ભલામણ કરનારા ભાજપના સિન્ડિકેટ સભ્યો સામે સાંજ સુધીમાં એક્શન
ભાજપના સિન્ડિકેટ સભ્યો ભરત રામાનુજ, નેહલ શુક્લ, ગિરીશ ભીમાણી અને
મહેશ ચૌહાણ દ્વારા ભલામણ કરાઇ હતી
મહેશ ચૌહાણ દ્વારા ભલામણ કરાઇ હતી
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારીત 88 પ્રોફેસરની ભરતી પ્રક્રિયા મામકાવાદના આક્ષેપો બાદ રદ કરવામાં આવી હતી. તાજેતરમાં જ યુનિવર્સિટીના જુદા જુદા 22 ભવનમાં કરાર આધારિત 88 અધ્યાપકની ભરતીમાં ખુદ સત્તામંડળના જ સભ્યો સિન્ડિકેટ મેમ્બરે પોતાના લાગતા વળગતાને ગોઠવી દેતા વિવાદ થયો હતો. આજે આ ભરતી વિવાદને લઇને ગાંધીનગરથી 5 સભ્યોની ટીમ આવી છે અને ભાજપના સિન્ડિકેટ સભ્યો સાથે બેઠક કરી છે. ભરતીમાં ભલામણ કરનાર ભાજપના સિન્ડિકેટ સભ્યોના રાજીનામા લેવાય તેવી શક્યતા સેવાય રહી છે. આજે બપોર સુધીમાં રિપોર્ટ આપશે અને સાંજ સુધીમાં એક્શન લેવાશે.

- Advertisement -
ભાજપના સિન્ડિકેટ સભ્યો ભરત રામાનુજ, નેહલ શુક્લ, ગિરીશ ભીમાણી અને મહેશ ચૌહાણ દ્વારા ભલામણ કરાઇ હતી. સિન્ડિકેટ સભ્યોની બેઠક બાદ પાંચ ફેકલ્ટીના ડિન સાથે કુલપતિ અને ઉપકુલપતિની બેઠક ચાલી રહી છે. આર્ટ્સ, કોમર્સ, સાયન્સ સહિત પાંચ ફેકલ્ટીના ડિનને હાજર રહેલા ફરમાન કરવામાં આવ્યું હતું. ભાજપના સિન્ડિકેટ સભ્યોના સોશિયલ મીડિયાના ગ્રુપમાંથી નામ કોણે લીક કર્યા તેની તપાસ કરાશે. તપાસ સમિતિ દ્વારા ભવનના HOD સાથે ચર્ચા કરી છે. ભરતીમાં આવેલી અરજીઓ અને ડોક્યુમેન્ટ મંગાવ્યા છે. તમામ HOD નામોની યાદીઓ સોંપી અને બંધ કરવામાં જવાબ પણ સોંપ્યા છે. તપાસ સમિતિ દ્વારા સાંજ સુધીમાં શિક્ષણ વિભાગને રિપોર્ટ સોંપવાનો છે. ભાજપના જ સિન્ડિકેટ સભ્યોની ભલામણથી 88માંથી 80 અધ્યાપકનું ગોઠવાય ગયું હતું. જેના નામ યુનિવર્સિટીએ હજુ બંધ કવરમાં રાખ્યા હોવા છતાં ભાજપના જ સભ્યોએ બનાવેલા સોશિયલ મીડિયા ગ્રુપ BJP syndicate 21-24માં કરેલી ભલામણના સ્ક્રીનશોટ ફરતા થયા હતા. કુલ 88માંથી 80 અધ્યાપક લાગવગના સહારે જ્યારે 8ને પોતાના ટેલેન્ટના આધારે રૂ.40 હજારના પગારવાળી નોકરી મળવાની હતી. સિન્ડિકેટ સભ્યોએ ગ્રુપમાં પોતાના મળતિયાઓને ભરતી કરવાની ભલામણ કરી હતી.
હવે નવેસરથી આખી ભરતી પ્રક્રિયા કરાશે
યુનિવર્સિટી ખાતે જુદા જુદા ભવનોમાં કરાર આધારિત અધ્યાપકોની શૈક્ષણિક ભરતી માટે ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા. જે પ્રક્રિયા પારદર્શક અને નિયમ અનુસાર કરવામાં આવી હતી, પરંતુ કેટલાક પ્રશ્ર્નો સામે આવતા આ પ્રક્રિયા સંપૂર્ણ રદ કરવામાં આવી છે. હવે પછીથી નવેસરથી ભરતી પ્રક્રિયા કરવામાં આવશે.- નિલેશ સોની, કુલસચિવ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.



