By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    2 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    3 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    4 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    5 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    23 hours ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    23 hours ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    2 days ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    2 days ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    4 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    5 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ પીસીબીએ વધુ 3 હથિયાર સાથે 3 શખ્સોની કરી ધરપકડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > રાજકોટ પીસીબીએ વધુ 3 હથિયાર સાથે 3 શખ્સોની કરી ધરપકડ
CRIME

રાજકોટ પીસીબીએ વધુ 3 હથિયાર સાથે 3 શખ્સોની કરી ધરપકડ

Khaskhabar Editor
Last updated: 2026/07/20 at 2:33 PM
Khaskhabar Editor 3 months ago
Share
20 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર 

વેપન કાર્ટેલ ગેંગના 17 સાગરીતો પાસેથી 34 હથિયાર-32 કાર્ટીસ જપ્ત

- Advertisement -

રાજકોટ પીસીબીએ હથિયારોની હેરાફેરી કરતી વેપન કાર્ટેલ ગેંગ ઉપર રીતસરની ધોંસ બોલાવી હોય તેમ વધુ 3 સાગરીતોને 3 હથિયાર સાથે ઝડપી લીધા છે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સૂચના અન્વયે રાજકોટ પીસીબીના પીઆઇ એમ આર ગોંડલીયા, પીએસઆઈ આર કે જાડેજાની ટીમે અત્યાર સુધીમાં વેપન કાર્ટેલ ગેંગના 17 સાગરીતોની ધરપકડ કરી 34 હથિયાર અને 32 જીવતા કાર્ટીસ કબ્જે કર્યા છે. રાજકોટ પીસીબી દ્વારા ગત સોમવારથી આ સોમવાર સુધીમાં કુલ 17 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે સૌપ્રથમ ગત સોમવારે પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયાની રાહબરીઆં પીએસઆઈ આર કે જાડેજા અને ટીમે એમપીના મિર્ઝાપુરના મુખ્ય સપ્લાયર શકીલ સાદિક મન્સૂરી, જસદણના જયસુખ ઉર્ફે જેસો વલ્લભભાઈ વાઘેલા, ચોટીલાના ગાવસ્કર ઉર્ફે દર્શન ચંદ્રમૌલિક ઉર્ફે અનિલભાઈ રોજાસરા, અનિલ વીરાભાઇ ખેતરીયા અને પ્રદીપ અનકભાઈ કરપડાની ધરપકડ કરી 10 દેશી પિસ્તોલ, 5 દેશી કટ્ટા, 1 દેશી રિવોલ્વર, 30 જીવતા કાર્ટીસ કબ્જે કર્યા હતા તે પછી વડ વાજડીના સંદીપસિંહ પરમારને બે દેશી બનાવટની પિસ્ટલ સાથે, ગંજીવાડાના આરીફ ગફારભાઈ પઠાણને એક દેશી પિસ્ટલ સાથે અને વેલનાથપરામાં રહેતા જયપાલ રાજેશભાઈ ડેડાણિયાને 2 પિસ્ટલ તથા બે જીવતા કાર્ટીસ સાથે ઝડપી લીધા હતા બાદમાં ધ્રુવ ઉર્ફે કનૈયો સુનિલગિરી ગોસ્વામી, ચોટીલાના જયરાજ ઉર્ફે લાલો પીઠુભાઈ ખાચર અને શ્યામ રાજુભાઈ પરમારની ધરપકડ કરી વધુ 3 હથિયાર કબ્જે કર્યા હતા તે પછી અમરેલીના જીલુ ભુપતભાઇ બારૈયા અને ચોટીલાના ઋતુરાજ અનકભાઈ ખાચરને ઝડપી લઇ વધુ બે દેશી પિસ્ટલ અને બે દેશી કટ્ટા કબ્જે કર્યા હતા બાદમાં ગત શનિવારે થાનગઢના યશપાલસિંહને બે દેશી બનાવટની પિસ્ટલ અને એક દેશી કટ્ટા સાથે ઝડપી લીધા હતા તે પછી આ ગેંગ દ્વારા ઇસ્યુ કરાયેલા વધુ 3 હથિયારો સાથે 3 શખ્સોને પીસીબીએ ઝડપી લીધા છે પીસીબીની ટીમે ચોટીલાના ખેરડીના કિશોર ઉર્ફે ભગત વજાભાઇ કોબીયા, ચોટીલાના વિપુલ ઉર્ફે ભોલુ ભરતભાઈ સાંકળિયા અને રાજકોટની માલધારી સોસાયટીમાં રહેતા સાવન કેશુભાઈ ડાભીની ધરપકડ કરી છે આ સાથે પકડાયેલા આરોપીઓની સંખ્યા વધીને 17 સુધી પહોંચી ગઈ છે જયારે હથિયારો વધીને 34 સુધી પહોંચી ગયા છે.

શાલીમાર -પોરબંદર ટ્રેનમાંથી ગેસના 10 સિલિન્ડર સાથે પેન્ટ્રીકારનો મેનેજર ઝડપાયો

રાજકોટ રેલ્વે પોલીસ દ્વારા શાલીમાર-પોરબંદર સંપરફાસ્ટ ટ્રેનમાં ચેકીંગ વેળાએ પેન્ટ્રીકારના બાથરૂમની છતમાંથી ૧૦ ગેસના બાટલા મળી આવતા પોલીસે પેન્ટ્રીકારના મેનેજર સામે ગુનો નોધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે. શાલીમાર-પોરબંદર સુપરફાસ્ટ ટ્રેન રાજકોટ રેલવે સ્ટેશન પર આવી પહોંચતા રેલવે પોલીસે બાતમીના આધારે ટ્રેનના એસ-૭ કોચ અને પેન્ટ્રીકાર વચ્ચે આવેલા બાથરૂમની ઉપર છતના ભાગે તપાસ હાથ ધરી હતી. આ સર્ચ ઓપરેશન દરમિયાન છુપાવીને રાખવામાં આવેલા ૧૦-૧૦ કિલોગ્રામની ક્ષમતાવાળા કુલ ૧૦ ગેરકાયદે ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. આ ૧૦ સિલિન્ડરમાંથી ઈન્ડેન કંપનીના ૬ ખાલી ગેસ સિલિન્ડર અને મીનીભારત કંપનીના ૪ સિલિન્ડર (જેમાંથી ૩ ગેસ ભરેલા અને ૧ ખાલી) મળી આવ્યા હતા. ટ્રેનના પેન્ટ્રીકારના મેનેજર શિશુપાલસિંહ દેવીસિંહ ગુર્જર (રહે. મધ્યપ્રદેશ) ની અટકાયત કરી તપાસ કરતા રેલવે વિભાગ દ્વારા પેન્ટ્રીકારમાં માત્ર બહારથી તૈયાર જમવાનું મંગાવીને મુસાફરોને પીરસવાની જ મંજૂરી આપવામાં આવી હતી. આમ છતાં, ટ્રેનની અંદર ગેરકાયદેસર રીતે જ્વલનશીલ ગેસ સિલિન્ડર રાખી મુસાફરોના જીવને જોખમમાં મૂકવા બદલ રેલવે પોલીસે મેનેજર સામે ગુનો નોધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

- Advertisement -

ગોંડલના ભંડારિયાની સીમમાં ગાળો બોલવા મામલે મિત્રએ લાકડીના ઘા ફટકારી મિત્રનું ઢીમ ઢાળી દીધું

ગોંડલ તાલુકાના ભંડારિયા ગામની સીમમાં એક મિત્રએ જ પોતાના મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. જમતી વખતે મૃતક લાલજી ઉર્ફે લાલાભાઈ ડાબસરા દ્વારા કરવામાં આવતી અભદ્ર ગાળાગાળી બાબતે આરોપી મિત્ર નિતિન મકવાણા સાથે માથાકૂટ થઈ હતી. આ બાબતે ઉશ્કેરાયેલા નિતિને લાકડીના બેરહેમ ઘા મારી મિત્રના માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા તેનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. સુલ્તાનપુર પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મૃતકનાં ભાઇ જગદિશભાઈ ડાબસરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમનો ભાઈ લાલજી ઉર્ફે લાલાભાઈ ડાબસરા (રહે. વેકરી) ગત 17 જુલાઈની રાત્રે ભંડારિયા ગામની સીમમાં આવેલા આરોપી નિતિન રમણીકભાઈ મકવાણાની વાડીએ જમવા ગયો હતો. અહીં બંને મિત્રો સાથે બેસીને જમી રહ્યા હતા. આ દરમિયાન લાલજી ગમે તેમ ગાળો બોલતો હતો. નિતિનની માતા પણ ત્યાં જ હાજર હોવાથી, નિતિને તેને ગાળો નહી બોલવા સમજાવ્યો હતો. જોકે, લાલજીએ માનવાને બદલે નિતિનને પણ ગાળો આપવાનું ચાલુ રાખતા મામલો બિચક્યો હતો ગાળો આપવાની બાબતે ઉશ્કેરાઈ ગયેલા નિતિન મકવાણાએ તુરંત જ લાકડી ઉઠાવી લાલજી પર તૂટી પડ્યો હતો. તેણે લાલજીના માથા અને મોઢાના ભાગે લાકડીના આડેધડ ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ગંભીર ઈજાઓને કારણે લાલજીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું રાત્રે 12:30 વાગ્યાના અરસામાં મૃતકના સંબંધી પ્રફુલ ચાવડાએ ફરિયાદી જગદિશભાઈને ફોન કરીને જાણ કરી હતી કે, લાલજીને નિતિનની વાડીએ કંઈક માથાકૂટ થઈ છે અને તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. પરિવારજનો જ્યારે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે લાલજી લોહીલુહાણ હાલતમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આસપાસના લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે ગાળો બોલવા જેવી નજીવી બાબતે મિત્રએ જ લાકડીના ઘા મારી હત્યા કરી છે આ બનાવ બાદ મૃતદેહ ને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.પોલીસે જગદિશભાઈ ડાબસરાની ફરિયાદ લઇ નિતિન મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટની મહિલા બુટલેગર પિસ્ટલ, બે જીવતા કાર્ટીસ સાથે ઝડપાઇ

રાજકોટમાં દારૂના 12 સહીત 13 ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકેલી મહિલા બુટલેગરને એલસીબી ઝૉન 2ની ટીમે ગેરકાયદે પિસ્ટલ અને બે જીવતા કાર્ટીસ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં ગેરકાયદે હથિયારોની હેરાફેરી ઉપર વોચ રાખવાની સૂચના અન્વયે એલસીબી ઝોન 2ના પીએસઆઈ એસ વી ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના એએસઆઈ જયંતીભાઈ ગોહિલ, હરપાલસિંહ જાડેજા સહિતની ટીમને બાતમી મળી હતી કે સાધુ વાસવાણી રોડ પર ગુરુજીનગર આવાસ ક્વાર્ટરમાં એક મહિલા બુટલેગર રૂકસાના એજાઝ સુમરા ઉ.34 પોતાની પાસે ગેરકાયદે હથિયાર રાખે છે જેથી LCB ઝોન 2 ટીમે ક્વાર્ટર ખાતે પહોંચી રૂકસાનાના ઘરની તલાસી લેતા એક દેશી બનાવટની પિસ્તોલ તથા બે જીવતા કાર્ટીસ મળી આવતા પોલીસે પિસ્તોલ અને કાર્ટીસ સહીત કુલ 20,200નો મુદામાલ કબ્જે કરી મહિલા બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મહિલા આરોપી વિરુદ્ધ અગાઉ મારામારીનો એક અને પ્રોહીબીશનના 12 ગુના યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

ગોંડલ-કોટડા સાંગાણી રોડ પર ગમખ્વાર અકસ્માતમાં બે સગીરના મોત

ગોંડલ-કોટડા સાંગાણી રોડ પર ગત (18 જુલાઈ) સાંજે પૂરપાટ ઝડપે આવી રહેલી એક કાર અને એક્ટિવા ધડાકાભેર અથડાતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં બે સગા મામા-ફોઈના ભાઈના કરુણ મોત નીપજ્યાં હતા ટક્કર એટલી જોરદાર હતી કે, દર્શીત અને હેમેન્દ્ર બંનેને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. દર્શીતનું હોસ્પિટલ પહોંચતા મોત નીપજ્યું હતું, જ્યારે હેમેન્દ્રને ગંભીર હાલતમાં ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેણે પણ દમ તોડી દીધો હતો.હસતાં-રમતાં બે વહાલસોયા દીકરાના અકાળે મોતથી પરમાર અને ચૌહાણ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મળતી વિગતો મુજબ, કોટડા સાંગાણી ખાતે રહેતો 15 વર્ષનો દર્શીત રાજેશભાઈ ચૌહાણ ગોંડલ ખાતે કમ્પ્યુટર ક્લાસમાં ભણવા માટે આવ્યો હતો. ટ્યુશન ક્લાસ પૂર્ણ થયા બાદ તે ગોંડલના સહજાનંદ નગરમાં રહેતા તેના મામા ઇન્દ્રજીતભાઈના ઘરે ગયો હતો. ત્યાંથી દર્શીત અને તેનો મામાનો દીકરો હેમેન્દ્ર (ઉં.વ. 12) બંને એક્ટિવા લઈને કોટડા સાંગાણી જવા માટે નીકળ્યા હતા. શનિવારે સાંજે આશરે 8 વાગ્યાની આસપાસ તેઓ જ્યારે કોટડાસાંગાણી નજીક પહોંચ્યા, ત્યારે રોડ પર સાવ અંધારપટ હતો અને એક વળાંક પાસે સામેથી બેફામ સ્પીડે આવતી સફેદ કલરની બ્રેઝા કારે (નંબર GJ-03-PJ-2910) તેમના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, કારની અડફેટે આવ્યા બાદ એક્ટિવા રોડ પર આશરે 100 મીટર જેટલું ઢસડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે, એક્ટિવા અને કારના સ્પેરપાર્ટ્સ હવામાં ઉડીને રોડ પર ફંગોળાયા હતા. આ દુર્ઘટનામાં બંને કિશોરના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.મૃતક હેમેન્દ્ર પરમાર ગોંડલના સહજાનંદ નગરમાં રહેતો હતો અને સ્ટેશન પ્લોટમાં આવેલી શિશુ મંદિર સ્કૂલમાં ધોરણ-5માં અભ્યાસ કરતો હતો. તેના પિતા ઇન્દ્રજીતભાઈ મિસ્ત્રી કામ કરે છે. હેમેન્દ્ર પોતાના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો અને પરિવારમાં તેનાથી નાની એક બહેન છે. જ્યારે મૃતક દર્શીત ચૌહાણ કોટડા સાંગાણીનો વતની હતો અને તેના પિતા શાપરમાં હાર્ડવેરની દુકાન ચલાવે છે. દર્શીત બે ભાઈમાં મોટો હતો.અકસ્માત થયો તે જ સમયે પાછળથી કોટડા સાંગાણી પોલીસના ASI વિશાલ ગઢાધરા ગોંડલ તરફ જઈ રહ્યા હતા. તેમણે તુરંત સ્થળ પર પહોંચીને 108 એમ્બ્યુલન્સ અને 112 નંબર પર કોલ કર્યો હતો તેમજ કોટડા સાંગાણી PIને આ અંગે જાણ કરી હતી. અકસ્માતગ્રસ્ત કારમાં એક પરિવાર સવાર હતો, જેમાં બે મહિલા પણ સામેલ હતી. કારની એરબેગ્સ ખુલી જવાને કારણે કારમાં બેઠેલા પરિવારનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત બાદ માનવતા દાખવીને તે પરિવારે અન્ય કાર બોલાવી હતી અને એક મહિલાએ મૃતક હેમેન્દ્રને અન્ય ગાડીમાં બેસાડી ગોંડલની સિવિલ હોસ્પિટલ સુધી પહોંચાડ્યો હતો.મૃતક દર્શીતના પિતા રાજેશભાઈ મહેશભાઈ ચૌહાણની ફરિયાદના આધારે કોટડા સાંગાણી પોલીસે બ્રેઝા કારના અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની આગળની તપાસ ઇન્ચાર્જ PI એસ.આર. ગોહિલ ચલાવી રહ્યા છે.

મંદિરોમાં ત્રણ દર્શનાર્થીઓના દાગીના સેરવી લેનાર કુબલિયાપરાની મહિલા ઝડપાઇ : બાલાજી મંદિર અને રણુજા મંદિરમાં થયેલી ત્રણ ચોરીના ભેદ ઉકેલાયા 

રાજકોટના ભુપેન્દ્ર રોડ પરના બાલાજી મંદિરમાં ભીડનો લાભ લઇ વૃદ્ધા અને કિશોરના સોનાના દાગીના સેરવી લેવાયા બાદ રણુજા મંદિરમાં પણ લીલાબા જામસિંહ ઝાલાનો 1 લાખની કિંમતનો સોનાનો ચેન ચોરી લેવાયો હતો આ અંગે ગુનો નોંધાયા બાદ ક્રાઈમ બ્રાંચે આ ત્રણેય ચોરીનો ભેદ ઉકેલી લઈ કુબલીયાપરામાં રહેતી હંસા ઉર્ફે હંસલી મકવાણા ઉ.55ની ધરપકડ કરી હતી. આ અંગે લીલાબાના પુત્ર જીતેન્દ્રસિંહે પોલીસને જણાવ્યું કે, ગઈ તા.16ના રોજ અષાઢી બીજના દિવસે તે ઉપરાંત તેના માતા અને બંને પુત્રો રણુજા મંદિરે દર્શન કરવા ગયા હતા. તે વખતે તેના માતાએ દાનપેટીમાં પૈસા નાખવા માટે પાકીટ બહાર કાઢતા ગળાંમાં પહેરેલો સોનાનો ચેન ગાયબ મળ્યો હતો તત્કાળ આસપાસ તપાસ કરી હતી. પરંતુ ગઠિયાનો કોઈ પત્તો ન લાગતા આખરે આજી ડેમ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના પહેલાં બાલાજી મંદિરે દર્શન કરવા ગયેલા વૃદ્ધા અને કિશોરના દાગીના પણ સેરવી લેવાયા હતા ક્રાઈમ બ્રાંચે સીસીટીવી કેમેરાના આધારે આ ત્રણેય ચોરીમાં સંડોવાયેલી હંસાને ઝડપી લઈ તેની પાસેથી ત્રણેય ચોરીના 3.42 લાખના દાગીના કબજે કર્યા હતા. આરોપી હંસા મંદિરોમાં ગીરદીનો લાભ ઉઠાવી દાગીનાની ચોરી કરતી હતી.

કારમાં દારૂની મહેફિલ માણતા ચાંદીના વેપારી સહિત 3 ઝડપાયા : 13.34 લાખની મતા કબ્જે

રાજકોટમાં દારૂ વેંચતા બુટલેગરો અને દારૂ ઢીંચતાં દારૂડિયાઓ ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે બી ડિવિઝન પોલીસે જુના મોરબી રોડ ઉપર દરોડો પાડી કારમાં દારૂ ઢીંચતાં ચાંદીના વેપારી સહીત ત્રણને ઝડપી લીધા હતા જયારે એ ડિવિઝન પોલીસે સોની બજારમાં રઘુવીર ટાવરની ખુલ્લી અગાસી ઉપર દારૂ ઢીચવા બેઠેલા પાંચને પકડી લીધા હતા. રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં જૂના મોરબી રોડ પર દેવલોક પાર્ક પાસે કારમાં દારૂની મહેફીલ ચાલતી હોવાની માહિતીને આધારે પીઆઈ ચૌહાણ સહીતની ટીમે દરોડો પાડી તપાસ કરતા કાળા કલરની નંબર વગરની કારમાં દારૂની બોટલ સાથે મેહફીલ માણતો સંતકબીર રોડ પર રત્નદીપ સોસાયટીમાં રહેતા અને ચાંદીનો ધંધો કરતા નારાયણ રસીકભાઈ હીરાણી, ઈમીટેશનનું કામ કરતા ભાવીન મનસુખભાઈ તળાવીયા અને દૂધનો ધંધો કરતા અને સેટેલાઈટ ચોકમાં શ્રી વિલામાં રહેતા મેહુલ બાબુભાઈ રૈયાણીની ધરપકડ કરી તેની પાસેથી કાર,૩ મોબાઈલ સહીત રૂ.૧૩.૩૪ લાખની મતા કબજે કરી વિશેષ કાર્યવાહી કરી છે જયારે એ ડિવિઝન પીઆઇ વાઢિયાની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કરણભાઇ વિરસોડીયા, કલ્પેશભાઈ બોરીચા સહિતની ટીમે બાતમી આધારે સોની બજારમાં મોદી શેરીમાં રઘુવીર ટાવરમાં ખુલ્લી અગાસી ઉપર દરોડો પાડ દારૂની મહેફિલ માણી રહેલા વિશાલ જીતેન્દ્રભાઈ શેખ, સાગર જીતેન્દ્રભાઈ શેખ, અર્જુન રાજુભાઈ વિશ્વકર્મા, મયુરસિંહ રમેશસિંહ જાડેજા અને વિકાસ ઘોડીરામ જાદવની ધરપકડ કરી 200 એમ એલ પ્રવાહી ભરેલી બોટલ સહીત 100 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બસની રાહ જોતી કિશોરીઓને રોમિયો દ્વારા હેરાનગતિ થતાં અભયમ પહોંચી વ્હારે

રાજકોટના ગોંડલ સિટીમા બસની રાહ જોયતી કિશોરીઓને રોમિયો દ્વારા હેરાનગતિ થતા અભયમનો સહારો લીધો હતો કોલ મળતાની સાથે જ તુરંત અભયમ ટિમ દોડી ગઈ હતી અને કિશોરીને સાંત્વના આપી હેરાન કરતા રોમિયાઓને ગોંડલ પોલીસને સોંપ્યો છે. ગોંડલમાં બસની રાહ જોઈને બેઠેલી કિશોરીઓને રોમિયાઓ હેરાન કરતા હોય તેવી જાણ થતા 181 ગોંડલના ભૂમિબેન કુહાડીયા સહિતની ટીમ કિશોરીની મદદ માટે તુરંત પહોંચી કિશોરીઓને સાંત્વના આપી તેમનુ કાઉન્સેલિંગ કરતા તેમને જણાવ્યું કે કિશોરીઓ રોજ અભ્યાસ માટે બસમાં મુસાફરી કરતી હોવાથી બસ સ્ટેન્ડથી સ્કૂલ સુધી ચાલીને જતા હોય ત્યારે ઈસમ રોજ કિશોરીનો પીછો કરે અને સ્કૂલથી બસ સ્ટેન્ડ જાએ ત્યાં પણ પાછળ પાછળ જઈ અપશબ્દો બોલી હેરાનગતિ કરે જેથી કંટાળીને કિશોરીએ અભયમનો સહારો લેતા અભયમ ટીમ દ્વારા કિશોરીઓને હેરાનગતિ કરનાર ઈસમને કાયદાકીય પાઠ ભણાવ્યો,૧૧૨ જનરક્ષક ટીમની મદદ માંગેલી અને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન ખાતે હેન્ડ ઓવર કરી સરાહનીય કામગીરી કરી હતી.

વેલનાથપરામાં પગના દુખાવાથી કંટાળી યુવકનો ફાંસો ખાઈ આપઘાત

રાજકોટમાં આપઘાતના વધુ બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે કોઠારીયાના વેલનાથપરામાં રહેતાં યુવાને પગના દુઃખાવાને કારણે અને નવાગામ આણંદપરમાં રહેતાં અકળ કારણોસર ફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. રાજકોટના કોઠારીયા રોડ વેલનાથપરામાં રહેતાં વિજયભાઇ રવજીભાઈ દોમડીયા ઉ.30 નામના યુવાને રવિવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતાં 108ની ટિમ દોડી ગઈ હતી 108ના તબિબે તેને મૃત જાહેર કરતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી બનાવની જાણ થતા આજીડેમ પોલીસના પીએસઆઇ જે. એમ. જાડેજા અને રાઇટર મહેન્‍દ્રભાઇ સહિતના ઘટના સ્‍થળે દોડી ગયા હતા અને મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો પ્રાથમિક તપાસમાં વિજયભાઇ લગ્ન બાદ આણંદપરમાં રહેતાં હતાં પાંચેક મહિના પહેલા વેલનાથપરામાં ભાઇની સાથે રહેતાં હતાં અગાઉ તેણે પગમાં ઓપરેશન કરાવતાં સળીયા આવ્‍યા હતાં. આ કારણે દુઃખાવો સતત થતો હોઇ તે સહન ન થતાં આ પગલુ ભરી લીધુ હોવાનું જાણવા મળ્યું છે જયારે યુનિવર્સિટી કેમ્‍પસ પાછળ મુંજકા ટીટોળીયા ક્‍વાર્ટરમાં રહેતાં નિખીલભાઇ નાગજીભાઇ વાળંદ ઉ.27 નામના યુવાને રાત્રે ઘરે ગળાફાંસો ખાઇ લેતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કરતાં યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના અજયસિંહ ઝાલાએ જરૂરી કાર્યવાહી કરી હતી પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.

રાજસ્થાનથી સીરામીક પાવડરની આડમાં આવતો 3.59 લાખનો દારૂ ઝડપી લેતી પીસીબી : રાજકોટના રીસીવર સહીત ત્રણની શોધખોળ

રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે પીસીબીની ટીમે બામણબોર ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી સીરામીક પાવડરની પ્લાસ્ટિકની બોરીઓ વચ્ચે ટ્રકમાં સંતાડી રાજકોટ તરફ લવતો 3,59,424 રૂપિયાનો દારૂ ઝડપી લીધો છે પોલીસે 12.26 લાખના મુદામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી દારૂ મોકલનાર અને રાજકોટના બે રીસીવર સહીત વધુ ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. રાજકોટમાં દારૂનું દુષણ ડામવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલિકની સુચના અન્વયે પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના એએસઆઇ ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, અને હરદેવસિંહ રાણાને બાતમી મળી હતી કે રાજસ્‍થાનથી દારૂનો જથ્‍થો ભરેલો ટ્રક ચોટીલા તરફથી આવી રહ્યો છે. આ બાતમી આધારે ટીમે બામણકોર ચેકપોસ્‍ટ નજીક વોચ ગોઠવી હતી ત્યારે રાજસ્થાન પાસીંગનો ટ્રક આવતાં તેને આંતરી તપાસ કરતાં સિરામીક પાવડરની પ્‍લાસ્‍ટીકની બોરીઓ જોવા મળી હતી. પોલીસે આ બોરીઓને દૂર હટાવીને જોતાં પાછળથી અલગ અલગ બ્રાન્‍ડનો વિદેશી દારૂનો 3984 બોટલ જેની કિંમત 3,59,424 રૂપિયાનો જથ્‍થો મળ્‍યો હતો. પોલીસે દારૂ ઉપરાંત આલ્કોહોલિક કેમીકલ ભરેલા પ્‍લાસ્‍ટીકના 8 કેરબા અને ટ્રક મળી કુલ 12,26,424 રૂપિયાના મુદામાલ સાથે રાજસ્થાનના ટ્રક ચાલક રઘુવીરસિંગ રતનસિંગ ચોૈહાણ અને ગોકુલસિંગ સંગ્રામસિંગ ચોૈહાણની ધરપકડ કરી હતી આ બંનેની પુછતાછમાં એવું ખુલ્‍યું હતું કે આ દારૂનો જથ્‍થો રાજસમંદના બંજારી ગામના દિનેશસિંગે મોકલ્‍યો હતો અને રાજકોટના ગોૈતમ તથા અનિલે મંગાવ્‍યો હતો આ ત્રણેયની શોધખોળ હાથ ધરી છે આ દરોડામાં એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, કિરતસિંહ ઝાલા, વિરેન્‍દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગોસ્‍વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, પ્રદિપસિંહ સરવૈયા, યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, હિરેન્‍દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે અને જયેશભાઇ ગઢવી રોકાયા હતા.

રાજકોટ એલસીબી ઝોન-૨ની ટીમે પરસાણાનગરમાંથી બિયર ભરેલી કાર પકડી પાડી

રાજકોટમમાં દારૂ-જુગારના કેસો કરવાની સૂચના અન્વયે એલસીબી ઝોન 2ની ટીમે બાતમી આધારે શનિવારે પરસાણાનગરમાં દરોડો પાડી 162 બીયરના ટીન ભરેલી કાર ઝડપી લઇ નાસી છૂટેલા બે બુટલેગરોની શોધખોળ હાથ ધરી છે પોલીસે બિયર, કાર સહીત 7.33 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલીક તથા ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ દ્વારા આપેલી સૂચના અન્વયે એલ.સી.બી. ઝોન-2ના પીએસઆઇ એસ.વી. ચુડાસમાની ટીમ એ.એસ.આઈ. જયંતીભાઈ ગોહિલ, એ.એસ.આઈ. હરપાલસિંહ જાડેજા, એ.એસ.આઈ. રાજેશભાઈ મિયાત્રા તેમજ પો.હેડ કોન્સ. ધર્મરાજસિંહ ઝાલા, હેમેન્દ્રભાઈ વાધિયા, શક્તિસિંહ ગોહિલ, સત્યજીતસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા અને અનુજભાઈ ડાંગર જોડાયા હતા. આ ઉપરાંત ટીમમાં પો.કોન્સ. કુલદીપસિંહ રાણા, શિવભદ્રસિંહ ગોહિલ અને મૈસુરભાઈ કુંભારવાડિયા
પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, હોસ્પિટલ ચોક તરફથી જામટાવર ચોક તરફ એક સફેદ કલરની હ્યુન્ડાઈ વેરના ગાડી નંબર જી.જે. ૦૩ કે.પી. ૬૧૨૦ આવી રહી છે આ ગાડીમાં અગાઉ દારૂના ગુનાઓમાં પકડાઈ ચૂકેલા નામચીન બુટલેગરો નીતિન ઉર્ફે ગઠ્ઠો દેવજીભાઈ પરમાર તથા પ્રિયેશ ઉર્ફે બેટરી અરવિંદભાઈ સોલંકી દારૂ/બિયરનો જથ્થો રાખીને હેરાફેરી કરી રહ્યા છે આ બાતમી આધારે ટીમે વોચ ગોઠવી હતી દરમિયાન પરસાણાનગર મેઈન રોડ રેફ્યુજી કોલોનીમાં આવેલી શંકર ફ્લોર મિલ પાસેથી બાતમી વાળી ગાડી મળી આવતા ગાડીની તલાશી લેતા તેમાંથી 162 બિયરના ટીન મળી આવ્યા હતા પોલીસે બિયર અને કાર સહીત 7,33,500નો મુદ્દામાલ કબ્જે કરી નીતિન ઉર્ફે ગઠ્ઠો દેવજીભાઈ પરમાર અને પ્રિયેશ ઉર્ફે બેટરી અરવિંદભાઈ સોલંકીની શોધખોળ હાથ ધરી છે નાસી છૂટેલા આરોપીઓ પૈકી નીતિન ઉર્ફે ગઠ્ઠો અગાઉ 4 ગુનામાં અને પ્રિયેશ ઉર્ફે બેટરી 15 જેટલા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે.

You Might Also Like

રાજકોટની રૈયારાજ કંપની સાથે 6 કરોડની ઠગાઈના ગુનામાં 4 માસથી વોન્ટેડ દંપતિની ગાંધીનગરમાંથી ધરપકડ

સાબરમતીમાં નશામાં ધૂત PSI ભરત પંડયાએ અકસ્માત સજર્યો

અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગના ડ્રગ્સ માફિયા વચ્ચે ફાયરિંગ

મહિલા તબીબને ડિજિટલ અરેસ્ટ કરી 58.50 લાખ પડાવી લેવાના કેસમાં સાળા-બનેવીની ધરપકડ

કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકી સામે કુલ 12 ગુના દાખલ : SIT દ્વારા 7 જેટલા અરજદારોની અરજી અંગે તપાસ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘સમર્થ ભારત-2047’ના વિઝન સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્ઞાન સભા, શિક્ષણમાં પરિવર્તન પર મનોમંથન
Next Article રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગે ધરણા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

CRIME

રાજકોટની રૈયારાજ કંપની સાથે 6 કરોડની ઠગાઈના ગુનામાં 4 માસથી વોન્ટેડ દંપતિની ગાંધીનગરમાંથી ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
CRIME

સાબરમતીમાં નશામાં ધૂત PSI ભરત પંડયાએ અકસ્માત સજર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
CRIME

અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગના ડ્રગ્સ માફિયા વચ્ચે ફાયરિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?