પોલીસ પહોંચે તે પૂર્વે જ નાસી છૂટેલા બુટલેગરની શોધખોળ
- Advertisement -
રાજકોટ-અમદાવાદ હાઇવે પર બેડલા ગામે પીસીબીએ બાતમી આધારે દરોડો પાડી મકાનમાં સંતાડેલો 2.83 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઇ હાજર નહીં મળી આવેલા મકાન માલીક બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય માંડલિક દ્વારા દારૂની ગેરકાયદે પ્રવૃત્તિઓને સંપૂર્ણ નાબૂદ કરવા આપેલી સૂચના અન્વયે પીસીબી પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં ટીમ સતત પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઉમેશભાઈ ચાવડા, દિલીપભાઈ બોરીચા અને કોન્સ્ટેબલ વિશાલ દવેને ચોક્કસ બાતમી મળી હતી કે ફાળદંગ ગામથી બેડલા ગામ તરફ જવાના રસ્તે આવેલા બેડલા ગામની આંગણવાડી પહેલાના એક મકાનમાં ગેરકાયદે દારૂનો મોટો જથ્થો સંતાડ્યો છે બાતમી આધારે પોલીસે ત્વરિત દરોડો પાડ્યો હતો અને ત્યાં મકાનમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે અલગ અલગ બ્રાન્ડનો 2,83,820 રૂપિયાની કિંમતની કુલ 1108 બોટલ સહીતનો મુદામાલ કબ્જે કર્યો હતો જ્યારે દારૂના જથ્થા સાથે સંકળાયેલા આરોપી રવિ વીહા કાગડીયા પોલીસ પહોંચે તે પૂર્વે જ નાસી છૂટતાં ફરાર આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.




