નર્સિગનાં છાત્રે પોતાની વેદના વ્યકત કરતાં પોલીસે મદદ કરી
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
તાઉતે વાવાઝોડામાં ભારે નુકશાન થયું હતું. ખાસકરીને કેરીનાં બગીચાને ભારે નુકશાન પહોંચ્યું હતું. જેના કારણે હજુ બજારમાં કેરીની આવક પણ ઓછી આવી રહી છે. એટલું જ નહી બગીચાને નુકશાન થતા અનેક પરિવારની આર્થીક સ્થિતી ખરાબ થઇ ગઇ છે. ઉનાનાં એક વિદ્યાર્થીનાં પિતાને બગીચામાં નુકશાન થતા હોસ્ટેલની ફી ભરી શકે તેમ ન હતો.પોલીસની મદદ લીધી હતી અને પોલીસને સહકારથી ફીમાં રાહત મળી હતી.
ગીર સોમનાથ જિલ્લાના ઉના વિસ્તારમાં રહેતા અને જૂનાગઢ જિલ્લાની એક શૈક્ષણિક સંસ્થામાં બીએસસી, નર્સિંગમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને ટેલિફોનથી જણાવ્યું હતું કે, પોતે બીએસસી, નર્સિંગમાં અભ્યાસ કરે છે. પોતાના પિતાને ઉના વિસ્તારમાં આંબાનો બગીચો છે, આમ તો પોતાને શૈક્ષણિક ફી નો કોઈ પ્રશ્ન નથી, શૈક્ષણિક ફી પોતે ભરેલ છે. પરંતુ તાઉતે વાવાઝોડા દરમિયાન આંબાના બગીચામાં નુકશાન થતા દોઢ બે વર્ષથી કેરીની આવક બંધ થઈ ગઇ છે.
આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ જતા ગુજરાન ચલાવવું ભારે થઈ પડેલ હતું. પોતે શૈક્ષણિક ફી તો ભરેલ છે, પણ હોસ્ટેલ ફીમાં થોડા રૂપિયા ઘટતા હોઈ પોતાને જૂનાગઢના શાળાની નજીકના ગામે પોતાના સગાના ઘરે રહે છે. અને અપડાઉંન કરી અભ્યાસ કરવા જવું પડ છે. જેના કારણે અભ્યાસ માટે પૂરતો સમય મળતો નથી. બાદ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા શાળા સંચાલકનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર વિગતથી માહિતગાર કર્યાં હતાં. યુવાન જરૂરિયાત વાળો હોઈ યુવાનને મદદ કરવા વિનંતી કરી હતી. અરજદાર યુવાનને શાળાએ મોકલતા યુવાનની 65% થી 70 % ફી માફી કરી આપી હતી. બાકીની ફી જ્યારે થાય ત્યારે આપવાનું જણાવ્યું હતું. વિદ્યાર્થીના આગળના ભણતરનો માર્ગ મોકળો થયેલ હતો. સામાન્ય કુટુંબના અરજદાર દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.


