By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    1 hour ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    1 hour ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    2 hours ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    1 day ago
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    1 day ago
    દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 hour ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    5 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !
AuthorBhavy Raval

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

Khaskhabar Editor
Last updated: 2026/08/19 at 2:59 PM
Khaskhabar Editor 2 hours ago
Share
5 Min Read
SHARE

દંભી દારૂબંધીથી બુટલેગર માલામાલ, ગુજરાતના પ્યાસીઓ પાયમાલ!

સડેલાં નકલી દારૂને પ્રોત્સાહન આપે છે સરકારની નીતિ

- Advertisement -

શુદ્ધ, બ્રાન્ડેડ શરાબ મેળવવો એ ગુજરાતીઓનો હક..

ભવ્ય રાવલ (લેખક-પત્રકાર)

ગુજરાતમાં એક જૂની અને જાણીતી કહેવત છે, અડધી રાતે દવા લેવા નીકળશો તો કદાચ મેડિકલ સ્ટોર બંધ મળશે પણ જો અડધી રાતે દારૂ શોધવા નીકળશો તો હોમ ડિલિવરી પણ મળી જશે! આ પરિસ્થિતિમાં નકલી દારૂની તો વાત જ ક્યાં કરવી, અહીં તો ખુદ દારૂબંધી જ નકલી છે! કાગળ પર ગુજરાત સંપૂર્ણ ‘ડ્રાય સ્ટેટ’ છે, પણ વાસ્તવમાં ગલીએગલીએ દારૂ ‘સપ્લાય’ થાય છે!

- Advertisement -

આપણા રાજ્યમાં દારૂબંધીની સમગ્ર વ્યવસ્થા એટલી હદે દંભી-દોગલી થઈ ચૂકી છે કે તેનો ફાયદો માત્ર માફિયાઓ અને ભ્રષ્ટ તંત્રને મળી રહ્યો છે, જ્યારે સામાન્ય પ્રજાના ભાગે માત્ર શારીરિક, માનસિક અને આર્થિક પાયમાલી જ આવી રહી છે. કોઈપણ અર્થશાસ્ત્રી જો ગુજરાતની દારૂબંધીનો અભ્યાસ કરે તો માથું કૂટી લે. એક તરફ રાજ્ય સરકાર વાર્ષિક હજારો કરોડ રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી સહિત ટેક્સની આવક ગુમાવી રહી છે તો બીજી તરફ આ જ આવક બુટલેગરોના ખિસ્સામાં જઈને એક સમાંતર બ્લેક ઇકોનોમી ઊભી કરી રહી છે. સામાન્ય રીતે જે નાણાંનો ઉપયોગ રાજ્યના શિક્ષણ, આરોગ્ય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે થઈ શકતો હતો તે નાણાં આજે કાળાબજારિયાઓના વૈભવી ગાડી-બંગલા ખરીદવામાં વપરાઈ રહ્યા છે. પોલીસનો મસમોટો કાફલો કાયમ દારૂ પકડવામાં રોકાયેલો રહે છે, છતાં સરહદો પારથી આવતી કે સ્થાનિક બનતી દારૂની નદીઓ ક્યારેય સૂકાતી નથી.

નકલી દારૂબંધીની સૌથી મોટી કિંમત દારૂના વ્યસનીઓ અને તેમના પરિવારો ચૂકવી રહ્યા છે. દારૂબંધીના કડક કાયદા કોઈનું વ્યસન છોડાવી શક્યા નથી પણ તેણે દારૂને અત્યંત મોંઘો અને જોખમી જરૂર બનાવી દીધો છે. પ્યાસીઓને બ્રાન્ડેડ અને અસલી દારૂના નામે ડબલ કે ત્રણ ગણા ભાવ ચૂકવીને ડુપ્લિકેટ, કેમિકલયુક્ત અને ભેળસેળવાળો કચરો પધરાવી દેવામાં આવે છે. આ ઝેરી પ્રવાહી પેટમાં જતાં જ લીવર સિરોસિસ, કિડની ફેલ્યોર અને હાઇપરટેન્શન જેવી ગંભીર બીમારીઓ શરીરને ભરખી જાય છે. પરિણામે કમાણીનો મોટો હિસ્સો પહેલાં મોંઘા દારૂમાં અને પછી હોસ્પિટલોના બિલ ભરવામાં હોમાઈ જાય છે. ચોરીછૂપે પીવાનો ભય અને પૈસાની તંગી આખા પરિવારને કજીયા-કંકાસ-કલહની દલદલમાં ધકેલી દે છે.

દંભી દારૂબંધીની નીતિની સૌથી કાળી અને ભયાનક બાજુ એટલે સમયાંતરે સર્જાતા લઠ્ઠાકાંડ. ગરીબ અને શ્રમિક વર્ગ જ્યારે મોંઘો અંગ્રેજી દારૂ ખરીદી શકતો નથી ત્યારે દેશી દારૂના અડ્ડાઓ પર બનતું સસ્તું કેમિકલ અને ઈથેનોલ-મિથેનોલનું ઝેરી કોકટેલ પીવા મજબૂર બને છે. પરિણામે ડઝનબંધ પરિવારોના આધારસ્તંભ એક જ રાતમાં કડડભૂસ થઈ જાય છે, સ્મશાનોમાં ચિતાઓ ખડકાય છે અને અનાથ બાળકોના આક્રંદથી વાતાવરણ ગુંજી ઊઠે છે. ઘટના પછી થોડા દિવસ સરકારી તપાસના નાટક થાય છે, સસ્પેન્શનના કાગળો ફરે છે અને થોડા મહિનામાં પરિસ્થિતિ ફરી એની એ જ થઈ જાય છે. જો દારૂબંધીનો કાયદો લોકોના જીવ બચાવવા માટે હતો તો પછી બનાવટી શરાબ પીને મોતને ભેટતા નિર્દોષોનો વાસ્તવિક ગુનેગાર કોણ?

હવે સમય આવી ગયો છે કે ગુજરાત આ નૈતિકતાના ખોટા મહોરાંને ઉતારી ફેંકે અને વાસ્તવિકતાનો સ્વીકાર કરે. અહીં દારૂબંધીનો વિરોધ કરવાનો અર્થ દારૂનું સમર્થન કરવું નથી. દારૂબંધીના ફાયદાની જગ્યાએ ગેરફાયદા વધી જાય ત્યારે દારૂબંધી હટાવવાનું સમર્થન જરૂરી બની જાય છે. દારૂબંધી હટાવવાનો કે તેને નિયંત્રિત કરવાનો અર્થ લોકોને પીવા માટે પ્રોત્સાહિત કરવાનો નથી પણ ગેરકાયદે માફિયા રાજ ખતમ કરીને સરકારી નિયમન લાવવાનો છે. જો દારૂનું વેચાણ કાયદેસર અને નિયંત્રિત બને તો ગુણવત્તાયુક્ત, લેબ-ટેસ્ટેડ ઉત્પાદન મળે જેથી લઠ્ઠાકાંડ અને નકલી દારૂથી થતા મોતના સિલસિલા પર કાયમી પૂર્ણવિરામ મૂકાય. સાથે જ સરકારને મળનારી કરોડોની આવક પ્રજાના કલ્યાણમાં વાપરી શકાય અને પર્યટન તેમજ ઉદ્યોગોને નવો વેગ મળે.

અનેક રાજ્યો-દેશોમાં દારૂ કાયદેસર છે, તેનો અર્થ ત્યાં દારૂ બેફામ છે એવો નથી. લાઇસન્સ, કર, સમયની મર્યાદા, વયમર્યાદા, જાહેરાત પર નિયંત્રણ, ડ્રાઇવિંગ કાયદા અને જાહેર આરોગ્યની નીતિઓ દ્વારા તેને નિયંત્રિત કરવામાં આવે છે. ગુજરાતે પણ આ દિશામાં જાહેર ચર્ચા-વિચારણા કરવી જોઈએ. ગાંધીજી હંમેશાં સત્યના પક્ષધર હતા અને દંભના સખત વિરોધી હતા. જ્યાં સુધી આપણે કાગળ પરની આ નકલી દારૂબંધીને પકડી રાખીશું, ત્યાં સુધી સમાજ બરબાદ થતો રહેશે અને બુટલેગરો ફૂલતાફાલતા રહેશે. આ દંભનો અંત લાવી એક પારદર્શક અને તાર્કિક નીતિ અપનાવવી એ જ વર્તમાન વિકસિત ગુજરાતના હિતમાં છે.

You Might Also Like

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

ખાસ-ખબરની છ વર્ષની ખબર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહિલા ગાયનેકોલોજિસ્ટ અને ગર્ભસ્થ શિશુ નિષ્ણાતની ફૂલટાઇમ સેવા : તપાસ ફી માત્ર રૂ. 50
Next Article ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મનપાના વાહનો માટે રિટેલ પંપ પરથી ડીઝલ ખરીદવાનો નિર્ણય : મહિને રૂ.40 લાખની બચતનો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 44 minutes ago
ભાવનગરમાં લઠ્ઠાકાંડ : નકલી રોયલ સ્ટેગ દારૂ પીવાથી 4ના મોત
શિક્ષણને પ્રોત્સાહન : જય માડી ચેરિટેબલ ટ્રસ્ટે ૧૦૫ બાળકને અભ્યાસની કીટ અર્પણ કરી
રાષ્ટ્રગીતના અપમાનના વિરોધમાં રાજકોટ ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ કેન્ડલ માર્ચ
શીતળા સાતમ : બેડીપરાના 150 વર્ષ જૂના શીતળા માતાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર
રાજકોટમાં માતાના વિયોગમાં બેસણાના એક દિવસ પૂર્વે પુત્રએ સેલફોસનો પાવડર પી કર્યો આપઘાત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
AuthorBhavy Raval

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Authorરાજકોટ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?