કિડનીને ડિટોક્સ કરવા અને તેને સ્વસ્થ રાખવાની શ્રેષ્ઠ રીત છે યોગ્ય માત્રામાં પાણી પીવું. આના કારણે, કિડની સાફ રહે છે અને યોગ્ય રીતે કાર્ય કરે છે, સાથે જ ત્વચા હાઇડ્રેટેડ રહે છે, જેના કારણે તેની ચમક રહે છે. તો સવારની શરૂઆત 2 ગ્લાસ હુંફાળા પાણી અથવા લીંબુ-મધના પાણીથી કરો. બાકીના દિવસોમાં, 8-9 ગ્લાસ પાણી પીવો.
આહારમાં મોસમી ફળો અને તેમના રસનો સમાવેશ કરવાથી માત્ર કિડની જ નહીં પરંતુ એકંદર આરોગ્ય તેમજ સ્થૂળતાને નિયંત્રિત કરી શકાય છે. પાંદડાવાળા શાકભાજીમાં પોટેશિયમની નોંધપાત્ર માત્રા હોય છે. દ્રાક્ષ, લીંબુ, નારંગી, કેળા, કીવી પણ કિડનીના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા માટે સારી રીતે કામ કરે છે.
- Advertisement -

દરરોજ ગ્રીન ટી, ડેંડિલિઅનનું સેવન કરવાથી કિડનીને કુદરતી રીતે ડિટોક્સ કરવામાં ફાયદાકારક સાબિત થાય છે. દરરોજ માત્ર 1 કપ ચા પીવાથી કિડનીમાં ગંદકી જામતી અટકાવી શકાય છે. આ ચા વિટામિન એ, બી-કોમ્પ્લેક્સ, સી, ડી, આયર્ન, પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે જે આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વો છે.
ધાણાના પાનમાંથી બનાવેલા રસથી પણ કિડનીને ડિટોક્સ કરી શકાય છે. આ માટે ધાણાને ધોઈને કાપીને 1 લીટર પાણીમાં નાંખો. તેમાં થોડું અજવાળ પણ ઉમેરો. હવે તેને ધીમી આંચ પર 10 મિનિટ સુધી પકાવો. તેને ઠંડુ કરીને રોજ ખાલી પેટ પીવો.
- Advertisement -
પાલકમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ તત્વ કિડનીને ડિટોક્સીફાઈ કરવામાં મદદ કરે છે. તેથી તમે તેનું સેવન કોઈપણ સ્વરૂપમાં કરી શકો છો, પછી તે રસ, સૂપ, શાકભાજી અથવા કબાબના રૂપમાં હોય.
કિડનીના રોગો: એક ગંભીર સમસ્યા:-
કિડનીનાં જુદા-જુદા રોગો અને ક્રોનિક કિડની ડીસીઝનાં દર્દીઓની સંખ્યામાં ભયજનક વધારો થઈ રહ્યો છે. દર દસમાંથી એક વ્યકિતને કિડનીનો પ્રશ્ન થવાનો ભય રહે છે.,વિશ્વભરમાં કિડનીના રોગની તકલીફ હોય તેવા લોકોની સંખ્યા 85 કરોડથી વધુ છે. 24 લાખ લોકો દર વર્ષે સી.કે.ડી.ને કારણે મૃત્યુ પામે છે અને જીવલેણ રોગોના લીસ્ટમાં સી.કે.ડી. છઠા ક્રમે આવતો ગંભીર રોગ છે. ડાયાબીટીસ અને લોહીનું ઉંચું દબાણ તે કિડની બગડવાનાં સૌથી મહત્વનાં કારણો છે.
ક્રોનિક કિડની ડીસીઝ ન મટી શકે તેવો ગંભીર રોગ છે. આ રોગનાં અંતીમ તબકકાની સારવારનાં બે વિકલ્પો જીવનભર ડાયાલીસીસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન છે. આ સારવાર ભારે ખર્ચાળ અને ઓછા સ્થળોએ ઉપલબ્ધ હોવાને બધા દર્દીઓને ઉપલબ્ધ થતી નથી., યોગ્ય કાળજી દ્વારા કિડની રોગ થતાં અટકાવી શકાય છે. વહેલા નિદાન દ્વારા રોગ મટી શકે છે અથવા યોગ્ય સારવાર અને પરેજી દ્વારા લાંબા સમય સુધી તબિયત સારી રાખી શકાય છે, વિશ્વ કિડની દિવસનો હેતુ લોકોમાં કિડનીનાં રોગો અંગે જાગૃતિ કેળવવી અને તેને થતા અટકાવવા, તેનું વહેલું નિદાન કરવું અથવા અને સમયસરની યોગ્ય સારવાર કરવી તે છે. કિડની સ્વસ્થ રાખવા,કિડનીના રોગોને અટકાવવા અને તેની કાળજી માટે કિડની અંગે બધા ને પ્રાથમિક માહિતી હોવી જરૂરી છે.
કિડનીનારોગોથી બચવાતમે આટલું જાણો:- કિડની વિશે પ્રાથમિક માહિતી, કિડનીની બીમારી ના મુખ્ય લક્ષણો, તમારું લોહીનું દબાણ અને બ્લડસુગર, પેશાબમાં પ્રોટીનની હાજરી જે કિડનીની તકલીફની સૌપ્રથમ નિશાની હોઈ શકે છે, લોહીમાં ક્રીએટીનીન પ્રમાણે જે કિડનીની કાર્યક્ષમતા સૂચવે છે, કિડનીની તકલીફથી બચવાના ઉપાયો
કિડની વિશેપ્રાથમિક માહિતી:- સુંદર સ્વચ્છ અને સુંદર રહેવું કોને ન ગમે? શરીરની બહારની સ્વચ્છતા તમારા હાથમાં છે જયારે શરીરની અંદરની સ્વચ્છતા કિડની જાળવે છે. સ્ત્રી હોય કે પુરુષ બધાના શરીરમાં બે કિડની હોય છે જે પેટના ઉપરના અને પાછળના ભાગમાં કરોડરજ્જુની બંને બાજુએ આવેલ હોય છે. કિડની બિનજરૂરી અને ઝેરી પદાર્થોને પેશાબ દ્વારા દૂર કરી શરીરમાં સ્વચ્છતા જાળવે છે. આ ઉપરાંત કિડની શરીરમાં પ્રવાહી અને ઇલેક્ટ્રો લાઇટ્સના નિયમ નથી લોહીના દબાણને સામાન્ય રાખવામાં અગત્યનો ભાગ ભજવે છે.


