સ્ટ્રોક (લકવો)એ ‘બ્રેઈન એટેક’ છે, ‘B.E.F.A.S.T.’ના લક્ષણો ઓળખી ‘ગોલ્ડન અવર’માં સારવાર જીવન બચાવી શકે છે: નિષ્ણાત તબીબોનો અભિપ્રાય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દર વર્ષે 29 ઓકટોબરના રોજ સમગ્ર વિશ્ર્વમાં ‘વિશ્ર્વ સ્ટ્રોક દિવસ’ મનાવવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય સ્ટ્રોક (મગજનો હુમલો અથવા લકવો) જેવા ગંભીર રોગ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આ જ દિશામાં રાજકોટની અગ્રણી મલ્ટી સ્પેશ્યાલિટી સ્ટર્લિંગ હોસ્પિટલે આ નિમિત્તે એક કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં 400થી વધુ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને સ્ટ્રોકના લક્ષણો, તેના જોખમી પરિબળો અને તાત્કાલિક સારવારના મહત્ત્વ વિશે શિક્ષિત કરવાનો હતો.
- Advertisement -
આ અભિયાનના ભાગરૂપે સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા એક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોસ્પિટલના નિષ્ણાત ન્યુરોલોજીસ્ટ અને ન્યુરોસર્જન દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત નાગરિકો માટે નિ:શુલ્ક લિપિડ પ્રોફાઈલ, બ્લડપ્રેશર અને બ્લડશુગરની તપાસ તથા ન્યુરો ક્ધસલ્ટેશનનો કેમ્પ પણ યોજાયો હતો.
‘ટાઈમ ઈઝ બ્રેઈન’: સમયનો વિલંબ એટલે મગજને નુકસાન: આ પ્રસંગે સ્ટર્લિંગ હોસ્પિટલના ન્યુરોસાયન્સ વિભાગના ડૉ. ગૌરાંગ વાઘાણી, ડૉ. સારિકા પાટિલ તથા ડૉ. મિતુલ કાસુન્દ્રાએ જણાવ્યું હતું કે જેમ હૃદયરોગના હુમલાને હાર્ટએટેક કહેવાય છે, તેમ સ્ટ્રોક એ ‘બ્રેઈન એટેક’ છે. સ્ટ્રોકમાં મગજને લોહી પહોંચાડતી નળીમાં અવરોધ (ગઠ્ઠો જામી જવો) અથવા નળી ફાટી જવી (હેમરેજ) મગજના કોષોને નુકસાન થવા લાગે છે. દર મિનિટે લાખો કોષો મૃત્યુ પામે છે તેથી જ અમે ‘ટાઈમ ઈઝ બ્રેઈન’ કહીએ છીએ. જેટલો વહેલો દર્દી હોસ્પિટલ પહોંચે તેટલી જ તેની બચવાની અને કાયમી અપંગતાથી બચવાની શકયતા વધુ હોય છે.
‘ગોલ્ડન અવર’નું મહત્ત્વ: નિષ્ણાતોએ જણાવ્યું કે સ્ટ્રોક આવ્યા પછીના પ્રથમ સાડા ચાર કલાક (જેને ‘ગોલ્ડન અવર’ કહે છે) ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો દર્દી આ સમય ગાળામાં સ્ટર્લિંગ જેવી સુસજ્જ હોસ્પિટલમાં પહોંચી જાય, જ્યાં ન્યુરોલોજીસ્ટ, સીટી સ્કેન અને એમઆરઆઈની 247 સુવિધા ઉપલબ્ધ હોય, તો લોહીનો ગઠ્ઠો ઓગાળવા માટે ખાસ ‘થ્રોમ્બોલિસિસ’ (ઝવજ્ઞિળબજ્ઞહુતશત) કરવા માટે ઈન્જેકશન આપી શકાય છે. આનાથી મગજને થતું નુકસાન અટકાવી શકાય છે અને દર્દીની રિકવરી ઝડપી બને છે.



