જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદી સિસ્ટમ સક્રિય
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં બે દિવસ અગાઉ મીની આંધી સાથે કમોસમી ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો જેમાં ગઇકાલ બપોર બાદ ફરી મેઘરાજાનું આગમન થયું હતું જેમાં જિલ્લાના તમામ તાલુકમાં વરસાદ પડયો હતો આમ ભર ઉનાળે જિલ્લા ત્રણ દિવસથી વરસાદની સિસ્ટમ સક્રિય થઇ હોઈ તેવું જોવા મળી રહ્યું છે. ગત રોજ જૂનાગઢ શહેર અને તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો જયારે વધુ વરસાદ બાંટવામાં ત્રણ ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા જોકે માળીયા હાટીનામાં પણ તેજ પવન સાથે અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો તથા મેંદરડા અને વંથલીમાં એક એક ઇંચ વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે સતત વરસાદ માહોલમાં કેસર કેરી સહીતના પાકોને નુકશાની જોવા મળી રહી છે યાર્ડમાં પણ કેરીની અવાક ઓછી થઇ છે.