3,500 લોકોના પાક્કા લાયસન્સની અપોઈન્ટમેન્ટ પાછી ઠેલાઈ: 5 સપ્ટેમ્બરથી શરૂ થવાની સંભાવના
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
રાજકોટ શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદને કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની હતી. ત્યારે શહેરની RTO કચેરીમાં લોકો જ્યાં પોતાનું પાકું લાયસન્સ કઢાવવા માટે ટુ વ્હીલર અને ફોર વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે જાય છે તે ટ્રેક ઉપર જ વૃક્ષો પડી જતાં RFID (રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટીફીકેશન) કેમેરાને નુકસાન પહોંચ્યું હતું. સાથે જ પવનના કારણે કેમેરાના વાયર પણ ખેંચાઈ ચૂક્યા હતા.
- Advertisement -
જેને રિપેરિંગ કરવા માટે સમય લાગતા એક અઠવાડિયું ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહ્યો છે. એટલે કે, ગત બુધવારથી તા.4ના બુધવાર સુધી પાકું લાયસન્સ કઢાવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકાય તેમ નથી. જેને કારણે 3,500 જેટલા લોકોને પાકું લાયસન્સ કઢાવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની અરજી પેન્ડિંગ છે. રાજકોટ છઝઘ અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતુ કે, રાજકોટ જિલ્લાની મોટરીંગ પબ્લીકને જણાવવાનું કે આરટીઓ રાજકોટ ખાતે કાર્યરત ઓટોમેટેડ ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક તા.3ના મંગળવાર અને તા. 4ના બુધવાર એમ બે દિવસના ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનો ટ્રેક બંધ રહેવાનો છે. જ્યારે તા.5 સપ્ટેમ્બરના ગુરૂવારથી ટ્રેક પૂર્વવત શરૂ કરવામાં આવશે, તેવું જાહેર કરાયું છે. જોકે, તેને લીધે પાકું લાયસન્સ કઢાવવા માટે આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. જોકે, હાલ અહીં ધરાશાયી થઈ ગયેલા વૃક્ષો ટ્રેક પરથી દૂર કરવામાં આવેલા છે. વૃક્ષો પડી જતા કેમેરાના વાયરો ખેંચાઈ ગયા છે, જેને લીધે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થવામાં સમય લાગી રહ્યો છે.