રાજ્યમાં સૌને અન્ન, સૌને પોષણના મંત્ર સાથે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનો આ સેવાયજ્ઞ છે – કૃષિ મંત્રી આર.સી.ફળદુ
રાજકોટ: કૃષિમંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને રાજકોટમાં રાજકોટમાં ગવર્મેન્ટ એમ્પ્લોય સ્ટોર ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજનુ વિતરણ સમારોહ યોજાયો હતો.

- Advertisement -
આ પ્રસંગે કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં સરકારે ગરીબો ખેડૂતો, મહિલાઓ સહિત તમામ વર્ગોના કલ્યાણ માટે સંવેદનાસભર અનેક યોજનાઓ અમલમાં મૂકીને છેવાડાના માનવીના ઉત્કર્ષ માટે સેવાયજ્ઞ કર્યો છે. પાંચ વર્ષના લોકસેવાના કાર્યો પ્રજા સમક્ષ મુકી જન-જનની સેવા કરવાનો અમારો સંકલ્પ છે. સૌને અન્ન, સૌને પોષણના સંકલ્પ સાથે કોરોના કાળમાં ગુજરાતમાં ૭૧ લાખથી વધુ પરિવારોને વિનામૂલ્યે અનાજ આપવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પરપ્રાંતીય લોકોને પણ ‘‘વન નેશન વન રેશનકાર્ડ’’ અંતર્ગત લાભ આપવાની પહેલ કરવામાં આવી છે. આજે ૧૭,૦૦૦ વાજબી ભાવની દુકાન ખાતેથી વિનામૂલ્યે અન્ન વિતરણ કરવાનો સેવાકીય રાજ્ય સરકારે હાથ ધર્યો છે તેમ પણ ઉમેર્યું હતું.

ઉલ્લેખનિય છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લામાં અન્ન વિતરણના રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો. જેમાં વિડીયો લિંકથી સમગ્ર કાર્યક્રમ રાજકોટ ખાતેથી લાભાર્થીઓએ નિહાળ્યો હતો. નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નું પ્રવચન અને રાજ્યના વિવિધ સ્થળોએ લાભાર્થી સાથેનો સંવાદ પણ લાભાર્થીઓ અને મહાનુભાવોએ ઓનલાઇન નિહાળ્યો હતો.
- Advertisement -

આ પ્રસંગે ડેપ્યુટી મેયર મતી હર્ષિદાબેન શાહ, પ્રવક્તા રાજુભાઇ ધ્રુવ, કોર્પોરેટર મનીષભાઈ, કલેકટર અરુણ મહેશ બાબુ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


