By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    1 hour ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    2 hours ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    1 day ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    2 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    16 minutes ago
    ‘તમે સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી શકો, અમને નહીં…’, અભિજિત દીપકેના સરકાર સામે પ્રહાર
    1 hour ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    23 hours ago
    રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
    23 hours ago
    UP-MPમાં વાવાઝોડાંથી 500 વૃક્ષો ધરાશાયી: હરિયાણામાં ક્રેન પડી, 3નાં મોત નિપજ્યાં
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર: સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ છીનવાઈ, શ્રેયસ અય્યર T20ના નવા કેપ્ટન
    1 hour ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    23 hours ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    1 day ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    4 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    30 minutes ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    54 minutes ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    2 hours ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    2 hours ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    24 hours ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાટિલની પોલીસગીરી ભાજપને નડશે કે ફળશે, કોણ કોની તરફ ઢળશે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Jagdish Acharya > પાટિલની પોલીસગીરી ભાજપને નડશે કે ફળશે, કોણ કોની તરફ ઢળશે?
AuthorJagdish Acharya

પાટિલની પોલીસગીરી ભાજપને નડશે કે ફળશે, કોણ કોની તરફ ઢળશે?

Khaskhabar Editor
Last updated: 2022/02/08 at 12:42 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

પાટિલ રાજકોટનો ગઢ મજબૂત કરી ગયા કે નબળો?

– જગદીશ આચાર્ય

એવા સ્પષ્ટ નિર્દેશ મળી રહ્યા છે કે ગુજરાત ભાજપમાં બધું સમુ સુથરુ નથી.દિલ્હીથી સીધાજ બેસાડી દેવાયેલા પક્ષ પ્રમુખ સી.આર.પાટીલે આવતાવેંત શરૂ કરેલી આકરી ગોલંદાજી પછી ભાજપ બે છાવણીમાં વેંચાઈ ગયું હોય તેવું ચિત્ર સ્પષ્ટ બની રહ્યું છે.એક પાટીલને સમર્થન કરતી અને બીજી તેમની વિરોધી છાવણી.પાટીલ જે રીતે સતા હસ્તગત કરવા લાગ્યા છે અને આદેશો ઉપર આદેશો છોડી રહ્યા છે એ પછી પક્ષમાં એ ચર્ચા છે કે એમના આવા અભિગમને કારણે પક્ષને નુકસાન થશે કે ફાયદો.

- Advertisement -

નુકસાન-ફાયદા વાળી આ ચર્ચા રાજકોટમાં સહુથી વધારે છે.રાજકોટમાં તો પાટીલે શબ્દો ચોર્યા વગર રૂપાણીને જ લ્હાણે લીધા.હવે રાજકોટના કેસરિયા કાર્યકરો પણ પૂછે છે કે પાટીલભાઉ ભાજપનો રાજકોટનો ગઢ મજબૂત કરી ગયા કે તેઓ કાંગરા ખેરવવા જ આવ્યા હતા?

આવી લાગણી શુ કામ પ્રવર્તે છે એ સમજવા માટે જરા ભૂતકાળમાં ડોકિયું કરવું પડશે.જનસંઘના સ્થાપનાકાળથી રાજકોટ જનસંઘ અને ત્યાર બાદ ભાજપનો ગઢ રહ્યું છે.આઝાદી પછી દેશમાં કોંગ્રેસ સિવાય કોઈ રાષ્ટ્રીય પક્ષ નહોતો.નહેરુ જેવા કદાવર નેતાની લોકપ્રિયતાની તોલે આવે એવા જૂજ નેતાઓ હતા,ગાંધીજીની હત્યાને કારણે હિંદુ મહાસભા અને આર. એસ.એસ.સામે લોકોમાં રોષ હતો.એવા રાજકીય સામાજિક વાતાવરણ વચ્ચે અખંડ ભારત અને કટ્ટર હિંદુવાદની વિચારધારા સાથે જનસંઘે પા પા પગલી શરૂ કરી ત્યારે નગણ્ય જનાધાર હતો.લોકો ઉપર હજુ ગાંધી વિચારોનો પ્રભાવ હતો.એ સમયે રાજકોટમાં ચીમનભાઈ શુક્લ,કેશુભાઈ પટેલ, અરવિંદભાઈ મણીયાર વગેરે નેતાઓએ જનસંઘનો પાયો નાખ્યો.આ નેતાઓ સાયકલ ઉપર ફરતાં. અનેક ઉપેક્ષાઓ,કટાક્ષ ભર્યા ઉપાલંભો અને નબળા જનપ્રતિસાદ છતાં હતાશ,નિરાશ થયા વગર કે થાક્યા હાર્યા વગર આ નેતાઓ જનસંઘને ઉછેરતા ગયા.

આ નેતાઓએ સતા લાલસાથી પ્રેરાઈને જનસંઘનો ઝંડો નહોતો ધર્યો.ત્યારે તો દૂર દૂર સુધી સતા મળવાની આછી પાતળી સંભાવના પણ નહોતી દેખાતી.આ નેતાઓ જનસંઘ સાથે સતા માટે નહીં પણ વિચારધારાથી જોડાયા હતા.ધીમે ધીમે તેમની મહેનત રંગ લાવવા લાગી.રાજકોટમાં જનસંઘનું સંગઠન મજબૂત બનતું ગયું.રાજકોટના એક એક વિસ્તારમાં બીજી હરોળના નેતાઓ તૈયાર થવા લાગ્યા.કાંતિભાઈ વૈદ,રમણિકભાઈ વૈદ,વજુભાઇ વાળા, ગોધુમલ આહુજા… આ યાદી ખૂબ લાંબી છે.

- Advertisement -

ચીમનભાઈના નેતૃત્વ હેઠળ ઉમેશ રાજ્યગુરુ,રમેશ રૂપાપરા, કમલેશ જોશીપુરા,કશ્યપ શુક્લ,જીતુ મેહતા,અભય ભારદ્વાજ.(આ યાદી પણ ખૂબ મોટી છે)જેવા લડાયક યુવા નેતાઓની ફોજ ઉભી થઇ.આ યુવાનોએ આંદોલનો કર્યા,પોલીસની લાઠીઓ ખાધી,જેલમાં ગયા અને એમ એ બધાએ ભગવા ધ્વજને ઊંચે લહેરાવ્યો. આ યુવાનો,આ નેતાઓ અને હજારો કાર્યકરોના સંઘર્ષ અને સમર્પણને કારણે પક્ષ આજે જે જાહોજલાલી ભોગવે છે ત્યાં સુધીપહોચ્યો.
આ ટૂંકો ઇતિહાસ એટલા માટે યાદ દેવડાવ્યો કે આ બધા સંઘર્ષોનું કેન્દ્રસ્થાન રાજકોટ હતું.આઝાદીના છેક 20 વર્ષ પછી એટલે કે 1967માં ગુજરાત વિધાનસભામાં પહેલ વહેલું જનસંઘનું ખાતું પણ રાજકોટે ખોલ્યું હતું.એ બેઠક ઉપર વિજય મેળવીને ચીમનભાઈ શુક્લએ વિજયયાત્રાનો ખીલો ધરબ્યો હતો.

રાજકોટ પહેલેથી ભાજપનો ગઢ રહ્યું છે.નરેન્દ્રભાઈ મોદીએ પણ તેમની પહેલી ચૂંટણી માટે રાજકોટ ઉપર પસંદગી ઉતારી હતી.

દરેક પક્ષમાં જુથબંધી હોય એમાં કાંઈ નવાઈ નથી.સતાની આસપાસ એક ચોકડી પણ હોય.હજારો કાર્યકરો હોય ત્યારે અસંતોષ પણ હોય.પણ આ બધું તો દરેક પક્ષ,દરેક સંસ્થા કે દરેક સંગઠનમાં હોય.રાજકોટ ભાજપમાં પણ એ સ્થિતી હશે જ.પણ આવા મતભેદો,મનભેદો,અસંતોષ અને વાડાબંધી વચ્ચે પણ આ જ નેતાઓ,આ જ સંગઠન,અને આ જ કાર્યકરો વિધાનસભા,લોકસભા અને મનપાની ચૂંટણીમાં ભાજપને વિજયી બનાવતા આવ્યા છે.રાજકોટ ભાજપનું સંગઠન વિજયો મેળવવામાં કયારેય પાછું નથી પડ્યું.રાજકોટ ભાજપ સંગઠનને ઝાટકી નાખવાની એવી બધી જરૂર નહોતી.પણ પાટીલ રાજકોટ આવીને સીધા જ રૂપાણી અને એમના ટેકેદારો પર વરસી પડ્યા તેના દેખીતી રીતે જ મુક પણ તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા છે.

રાજકીય પક્ષ એ કોર્પોરેટ કંપની નથી.તેમાં કોઈને કદ પ્રમાણે વધેરવાના હોય તો પણ એ એક્શન જાહેરમાં બખેડો કર્યા વગર લેવાના હોય.પણ અહીં પાટીલે ઊલટું કર્યું.રાજકીય પક્ષમાં ધોકો પછાડીને કામ ન થઈ શકે.કાર્યકરો ધારે તો જીતેલી બાજી ઊંઘી વાળી શકે છે એવું રાજકોટનો જ ઇતિહાસ કહે છે.રાજકોટની બેઠક ઉપર કિરણભાઈ પટેલનો સંસદની ચૂંટણીમાં પરાજય થયો હતો તે ભૂલવા જેવું નથી.

ભાજપ શિસ્તબધ્ધ પક્ષ હોવાની છાપ છે.પણ પાટીલે એ આવરણ દૂર કરી દીધું છે.દરિયાના તળિયે બેઠેલું મોજું ઉછળીને સપાટી ઉપર આવે એ રીતે ભાજપના મતભેદો ઉછળીને સપાટી ઉપર આવી ગયા છે.નેટવર્ક સોશિયલ પ્લેટફોર્મ પર ટેકેદારોની સંખ્યા દેખાડવાની જે હોડ જામી તે બતાવે છે કે સામસામી બાંયો ચડવાઇ રહી છે.મર્યાદા રેખા ભૂંસાવાનું શરૂ થવા લાગ્યું છે.પાટીલની ભૂમિકા ભાજપને નડશે કે ફળશે એ તો જો કે ભવિષ્ય જ દેખાડશે.

કાર્યકરો ખુશ હોય તો પણ પાટિલ માટે કપરા ચઢાણ
પાટિલે નેતાઓને નિશાન ઉપર લીધા એટલે પક્ષના વફાદાર પણ ઉપેક્ષિત કાર્યકરો બેશક ખુશ થયા છે.
પણ પાટિલ માટે મુશ્કેલી એ છે કે તેમની સામે ભાજપના ત્રણ વગદાર જૂથની નારાજગી છે.રાજ્ય ભાજપ મુખ્યત્વે ત્રણ છાવણીમાં વહેંચાયેલું છે.વિજયભાઈ રૂપાણી જૂથ,ઉત્તર ગુજરાતનું નીતિનભાઈ પટેલનું જૂથ અને ત્રીજો ચોકો ભીખુભાઇ દલસાણીયાનો. આ ત્રણે વચ્ચે પણ પાર વગરના મતભેદો છે.પણ ભાજપના આંતરિક વર્તુળોની વાત સાચી માનીએ તો પાટિલ સામેની નારાજગી મુદ્દે ત્રણેયમાં સંપ થવા લાગ્યો છે.

આ સંજોગોમાં પાટિલ પોતાનું વફાદાર જૂથ બનાવવા પ્રયત્નશીલ બન્યા છે.પણ સતાપાંખની નારાજગી વ્હોરીને કેટલા કાર્યકરો ખૂલ્લીને પાટિલ તરફ ઢળશે એ અનુમાન મુશ્કેલ છે.સૌરાષ્ટ્ર ની યાત્રા દરમિયાન તેમણે ગોરધન ઝડફિયાને પોતાની સાથે ને સાથે રાખ્યા તેની પાછળ કદાચ એ જ કારણ હતું.નહીંતર ઝડફિયા ભાવનગર અને અમરેલી ને બાદ કરતાં બાકીના સૌરાષ્ટ્રમાં મોટા ગજાના નેતાની ઓળખ ગુમાવી ચુક્યા છે.તેમને સૌરાષ્ટ્રનો પાટીદાર ચહેરો બનાવવાની ચાલ પણ બેકફાયર થાય તેવા એંધાણ મળી રહ્યા છે.પાટિલે “ઉપર”ના શક્તિશાળી આશિર્વાદ હેઠળ સાફસૂફી અભિયાન હાથ તો ધર્યું છે પણ એ રાહ ખૂબ કપરી હશે તેટલું નક્કી.

You Might Also Like

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

ધુરંધર અને પ્રોપેગંડા

Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન

શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સોશ્યિલ મીડિયા કોર્નર
Next Article ગુજરાતમાં રસીકરણ 10 કરોડ ડોઝનો લક્ષ્યાંક પૂર્ણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
રાજકોટ મનપાનો ઐતિહાસિક નિર્ણય: 846 કરોડના 98 વિકાસ કામો સ્થગિત, સમીક્ષા શરૂ
ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
‘તમે સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી શકો, અમને નહીં…’, અભિજિત દીપકેના સરકાર સામે પ્રહાર
પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Bhavy Raval

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

ધુરંધર અને પ્રોપેગંડા

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?