ખાસ-ખબર સંવાદદાતા
વડોદરા શહેરના દર્શનમ ઓએસિસમાં ખેલાયેલા ખૂની ખેલ બાદ આજે સયાજી હોસ્પિટલમાં મહેંદીના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. જ્યાં મહેંદીના પિતા મહેબુબભાઇ પેથાણી પહોંચ્યા છે. પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા મહેંદીનો મૃતદેહ તેના પિતાને સોંપવામાં આવશે. મારી દીકરીના હત્યારાને મોટામાં મોટી સજા થવી જોઇએ: મહેંદીના પિતા મહેંદીના પિતા મહેબુબભાઈ પેથાણીએ જણાવ્યું હતું કે, પોલીસ મને મૃતદેહ સોંપશે એટલે હું અમદાવાદ જઇને તેની દફનવિધિ કરીશ. શિવાંશ કોને મળવો જોઇએ સરકાર નક્કી કરશે. હું 3 દિવસથી હું પરેશાન છું. હું માનસિક રીતે ખોવાઇ ગયો છું. પોલીસને હું સલામ કરૂ છું કે, તેઓ આ કેસનો નિકાલ જલ્દી લાવ્યા છે. હું જ નહીં પણ, એ છોકરાને 400 લોકો લેવા તૈયાર છે. મારી પુત્રીની હત્યા કરનારને મોટામાં મોટી સજા મળે તેવા પ્રયાસ થવા જોઇએ. હું મેજીસ્ટ્રેટ નથી, હત્યારાને ભગવાન સજા આપશે. પોલીસ સારામાં સારી કાર્યવાહી કરવી જોઇએ. મેં 3 દિવસથી કંઇ ખાધુ પીધુ નથી.
અમદાવાદની બાથરૂમ ટાઇલ્સની કંપની પોલારમાં સચીન નોકરી કરતો હતો અને મહેંદી આ જ કંપનીના ડીલરને ત્યાં નોકરી કરતી હતી, જેથી બંને વચ્ચે પરિચય થયા બાદ પ્રેમ થયો હતો અને સચીન અને મહેંદી લિવ ઇન રિલેશનશિપમાં રહેતાં હતાં. 10 મહિના પહેલાં મહેંદીએ શિવાંશને જન્મ આપ્યો હતો. બે માસ પહેલાં વડોદરામાં ખોડિયારનગર પાસેના દર્શનમ ઓએસિસ નામની બિલ્ડિંગમાં ભાડેથી રહેવા બાળકને લઇને બંને આવ્યાં હતાં. ત્યારબાદ છેલ્લા સપ્તાહમાં સચીનને યુપીના ઝાંસી ખાતે પ્રસંગમાં હાજરી આપવા જવાનું હોવાથી બંને વચ્ચે ઝાંસી જવાના મુદ્દે ઝઘડો થયો હતો, જેમાં મહેંદીએ સચીનને ઝાંસી જવાની ના પાડી દીધી હતી અને તું જતો રહીશ તો મારું શું થશે તેમ કહી તેણે વિરોધ કર્યો હતો.
- Advertisement -
કોઝ ઓફ ડેથ અને હત્યાનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બહાર આવશે : બંને વચ્ચે ઝાંસી જવાના મુદ્દે ઝઘડો થયો હતો



