મેયર નેહલ શુક્લ, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કામગીરીનો પ્રારંભ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને વધુ સારી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી વિવિધ વિસ્તારોમાં વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યાં છે. આ અંતર્ગત વિધાનસભા વિસ્તાર-૬૯ના વોર્ડ નં. ૭માં આવેલી એલ.આઈ.સી. સોસાયટી અને જનકલ્યાણ સોસાયટીમાં ડી.આઈ. પાઈપલાઈન નાખવાના કામનું તા. ૯ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત રાજકોટ મહાનગરપાલિકાના મેયર નેહલ શુક્લ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, વોર્ડ નં. ૭ના કોર્પોરેટરો દર્શન પૈગ્યાતર, વર્ષાબેન પાંધી અને ખ્યાતીબેન ગોહેલ તેમજ રઘુવંશી સમાજના પ્રમુખ રાજુ પોબારૂના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક વિસ્તારના આગેવાનો, ભાજપના હોદ્દેદારો, મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
- Advertisement -
આ કાર્યક્રમમાં વોર્ડ નં. ૭ના પ્રમુખ વિશાલ માંડલિયા, મહામંત્રીઓ દીપક પારેખ અને પાર્થરાજસિંહ ચૌહાણ, શિક્ષણ સમિતિના સભ્ય પ્રવીણ ચાવડા, ભાજપના અગ્રણીઓ કિરીટ ગોહેલ, અનિલ લિંબડ, કીર્તિ રાવલ, રાજુ મુંધવા, કેતન ભટ્ટ, જયેશ ઘાવરી, ભાવિન ગોટેચા, શબ્બીર પઠાણ, રિપલ મહેતા, ઉત્સવબેન મહેતા, ચંદ્રેશ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક રહેવાસીઓ તપ્તીબેન રાજવીર, કિરીટભાઈ, પ્રવીણ વાઘેલા, નયન શાહ અને અવિનાશ નાંઢા સહિતના નાગરિકોએ પણ હાજરી આપી હતી. રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ અને વોર્ડ નં. ૭ના કાર્યકરોએ કાર્યક્રમમાં સહભાગી બની વિકાસકાર્યના પ્રારંભમાં ઉપસ્થિતિ નોંધાવી હતી.
એલ.આઈ.સી. સોસાયટી અને જનકલ્યાણ સોસાયટીમાં ડી.આઈ. પાઈપલાઈનના કામનો પ્રારંભ થતાં સ્થાનિક સ્તરે માળખાકીય સુવિધાઓના વિકાસને પ્રોત્સાહન મળ્યું છે. પીવાના પાણી જેવી પાયાની સુવિધા નાગરિકોના દૈનિક જીવન સાથે સીધી રીતે સંકળાયેલી હોવાથી પાઈપલાઈનનું કામ ગુણવત્તા અને સમયમર્યાદા સાથે પૂર્ણ કરવામાં આવશે.




