રાજ્ય સરકાર દ્વારા તમામ લોકોને રસીના બંને ડોઝ આપી સુરક્ષિત કરવાના ઉદેશ્યથી રાજકોટ શહેરમાં ચાલી રહેલ વેકસીનેસન અંતર્ગત આવતીકાલ તા. ૦૧/૦૮/૨૦૨૧ના રોજ શહેરમાં નીચે મુજબની ૩૪ સેસન સાઈટ પર કોવીશીલ્ડ રસીનો અને ૦૨ સેસન સાઈટ પર કોવેક્સીન રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે. કોવીશીલ્ડ વેક્સીનના પ્રથમ ડોઝ લીધાના ૮૪ દિવસ બાદ અને કોવેક્સીન વેક્સિનના પ્રથમ ડોઝ લીધાના ૨૮ દિવસ થતા હોય તેવા લાભાર્થીઓ બીજો ડોઝ લઇ શકશે. કોરોના રસીના પ્રથમ ડોઝ માટે લાભાર્થીઓનું આવતીકાલે રવિવારે વેક્સીનેશન કરવામાં આવશે નહી જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી.
જે સેસન સાઈટ ખાતે કોવીશીલ્ડ રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે તેમાં
- Advertisement -
| 1) સિવિલ હોસ્પિટલ 2) પદ્મકુંવરબા હોસ્પિટલ 3) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર - Advertisement -4) ચાણક્ય સ્કુલ – ગીત ગુર્જરી સોસાયટી 5) નંદનવન આરોગ્ય કેન્દ્ર 6) શિવશક્તિ સ્કુલ 7) નાનામવા આરોગ્ય કેન્દ્ર 8) મવડી આરોગ્ય કેન્દ્ર 9) શાળા નં. ૮૪, મવડી ગામ 10) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર 11) શાળા નં. ૨૮, વિજય પ્લોટ 12) સિટી સિવિક સેન્ટર – અમીન માર્ગ 13) સદર આરોગ્ય કેન્દ્ર 14) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર 15) શેઠ હાઈસ્કુલ 16) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર 17) ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર | 18) શાળા નં. ૬૧, હુડકો 19) શાળા નં. ૨૦ બી, નારાયણનગર 20) નવલનગર આંગણવાડી, નવલનગર-૮ 21) જંકશન આરોગ્ય કેન્દ્ર 22) માધાપર આરોગ્ય કેન્દ્ર 23) રેલ્વે હોસ્પિટલ 24) મોરબી રોડ, કોમ્યુનીટી હોલ 25) ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર 26) આદિત્ય સ્કુલ – ૩૨ (IMA આરોગ્ય કેન્દ્ર) 27) કબીરવન આરોગ્ય કેન્દ્ર 28) સરદાર સ્કુલ, સંતકબીર રોડ 29) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર 30) શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર 31) મોહનભાઈ સરવૈયા હોલ, અમુલ સર્કલ પાસે 32) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર 33) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર 34) તાલુકા શાળા (BRC) ભવન |
જે સેસન સાઈટ ખાતે કોવેક્સીન રસીનો બીજો ડોઝ આપવામાં આવશે તેમાં
| 1) શાળા નં. ૪૭, મહાદેવ વાડી, લક્ષ્મીનગર | 2) શાળા નં. ૪૯ બી, બાબરીયા કોલોની, અયોધ્યા ચોક |


