By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    2 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    6 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    1 day ago
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    2 days ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    2 days ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    2 days ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    1 day ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    4 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    6 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 week ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
રાષ્ટ્રીય

ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!

Khaskhabar Editor
Last updated: 2026/08/19 at 2:06 PM
Khaskhabar Editor 1 month ago
Share
4 Min Read
SHARE

સુરતથી મેક્સિકો સુધી નશાનું નેટવર્ક

ચીનથી ભારત તરફ વળ્યું નેટવર્ક અને ગુજરાત બન્યું ટાર્ગેટ: પેન્સિલની અણી જેટલો ડોઝ પણ બની શકે છે જીવલેણ

- Advertisement -

ભારતનું ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરત હાલમાં અમેરિકન એજન્સીઓના રડાર પર આવી ગયું છે. સુરતમાં ગેરકાયદેસર રીતે ફેન્ટેનાઈલ બનાવવામાં ઉપયોગી કેમિકલ્સનો કારોબાર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે, જેણે અમેરિકન પ્રશાસનની ઊંઘ હરામ કરી દીધી છે. તાજેતરમાં જ અમેરિકન અધિકારીઓએ ગુજરાતના કેમિકલ હબ સાથે જોડાયેલી કેટલીક કંપનીઓ સામે કડક કાર્યવાહી કરી છે. આ કંપનીઓ મેક્સિકન ડ્રગ કાર્ટેલને આ અત્યંત પ્રાણઘાતક ડ્રગ્સ બનાવવા માટે જરૂરી કાચો માલ પૂરો પાડતી હતી. અગાઉ આ સપ્લાય ચીનથી થતી હતી, પરંતુ ચીને નિકાસ પર સખત પ્રતિબંધ મૂકતાં આ ગેરકાયદેસર નેટવર્કે હવે ભારત અને ખાસ કરીને ગુજરાત તરફ પોતાનો મોરચો વાળ્યો છે.

US ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન (DEA)ના રિપોર્ટ અનુસાર, ફેન્ટેનાઈલ એટલું ખતરનાક ડ્રગ છે કે કોઈપણ વયસ્ક વ્યક્તિનો જીવ લેવા માટે માત્ર ૨ મિલીગ્રામ જેટલી નાની માત્રા જ પૂરતી છે, જે એક પેન્સિલની અણી પર આવી શકે. આ ડ્રગ હેરોઇન કરતાં ૫૦ ગણું અને મોર્ફિન કરતાં ૧૦૦ ગણું વધુ અસરકારક છે. અમેરિકામાં ૧૮થી ૪૪ વર્ષની વયના લોકોમાં અચાનક થતાં મોત પાછળ આ મુખ્ય કારણ બની ગયું છે. ગજ સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના જુલાઈના રિપોર્ટ પ્રમાણે, ઓવરડોઝથી થતાં કુલ મોતમાંથી આશરે ૬૯% મૃત્યુ સિન્થેટિક ઓપિયોઇડ્સ અને ગેરકાયદે બનાવવામાં આવતા ફેન્ટેનાઈલના કારણે થઈ રહ્યા છે. તબીબી દ્રષ્ટિએ ફેન્ટેનાઈલ એ સંપૂર્ણપણે ગેરકાયદેસર નથી. કેન્સરના દર્દીઓને અસહ્ય દુખાવામાંથી રાહત આપવા, ટ્રોમા અને એનેસ્થેસિયામાં તે ખૂબ મહત્ત્વનું તત્ત્વ છે. અમેરિકામાં તેના પર કડક નિયંત્રણ છે, જ્યારે ભારતમાં તે ‘નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એકટ’ (NDPS) હેઠળ નિયંત્રિત થાય છે. જોકે, ગેરકાયદે કામ કરતા તત્ત્વો ભારતની રેગ્યુલેટરી સિસ્ટમની છટકબારીઓનો લાભ ઉઠાવીને તે મેળવવામાં સફળ રહે છે.

૨૦૨૫માં ગુજરાત અઝજએ સુરતની ‘એથોસ કેમિકલ્સ’ના સતીશકુમાર સુતરીયા અને તેની સહયોગી યુક્તા મોદી સામે કાર્યવાહી કરી હતી. આ બંને પર ‘એન્ડ-યુઝર સર્ટિફિકેટ’માં હેરાફેરી કરીને ફેન્ટેનાઈલ બનાવવા માટે જરૂરી કેમિકલ્સ ખરીદવાનો આરોપ છે. તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, સુરતથી N-Boc-4-piperidone અને ANPP જેવા પ્રીકર્સર કેમિકલ્સ ગુવાટેમાલાની ‘JC Import’ નામની કંપનીને મોકલવામાં આવતા હતા, જે મેક્સિકન ડ્રગ કાર્ટેલ ‘સિનાલોઆ’ના વચેટિયા જેમે ઓગસ્ટો સાથે જોડાયેલી હતી. માત્ર ૧ કિલો N-Boc-4-piperidoneમાંથી ૧.૮ કિલો ફેન્ટેનાઈલ બનાવી શકાય છે, જે ૯ લાખ જીવલેણ ડોઝ તૈયાર કરવા માટે પૂરતું છે.

- Advertisement -

આ મામલે ૧૧૬ કિલો કેમિકલ કૌભાંડમાં સામેલ સતીશકુમાર સુતરીયા, યુક્તા મોદી અને તેમની કંપનીઓ પર અમેરિકન ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના ઘઋઅઈ દ્વારા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ ઉપરાંત, બ્રુકલિનની ફેડરલ કોર્ટમાં સુરતની ‘રસુટર કેમિકલ્સ’ના ભાવેશ લાઠિયાએ પણ પચાસ પાઉન્ડથી વધુ પ્રીકર્સર કેમિકલ્સની તસ્કરીની કબૂલાત કરી છે, જેણે કસ્ટમ્સથી બચવા કેમિકલ્સ પર ‘વિટામિન C’ અને ‘એન્ટાસિડ’ના ખોટા લેબલ લગાવ્યા હતા. અત્યાર સુધી મેક્સિકન કાર્ટેલ પોતાના જરૂરી કેમિકલ્સ ચીનથી મગાવતા હતા, પરંતુ બેઇજિંગે નિયમો સખત કરતાં ગેરકાયદે સપ્લાય ચેઇન ભારત તરફ ફંટાઈ છે. ભારતની કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાત કેન્દ્રસ્થાને છે; અહીં ૫૦૦૦થી વધુ કેમિકલ અને ૩૦૦૦થી વધુ ફાર્માસ્યુટિકલ યુનિટ્સ આવેલા છે, જે દેશના કુલ કેમિકલ ઉત્પાદનનો આશરે ૫૦% હિસ્સો ધરાવે છે. મુન્દ્રા અને પીપાવાવ જેવા બંદરો મધ્ય અમેરિકા સુધી સીધો દરિયાઈ માર્ગ પૂરો પાડે છે. આ જ વિશાળ ઇકોસિસ્ટમનો દુરુપયોગ કરીને અસામાજિક તત્વો વૈશ્વિક સ્તરે કાળો કારોબાર ચલાવી રહ્યા છે. US ઇન્ટેલિજન્સની રિપોર્ટમાં ગેરકાયદે ફેન્ટેનાઈલ કેમિકલ્સના સ્ત્રોતમાં ચીન પછી ભારતને બીજા ક્રમે મૂકવામાં આવ્યું છે, જ્યારે ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ કન્ટ્રોલ બોર્ડ (INCB)ના રિપોર્ટ અનુસાર યુરોપમાંથી પકડાયેલી કેમિકલના મોટા જથ્થાના તાર પણ ભારત સાથે જોડાયેલા સામે આવ્યા છે.

You Might Also Like

‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’

ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ

કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!

ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ

UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !
Next Article સોમનાથ મંદિર નજીક ડિમોલિશન, મધરાતે ફારસી શિલાલેખ તોડી પડાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર: ભાજપના 11 અને કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ ભર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 51 minutes ago
રઘુવંશી પરિવાર માટે 7 ઓક્ટોબરે ‘હાલો ને આપણા મલકમાં’ ગરબા મહોત્સવ યોજાશે
બાઘી નજીક બાઈક સ્લીપ થતા 18 વર્ષીય યુવકનું મોત
પડધરીના મોવીયામાં ધોકાથી બઘડાટી, માતા – પુત્ર સહિત 3 ઈજાગ્રસ્ત
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત
સુપેડી ગામે નિવૃત તલાટી મંત્રીને APK ફાઈલમાં કંકોત્રી મોકલી ઓનલાઈન ફ્રોડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?