અમદાવાદ – વડોદરામાં બેરોજગારોની સંખ્યા વધુ
માર્ગ મકાન કચેરીઓમાં 50 ટકા કરતાં પણ વધુ જગ્યાઓ ખાલી
- Advertisement -
રાજ્યના 33 જિલ્લાઓની આર.ટી.આઈ કચેરીઓમાં 45 ટકા જગ્યાઓ ખાલી
રોજગારીની આપવાના દાવા પોકળ સાબિત કરતાં બેરોજગારીના આંકડાઓ સરકારના ખોટા વાયદાઓની ચાળી ખાઈ છે. વિધાનસભામાં પૂછાયેલા સંકલિત પ્રશ્નોત્તરીમાં વિગતો સામે આવતાં જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં બેરોજગારોની સંખ્યા 3,64,252 એ પહોંચી છે. જેમાં 3,46,436 બેરોજગારો તો શિક્ષિતો જ છે. જ્યારે 17,816 અર્ધશિક્ષિત બેરોજગારો હોવાનું રાજ્ય સરકારે સ્વીકાર્યું છે.
સરકારી ભરતીના નામે યુવાઓને છેતરતી સરકારે ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, મોરબી, ખેડા, દાહોદ, જૂનાગઢ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ડાંગ મળીને કુલ 16 જિલ્લાઓમાં એકપણ સરકારી નોકરી આપવામાં આવી ન હોવાની ચોંકાવનારી વિગતો સામે આવતાં લાખો લોકોને નોકરી આપવાના નિવેદનો માત્ર ભાષણ પૂરતાં સિમિત રહ્યા છે.
- Advertisement -
રાજ્ય માર્ગ મકાન વિભાગની જિલ્લા કચેરીઓમાં 50 ટકા કરતાં વધુ જગ્યાઓ ખાલી છે. માર્ગ મકાન વિભાગ જિલ્લાની કચેરીઓમાં 3675 જગ્યાઓ ભરાયેલી છે. જેની સામે 3976 જેટલી જગ્યાઓ ખાલી છે. જેમાં વર્ગ – 1 ની 20, વર્ગ – 2 ની 503, અને વર્ગ – 3 ની 2882 અને વર્ગ – 4 ની 571 જગ્યાઓ ખાલી છે. રાજ્યના 33 જિલ્લાઓમાં 36 આરટીઓ કચેરીમાં 2182 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. જે પૈકી 1147 જગ્યાઓ જ ભરવામાં આવી છે. ઓછા સ્ટાફને કારણે આરટીઓ કચેરીમાં ડ્રાઈવિંગ લાયસન્સ, વાહન નોંધણી સહિતની અન્ય સેવાઓ સમયસર ન મળતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.


