By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    2 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    2 days ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    3 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    3 days ago
    અમેરિકામાં પણ રેવડી!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    2 days ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    2 days ago
    કાલથી બ્રિક્સ સમિટ
    3 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    3 days ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પડધરીના ઇશ્ર્વરીયા ગામે રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પડધરીના ઇશ્ર્વરીયા ગામે રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન
રાજકોટ

પડધરીના ઇશ્ર્વરીયા ગામે રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન

Khaskhabar Editor
Last updated: 2025/10/31 at 5:25 PM
Khaskhabar Editor 11 months ago
Share
5 Min Read
SHARE

111 વર્ષ પ્રાચીન રામજી મંદિરને અપાયું આધુનિક સ્વરૂપ

ચાવડા પરિવાર આયોજીત 3 થી 5 નવેમ્બર દરમિયાન ધર્મોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે
4 નવેમ્બરે રાસ ગરબા, 5 નવેમ્બરે મહાપ્રસાદ અને સંતવાણી-લોકડાયરો યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટ નજીક આવેલા પડધરી તાલુકાના ઈશ્વરીયા ગામે ચાવડા પરિવાર દ્વારા રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. તા. 3 થી 5 નવેમ્બર દરમિયાન યોજાનાર આ સમારોહમાં શાસ્ત્રી કૌશિકભાઈ ત્રિવેદીના આશીર્વચન હેઠળ મંત્રોચ્ચાર, હવનવિધિ, નગરયાત્રા અને દેવપૂજન સાથે ભગવાન રામચંદ્રજી પરિવાર તથા ભગવાન શિવજી પરિવારનું મંદિરમાં વિધિવત સ્થાપન કરવામાં આવશે. તા. 5 નવેમ્બરના રોજ મહાપ્રસાદ તથા સાંસ્કૃતિક ડાયરા મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં દેવાયત ખવડ, હરદેવભાઇ આહિર, ધીરુભાઈ સરવૈયા, પિયુષ મિસ્ત્રી સહિતના લોકપ્રિય કલાકારો પોતાની રમઝટથી ભક્તિને સંગીતમય બનાવશે. તેમજ રાસ ગરબામાં ભૂમિકાબેન આહિર અને અસ્મીતાબેન આહિર સમધુરશૈલીમાં શૂર રેલાવશે.

આ ધાર્મિક કાર્ય માટે ચંદુભાઇ પ્રભાતભાઇ ચાવડા, અશ્વિનભાઇ વિરભાનુભાઇ ચાવડા, લાભુભાઇ પ્રભાતભાઇ ચાવડા, રાજુભાઇ વિરભાનુભાઇ ચાવડા, વિરલભાઇ મનવીરભાઇ ચાવડા, ગૌરાંગભાઇ મનવીરભાઇ ચાવડા, પ્રકાશભાઇ અશ્વિનભાઇ ચાવડા, વિજયભાઇ ચંદુભાઇ ચાવડા, સંજયભાઇ અનિલભાઇ ચાવડા, અમીતભાઇ અશ્વિનભાઇ ચાવડા, રોહિતભાઇ વિક્રમભાઇ ચાવડા, વિમલભાઇ લાભુભાઇ ચાવડા, પ્રતિકભાઇ રાજુભાઇ ચાવડા, આદિત્યભાઇ વિરલભાઇ ચાવડા, જીયાબેન ગૌરાંગભાઇ ચાવડા, ધ્યાનાબેન ગૌરાંગભાઇ ચાવડા અને સમગ્ર પરિવાર સહિતના સભ્યો દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી રહી છે. સ્વજનોના સ્મરણાર્થે આયોજીત આ સમારોહમાં તમામને સહપરિવાર પધારવા ચાવડા પરિવાર દ્વારા આમત્રણ પાઠવવામાં આવ્યુ છે.

ત્રિદિવસીય ધાર્મિક ઉત્સવની રૂપરેખા
પ્રથમ દિવસ : કારતક સુદ 13ને સોમવાર
સવારે 8થી 10 કલાકે ગણપત્યાદી પૂજન, દેવતાઓની સ્તૃતી અને યજ્ઞ મંડપમાં સ્થાપના
બપોરે 3થી 6 કલાકે રામચંદ્ર પરિવાર સહિત દેવતાઓની નગરયાત્રા અને સ્તૃતી પાઠ
બીજો દિવસ : કારતક સુદ 14ને મંગળવાર
સવારે 8થી 10 કલાકે સુર્યાધ, દેવતાઓનું પૂજન, જલાધીવાસ, દેવસ્થાપન, દેવન્યાસ અને પ્રધાન હોમ
બપોરે 3થી 6 કલાકે શાંતિ પુષ્ટી હોમ, રામ સ્વરાજ, પ્રસાદ, પ્રતિષ્ઠા, કલશ પ્રતિષ્ઠા
ત્રીજો દિવસ : કારતક સુદ પૂનમને બુધવાર
સવારે 8થી 1:30 કલાકે પ્રબોધન વિધિ, નીજમંદિર તરફ પ્રયાણ, પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, ન્યાસાદી વિધિ, પ્રાણ ચૈતન્ય મંત્રનું પઠન, શિખર કલશ પૂજન, મંગલમય પૂર્ણાહૂતિ અને આચાર્ય આદી બ્રાહ્મણોના સત્કાર
ધર્મ, પરંપરા અને કુળગૌરવનો સંગમ
ચોરો એટલે કે ગામની એવી મધ્યસ્થ જગ્યા જયાં ગામના દરેક લોકોનું સામુહિક જીવન ધબકતું હોય છે. ગામના ચોકમાં આવેલુ રામજી મંદિર અને શિવજી મંદિર દરેક ગામની વિશિષ્ટ ઓળખ હોય છે. આ એક એવું સ્થળ છે જયાં ગામનાં લોકોની પરંપરા, પ્રતિષ્ઠા અને અંતરની લાગણીઓ જોડાયેલી હોય છે. ગામમાં ઉજવાતાં તહેવારો હોય કે ગામમાં કોઇ સામાજીક મેળાવડો હોય, લોકો ગામના ચોરે જ ભેગા થતાં હોય છે. ઇશ્વરીયા ગામમાં આવેલ રામજી મંદિર (ચોરો) અને શિવજી મંદિર પણ આવું જ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. જેનું નિર્માણ આજથી 111 વર્ષ પહેલા સ્વ. આહિર આપાભાઇ (જીવણભાઇ) લખમણભાઇ ચાવડાની યાદગીરી રૂપે સ્વ.આહિર રાણાભાઈ આપાભાઈ ચાવડા અને સ્વ.આહિર જેસાભાઈ આપાભાઇ ચાવડાએ કરાવ્યુ હતુ. જેની પ્રાણ પ્રતિષ્ઠા સવંત 1970ના જેઠ સુદ પાંચમને 30 મે, 1914ના શનિવારને રોજ કરવામાં આવી હતી. સદીઓ બાદ હવે એ જ પરિવાર દ્વારા મંદિરનું પુનર્નિર્માણ અને નવી આભા સાથે પુન:પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે, જેને ધર્મ, પરંપરા અને કુળગૌરવનો સંગમ કહી શકાય. રાણાભાઈ ચાવડા એવા અડાભીડ આયર તરીકે જાણીતા હતા, જેમણે પોતાની વચનનિષ્ઠા અને શૌર્યનું અનોખું ઉદાહરણ આપ્યું હતું. આયર કુળના દેવાયત બોદરે જેમ રા’ ના રક્ષણ માટે પોતાના દીકરાનુ બલિદાન આપેલું ,તેમ રાણા આપા ચાવડા એ ધ્રોલના ઠાકોર દોલતસિંહજીના પુત્રોના રક્ષણ માટે પોતાના દીકરા સુખાભાઈ ચાવડાનું બલિદાન આપવાની તૈયારી દર્શાવી હતી. આયરનો આશરો અને આયરની ખુમારી જેવી કહેવતને જીવંત કરતી આ સત્યઘટનાનો ઉલ્લેખ સ્વ. રતુદાનભાઈ રોહડિયાએ પોતાના પ્રસિદ્ધ ગ્રંથ ‘લાખેણી’ માં રાણો ચાવડો શીર્ષક હેઠળ કર્યો છે.
ધર્મોત્સવ માટે સંતો- મહંતોના આશિષ
મહંત કરશનદાસ બાપુ : ગુરુ સેવાદાસબાપુ
મહંત મહાદેવગીરી બાપુ : અવધુત આશ્રમ ભવનાથ
સંત પ્રભુદાસબાપુ : ગુરુ જગન્નાથબાપુ (વીરબાઇમાની જગ્યા વવાણીયા)
મહંત વશિષ્ઠનાથબાપુ : ભાયાસર
વ્રજ કિશોરી માતાજી : રામબાઇમાનો આશ્રમ (વાટાવદર)
મહંત સુખદેવદાસજી : ગુરુ ચત્રભુજદાસબાપુ
મૂળી આઇ મા : મોગલમાં મંદિર (તારણાધાર)
આઇ પુનમમાં : આઇધામ – પાદરીયા (જૂનાગઢ)
આઇ જાહલમાં : મોગલધામ (ખરેડા)
આઇમા : મોગલમાં મંદિર (જાલસીકા)
પ્રભાતભાઇ લોખીલ : હોલમાતાજી મંદિર (જાલસીકા)
જાનકીદાસ બાપુ દાણીધરીયા : રામજી મંદિરના પુજારી

You Might Also Like

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ

રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિશ્ર્વ સ્ટ્રોક દિવસ નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ, રાજકોટ દ્વારા ફ્રી સ્ક્રિનિંગ ડ્રાઈવનું આયોજન
Next Article અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવા પોલીસ કમિશનરનો આદેશ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાજકોટ

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?