્ર હશે. છેવટે ભારતમાંથી પણ રાજાઓ અને રાજાશાહી ભૂતકાળ બની ગયા અને કોંગ્રેસ નામના સમાજવાદી વિચારધારાના પક્ષનું શાસન આવ્યું. કોંગ્રેસી વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ રાજાઓના સાલિયાણાં પણ નાબૂદ કરી નાખ્યાં. કાયદો બનાવીને જમીનદારો પાસેથી જમીનો જપ્ત કરીને ખેતમજૂરો કે ગણોતિયા વર્ગને આપી. આ જમીનની વહેંચણી પણ એક સમાજવાદી વિચાર છે. બાકી જુના સમયમાં તમામ જમીન રાજાની કહેવાતી. યુરોપમાં તો રાજાઓ અને ઉમરાવો સિવાય કોઈને જમીન રાખવાની પરવાનગી નહોતી.
તો આમ, લોકશાહી એ રાજાશાહીથી વિરુદ્ધ -વિપરીત વિચાર છે. લોકશાહીની મુખ્ય સુંદરતા એનું સત્તાનું વિકેન્દ્રીકરણ છે. જેથી એક સામાન્ય સરપંચની સત્તાઓમાં દેશનો વડાપ્રધાન પણ હસ્તક્ષેપ કરી શકતો નથી.
લોકશાહી તમામને સરખી તક આપે છે. લોકશાહીમાં શાસક અને એના મળતિયાઓનો વિકાસ થાય છે પણ સાથે અન્યોને પણ વિકાસની તક પ્રાપ્ત થાય છે ખરી. એક નિર્ધન પરિવારનો માણસ નેતા કે અધિકારી કે ડોક્ટર બની શકે છે. સરકારનો વિરોધી પણ લોકશાહીમાં જીવતો રહી શકે છે. રાજાશાહીની જેમ એ રાજાના કોપનો ભોગ નથી બનતો.
જોકે લોકશાહી અને સમાજવાદ ઠંડા વિકસિત પ્રદેશોમાં સફળ રહ્યા છે. ભારત જેવા ગરમ પ્રદેશોમાં લોકશાહીના વસ્ત્રો ભ્રષ્ટાચાર, વોટ બેન્ક પોલિટિક્સ, રમખાણો, ખૂનામરકી, કોમી ધ્રુવીકરણ, આતંકવાદ જેવા ડાઘથી ખરડાયેલા છે. આથી સેનગોલ ભલે એક રાજાશાહીનું પ્રતીક હોય, તે ભારતમાં જરૂરી છે. ગરીબ કે વિકાસશીલ દેશોમાં રાજદંડ વિના સુચારુ શાસન અશક્ય છે.

- Advertisement -

ચિત્ર સાભાર : નેશનલ લાઇબ્રેરી ઓફ ફ્રાન્સ

You Might Also Like

ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો

અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો

ગુજરાતના મૂળ નિવાસી અને 18 વર્ષથી વધુ વયના ભૂમિહીન ખેડૂતોને જ મળશે જમીન

સૌથી ઉત્તમ કોણ ?

ગીતાનો દિવ્ય સંદેશ અને પરમ સત્ય

TAGGED: description of the British, scepter
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઈશ્વર ચિંતન માટે 15 મિનિટ ન કાઢી શકાય?
Next Article હવે ક્રેડિટ કાર્ડ પેમેન્ટ થર્ડ પાર્ટી એપથી કરશો તો 1% વધારાનો ચાર્જ લાગશે 1 ઓગસ્ટથી નિયમ લાગુ કરાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે
ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
અર્લી વોર્નિંગ સિસ્ટમ : ગુમ વ્યક્તિઓથી લઈને ફરાર ગુનેગારો સુધીને શોધવામાં મળશે મદદ
વનકર્મી પર હુમલાના કેસમાં MLA ચૈતર વસાવાને 7 વર્ષની સજા: રાજપીપળા સેશન્સ કોર્ટનો ચુકાદો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

ગુજરાતના મૂળ નિવાસી અને 18 વર્ષથી વધુ વયના ભૂમિહીન ખેડૂતોને જ મળશે જમીન

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?