13 પોલીસ મથક દ્વારા કબજે કરાયેલ 9.32 લાખનો મુદ્દામાલનો ભચાઉની કંપનીમાં નાશ કરાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ ગ્રામ્ય પોલીસના જુદા જુદા 13 પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા 9.32 લાખનો 308 કિલો જેટલો માદક પદાર્થોનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો જેનો ભચાઉ સ્થિત કંપનીમાં ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી નાશ કરવામાં આવ્યો હતો.
રાજકોટ ગ્રામ્ય પોલીસે પકડેલ 308 કિલો એનડીપીએસનો જથ્થો એસઓજીની ટીમે ભચાઉની કંપનીમાં નાશ કર્યો હતો. સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ડીઆઈજીની સુચના મુજબ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ રાહબારી હેઠળ એસપી હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ ડ્રગ્સ ડીસ્પોઝલ કમીટીના સચીવ ડીવાયએસપી એસ.એસ.રઘુવંશી, તેમજ એસઓજી પીઆઈ એફ.એ.પારગી દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના અલગ અલગ પોલીસ મથકના કુલ-13 ગુન્હાના એનડીપીએસનો મુદ્દામાલ જેમાં સુકો ગાંજો, કોડેઇનની બોટલ મળી કુલ જથ્થો 308.209 કિ.ગ્રા. જેની કુલ કિ.રૂ.9,32,932 નો નાશપાત્ર મુદ્દામાલની પુર્વ મંજુરી આધારે ભચાઉના જુના કટારીયામાં આવેલ સૌરાષ્ટ્ર એન્વાયરો કંપની ખાતે સરકારની ગાઇડલાઇન મુજબ નાશ કરવામાં આવેલ છે.