તા.11 થી 17 મે સુધી જિલ્લામાં 16 રક્તદાન કેમ્પોનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
- Advertisement -
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી જુનાગઢ જીલ્લા દ્વારા સમગ્ર જિલ્લાના મંડલના વિવિધ સ્થાનો પર તાત્કાલિક અસરથી મોટા પાયે રક્તદાન શિબિર (બ્લડ ડોનેશન કેમ્પો)નું આયોજન કરવામાં આવશે.અત્યારે હાલની પરિસ્થિતિ ને ધ્યાન રાખીને પ્રદેશ ભાજપની સૂચના મુજબ જૂનાગઢ જિલ્લાના નવ તાલુકા મથકે અને સાત નગરપાલિકા વિસ્તારમાં રક્તદાન કેમ્પોનું આયોજન જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવશે આ રક્તદાન કેમ્પો જુનાગઢ સિવિલ હોસ્પિટલ મારફતે યોજવાનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સાંસદ થી લઈને સરપંચ પેજ પ્રમુખથી લઈને પાર્ટી પ્રમુખ સુધીના તમામ શ્રેણીના કાર્યકર્તા આગેવાનો આ રક્તદાન કેમ્પમાં ભાગ લેવાના હોય સાથે સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ વહીવટી તંત્ર શૈક્ષણિક સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ વિવિધ મંડળો જિલ્લાના સર્વે યુવાનો આગેવાનો પણ આ રક્તદાન કેમ્પમાં રસ્તા આપીને માં ભારતીનું ઋણ ચૂકવવાનો પ્રયત્ન કરશે આગામી દિવસોમાં દેશમાં ગમે ત્યાં રક્તની જરૂર પડે તેના આગોતરા આયોજન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આ કેમ્પનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં પણ સર્વે રાષ્ટ્રવાદી વ્યક્તિઓ અને પાર્ટી અને વિવિધ સમાજના આગેવાનો યુવાનો દ્વારા આ 16 રક્તદાન કેમ્પોમાં મોટા પ્રમાણમાં રક્તદાન કરીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલને દાન કરવામાં આવશે.