ભારતનો સ્વાતંત્ર દિવસ 15 ઓગસ્ટ:
ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે મંગલ પાંડે મહારાણી લક્ષ્મીબાઈ ભગતસિંહ ઉધમસિંહ સુભાષચંદ્ર બોઝ ડો. આંબેડકર મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અનેક લોકોએ ભેગા મળીને સ્વતંત્રતાની ચળવળ શરૂ કરી હતી. આપણા સ્વતંત્રતા સેનાનીના સંઘર્ષનું પરિણામ છે કે આજે આપણે એક સ્વતંત્ર દેશ માં શ્વાસ લઈ શકીએ છીએ છુટથી હરીફરી શકીએ છીએ. ૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું આપણે ગૌરવ અનુભવીએ છીએ. આજના દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
ડો.પંકજકુમાર મુછડીયા જણાવે છે કે આપણો રાષ્ટ્ર ધ્વજ તિરંગો છે જેમાં કેસરી સફેદ અને લીલો એમ ત્રણ રંગનો સમાવેશ થાય છે. કેસરી રંગ સાહસ અને બલિદાનનું પ્રતિક સફેદ રંગ સત્ય અને શાંતિનું પ્રતિક જ્યારે લીલો રંગ હરિયાળીનું પ્રતીક દર્શાવે છે. વચ્ચે ૨૪ આરાનું અશોક ચક્ર જોવા મળે છે. ૨૪ આરાના દરેક આરાનો એક અર્થ જોઈએ તો સંયમ આરોગ્ય શાંતિ ત્યાગ શીલ સેવા ક્ષમા પ્રેમ મૈત્રી બંધુત્વ સંગઠન કલ્યાણ સમૃદ્ધિ ઉદ્યોગ સુરક્ષા નિયમ સમતા અર્થ નીતિ ન્યાય સહકાર્ય કર્તવ્ય અધિકાર અને બુદ્ધિમતાના ગુણ દર્શાવે છે.
- Advertisement -
૨૨ જુલાઈ ૧૯૪૭માં તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે ઘોષિત કરવામાં આવ્યો હતો. ૧૯૫૩માં ભારતનો રાષ્ટ્રધ્વજ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ફરકાવવામાં આવ્યો હતો. ૨૦૦૨માં લોકોને સામાન્ય દિવસો દરમિયાન પોતાના ઘર અને ઓફિસમાં તિરંગો લહેરાવવાની અનુમતિ પ્રાપ્ત થઈ હતી. આપણે જે તિરંગો ફરકાવ્યો છે. સર્વમાન્ય રાષ્ટ્રધ્વજ તેને આંધ્રપ્રદેશના પીંગલી વૈકયાએ બનાવ્યો હતો. રાષ્ટ્રધ્વજનું પ્રમાણમાપ ૨ : ૩ છે. દેશનો સૌથી ઊંચો ધ્વજ ૪૯૩ મીટરની ઉંચાઈએ છે. ૧૫મી ઓગસ્ટ ભારતીય ઇતિહાસનો સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. ભારત એક ધર્મ નિરપેક્ષ અને વિવિધતા ધરાવતો દેશ છે. ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર અને રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ અને રાષ્ટ્રીય ફળ કેરી છે. ભારતની રાષ્ટ્રીય રમત હોકી છે. અશોકસ્તંભ ભારતનું રાષ્ટ્રીય ચિન્હ છે. આ રાષ્ટ્રીય ચિન્હમાં ચાર સિંહની મુખાકૃતિ બનાવવામાં આવેલી છે. જે ગોળાકારમાં ગોઠવાયેલી છે. સત્યમેવ જયતે ભારતનો રાષ્ટ્રીય મુદ્રાલેખ છે.
ડો.પંકજકુમાર એમ મુછડીયા રાજકોટ


