ગ્રિષ્માની હત્યા કરવા પહેલા ફેનિલે AK-47 રાઇફલ ખરીદવા પણ વેબસાઇટ સર્ચ કરી હતી.
ખાસ-ખબર સંવાદદાતા
એક તરફી પ્રેમમાં કેવું પરિણામ આવે છે તે સમગ્ર ગુજરાતે જોયું. સુરતની ગ્રીષ્મા વેકરિયાની ધોળા દિવસે ગળું કાપીને કરવામાં આવેલી હત્યાથી સમગ્ર હચમચાવીને રાખી દીધું. ગ્રીષ્માનું ગળું કાપનાર આરોપી ફેનિલની પોલીસે પોતાની કસ્ટડીમાં લઈ લીધો છે, અને તેની સાથે રહીને પોલીસ રિકન્સટ્રકશન કર્યું હતું. ઘટનાના દિવસે શું શું બન્યુ હતું તેને લઈને આરોપી ફેનિલ પાસેથી પોલીસ માહિતી મેળવી રહી છે. જિલ્લા પોલીસ દ્વારા SITની ટીમ સાથે અલગ અલગ જગ્યા પર લઈ જવાયો હતો. આ કેસમાં જેમ જેમ પોલીસ આગળ વધી રહી છે તેમ તેમ આરોપી ફેનિલના કારસ્તાન બહાર આવતા જાય છે. આજે આ કેસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે.
ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં ગ્રીષ્માની હત્યા કરવા માટે આરોપી ફેનિલે એકે-47 ખરીદવા પ્રયાસ કર્યો હોવાનો ઘટસ્ફોટ થતા ખળભળાટ મચ્યો છે. જાણવા મળ્યું હતું કે ગ્રિષ્માની હત્યા કરવા પહેલા ફેનિલે એકે-47 રાઇફલ ખરીદવા પણ વેબસાઇટ સર્ચ કરી હતી. ફેનિલ પકડાયાના 6 જ દિવસમાં સોમવારે કોર્ટમાં પોલીસ 1000 પાનાની ચાર્જશીટ દાખલ કરશે. આ કેસમાં ગુરુવારથી કોર્ટમાં ટ્રાયલ શરૂ થાય શક્યતા દર્શાવવામાં આવી છે.