By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    3 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    3 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    4 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    5 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    7 hours ago
    જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા
    7 hours ago
    પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ
    7 hours ago
    QDENGA : ડેન્ગ્યુની પ્રથમ વૅક્સિનને ભારતમાં મંજૂરી
    8 hours ago
    સિક્કિમની નિર્માણાધીન ટનલ પર ભૂસ્ખલન, 8 મજૂરોનાં મોત:19 હજુ પણ ફસાયેલા
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    8 hours ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    1 day ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    1 day ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    4 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    5 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    6 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વડાપ્રધાન મોદી આજે ઉત્તરપ્રદેશના એક દિવસીય પ્રવાસે: 1780 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > વડાપ્રધાન મોદી આજે ઉત્તરપ્રદેશના એક દિવસીય પ્રવાસે: 1780 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે
ખાસ-ખબરરાષ્ટ્રીય

વડાપ્રધાન મોદી આજે ઉત્તરપ્રદેશના એક દિવસીય પ્રવાસે: 1780 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

Khaskhabar Editor
Last updated: 2023/03/24 at 10:58 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં 1780 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ સિવાય તેઓ કાશીમાં દેશના પ્રથમ રોપવે પબ્લિક ટ્રાન્સપોર્ટનું પણ ઉદ્ઘાટન કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસીય પ્રવાસ પર તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચશે. વડાપ્રધાન અહીં 1784 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10 વાગ્યે વારાણસી પહોંચશે, જ્યાં એરપોર્ટ પર ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમનું સ્વાગત કરશે. વડાપ્રધાન સૌથી પહેલા વિશ્વ ટીબી દિવસ પર વારાણસીના રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર ખાતે ‘વન વર્લ્ડ ટીબી સબમિટ’ પર આધારિત ત્રણ દિવસીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન તેમના સંસદીય મતવિસ્તારને આશરે રૂ. 1,784 કરોડની યોજનાઓની ભેટ આપશે.

- Advertisement -

‘વન વર્લ્ડ ટીબી સમિટ’ને સંબોધિત કરશે
ટીબી દિવસના અવસર પર વડાપ્રધાન મોદી વારાણસીમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત સંગઠન ‘સ્ટોપ ટીબી પાર્ટનરશિપ’ દ્વારા આયોજિત ‘વન વર્લ્ડ ટીબી સમિટ’ને પણ સંબોધિત કરશે. તેઓ દેશભરમાં સંક્ષિપ્ત ટીબી પ્રિવેન્શન ટ્રીટમેન્ટ (ટીપીટી)ના સત્તાવાર શરૂઆતના રૂપમાં ટીબી-મુક્ત પંચાયતો સહિત અનેક યોજનાઓ અને ક્ષય રોગ માટે એક પરિવાર કેન્દ્રિત સંભાળ મોડેલનો આરંભ કરશે. આ તકે તેઓ ભારતનો વાર્ષિક ટીબી રિપોર્ટ 2023 પણ જાહેર કરશે.

બનારસની મુલાકાત લેશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બનારસ પણ જશે. બનારસમાં પીએમ મોદી 1780 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. આ દરમિયાન પીએમ મોદી દેશના પ્રથમ પબ્લિક ટ્રાન્સપોર્ટ રોપ-વેનો શિલાન્યાસ કરશે. પીએમ વારાણસીના કેન્ટ રેલવે સ્ટેશન પર તેનો શિલાન્યાસ કરશે, જેની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રોપ-વેના નિર્માણ બાદ કાશી વિશ્વનાથ જતા ભક્તોનો માર્ગ સરળ બનશે. રેલવે સ્ટેશન પર પહોંચવા પર પ્રવાસીઓ થોડી મિનિટોમાં ગોદૌલિયા પહોંચી જશે અને પછી બાબા વિશ્વનાથના દર્શન માટે આગળ વધશે.

ક્યાંથી ક્યાં સુધી બનશે રોપ-વે
પ્રથમ તબક્કામાં રોપ-વે કેન્ટ રેલવે સ્ટેશનથી શરૂ થઈને ગોદૌલિયા ક્રોસરોડ્સને જોડશે. આ દરમિયાન રોપ-વે કુલ પાંચ સ્ટેશન- કેન્ટ રેલવે સ્ટેશન, વિદ્યાપીઠ સ્ટેશન, રથયાત્રા, ગીરઘર અને ગોદૌલિયા સ્ટેશનથી થઈને 4.5 કિમીનું અંતર કાપશે. રોપ-વે ચાલુ થયા બાદ એકથી દોઢ કલાકનો સમય ઘટીને 16 મિનિટ થઈ જશે. આ સાથે રોપ-વે કારમાં 11 લોકોના બેસવાની સુવિધા પણ હશે. પ્રશાસને 555 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ માટે તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. પ્રથમ તબક્કા માટે 31 કરોડ રૂપિયાની રકમ જારી કરવામાં આવી છે.

- Advertisement -

પૈક હાઉસનું ઉદ્ધાટન કરશે PM મોદી
આજે પીએમ મોદી પૂર્વી ઉત્તર પ્રદેશના ખેડૂતોને એક નવા સંકલિત પૈક હાઉસની ભેટ આપશે. રાજ્યમાં આ પ્રકારની ત્રીજી સુવિધા હશે, જેનો ઉપયોગ શાકભાજી અને ફળોના સંગ્રહ અને પેકેજિંગ માટે અને પ્રદેશમાંથી કૃષિ નિકાસને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવશે. કારખિયાંવ ખાતે 4,461 ચોરસ ફૂટ વિસ્તારમાં 15.78 કરોડ રૂપિયામાં પૈક હાઉસ બનાવવામાં આવ્યું છે.

You Might Also Like

યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં

જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા

પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ

QDENGA : ડેન્ગ્યુની પ્રથમ વૅક્સિનને ભારતમાં મંજૂરી

સિક્કિમની નિર્માણાધીન ટનલ પર ભૂસ્ખલન, 8 મજૂરોનાં મોત:19 હજુ પણ ફસાયેલા

TAGGED: kashi, narendramodi, PROJECT, uttarpradesh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતમાં ફરી શરૂ થશે માવઠાનો રાઉન્ડ: 29 માર્ચથી 5 દિવસ સુધી સતત વરસાદ
Next Article World TB Day: ભારતમાં ટીબીની બિમારીથી વર્ષે 5 લાખના મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

વેપન કાર્ટેલ ગેંગના વધુ 3 સાગરીતો 1 પિસ્ટલ, 2 તમંચા સાથે ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ
રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ
28 IAS અને GAS કેડરના 13 અધિકારીની બદલી : રાજકોટ PGVCLના MD તરીકે એમ. ડી. ચૂડાસમાની નિમણૂક
વાહન માલિકી ટ્રાન્સફર અને NOC માટે નવા નિયમો અમલમાં, હવે આધાર લિંક ફરજિયાત
યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાષ્ટ્રીય

જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાષ્ટ્રીય

પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?