અનૈતિક સંબંધો ભાગ્યેજ સફળ થતા હોય છે અન્યથા તેનું પરિણામ હત્યા કે આત્મહત્યા હોય છે. હમણાહમણા જ બનેલી બે અનૈતિક સંબંધોની ઘટનાએ સૌને હચમચાવી મૂક્યા છે અને આ બંને અનૈતિક સંબંધોવાળી ઘટનાનું પરિણામ સજા એ મોત આવ્યું છે. તાજેતરમાં લગ્નેતર સંબંધોના બે કેસ ગુજરાતમાં ખૂબ ગાજ્યા છે. જેમાં બે વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે અને એ બંને મહિલાઓ છે. એક સ્વીટી અને એક હિના ઉર્ફે મહેંદી. આ બન્ને મહિલાઓને અનૈતિક સંબંધોમાં જીવ ગુમાવવો પડ્યો છે. એટલું જ નહીં પરંતુ આ બંને મહિલાઓનાં સંતાનોએ પોતાની માતા પણ ગુમાવી પડી છે. માસૂમ બાળકોને તરછોડાવવું અને નિરાધાર બનવું પડ્યું છે.
જુલાઈમાં સ્વીટી પટેલ મર્ડર કેસમાં સ્વીટી અને તેના પ્રેમી અજય દેસાઈ વચ્ચે પત્ની તરીકેનો દરજ્જો મેળવવા માટે વારંવાર ઝઘડાઓ થતા હતા. જેનો અંત સ્વીટીની હત્યાથી આવ્યો હતો. ઓક્ટોબરમાં મહેંદી પેથાણી કેસમાં પણ બન્ને પ્રેમી વચ્ચે ઝઘડો થયો અને સચિને મહેંદીનું ગળું દબાવી દીધું. આ બન્ને કેસમાં પ્રેમનો કરૂણ અંજામ આવ્યો છે સાથે જ બે-બે માસૂમની જનેતાનો હત્યારો પણ પિતા જ નીકળ્યો. અને હવે સ્વીટી તથા મહેંદીની હત્યા કરનારા હત્યારાને પણ સજા એ મોત મળે એવી માંગણી થઈ રહી છે. આ બંને મર્ડર કેસોએ અનૈતિક સંબંધોનું પરિણામ કેટલું જાનલેવા હોય છે એનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
- Advertisement -
સમાજમાં લિવ-ઈન રિલેશનશિપ કે લગ્ન સિવાયના અન્ય કોઈપણ સંબંધો જો સ્ત્રી-પુરુષ બાંધે છે તો તેને અનૈતિક સંબંધોનું નામ આપી દેવામાં આવે છે. મોટેભાગે આ સંબંધો બાંધનાર એકબીજાની હત્યા કરી નાખતા હોય છે, ક્યારેક સજોડે કે એકલા આત્મહત્યા કરી લેતાં હોય છે, ક્યારેક બીજાની તો ક્યારેક બીજા તેમની હત્યા કરી નાખતું હોય છે. ટૂંકમાં અનૈતિક સંબંધોનું પાપ છાપરે ચઢી ક્યારેકને ક્યારેક પોકારી ઉઠતું હોય છે. આ આખી વાતમાં અફસોસ તો એ વાતનો હોય છે અનૈતિક સંબંધોમાંથી જન્મેલાઓ કોઈ વાંકગુના વિના અનાથ થઈ જતા હોય છે અને તેમના વર્તમાન તથા ભવિષ્ય અંધકારમાં ડૂબી જતાં હોય છે માત્ર તેમના જન્મદાતાઓના અનૈતિક સંબંધોને કારણે…



