By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પણ રેવડી!
    10 minutes ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    1 day ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    1 day ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    17 seconds ago
    ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને ફેટ અંગેની ચેતવણી સ્પષ્ટ અને મોટી આપવા ગ્રાહકોનો મત
    5 minutes ago
    ભારતીયોમાં ફરવાનો નવો ટ્રેન્ડ ખાસ કારણ વિના માત્ર ‘મૂડ’ થતાં જ મુસાફરી
    17 minutes ago
    CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
    24 hours ago
    બુલેટ ટ્રેન | હવે દોઢ કલાકમાં જ મુંબઈથી વડોદરા પહોંચી જવાશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જન્માષ્ટમી મહોત્સવને લોકોત્સવ બનાવવાનો સંકલ્પ, સંકલન સમિતિની નિમણૂક કરાઇ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જન્માષ્ટમી મહોત્સવને લોકોત્સવ બનાવવાનો સંકલ્પ, સંકલન સમિતિની નિમણૂક કરાઇ
રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવને લોકોત્સવ બનાવવાનો સંકલ્પ, સંકલન સમિતિની નિમણૂક કરાઇ

Khaskhabar Editor
Last updated: 2026/08/18 at 2:36 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
4 Min Read
SHARE

વિહિપ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા સમાજના તમામ વર્ગોને જોડીને ભવ્ય ઉજવણી કરાશે

શોભાયાત્રા સહિત વિવિધ કાર્યક્રમોની તૈયારીઓને વેગ : કાર્યાલય ખાતે કાર્યકર્તાઓનો મેળાવડો, લતા-ફ્લોટ સુશોભનની નોંધણી ચાલુ

- Advertisement -

ભગવાન શ્રીકૃષ્ણના પાવન અવતરણ દિવસ તરીકે દેશભરમાં ઉજવાતી જન્માષ્ટમી ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને સામાજિક એકતાનું પર્વ છે. આ પવિત્ર મહોત્સવને વધુ યથાર્થ અને સાચા અર્થમાં લોકોત્સવ
બનાવવાના હેતુથી જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા વિવિધ ક્ષેત્રના આગેવાનો અને સમાજના તમામ વર્ગોને સાથે જોડવાની તૈયારીઓને વેગ આપવામાં આવ્યો છે. જન્માષ્ટમીના મહાપર્વને ભગવાન શ્રીકૃષ્ણના
જીવનમૂલ્યો—ઉપદેશ, કર્તવ્ય, પ્રેમ, પરમાર્થ અને માનવકલ્યાણ—સાથે જોડીને સર્વસમાવેશક રીતે ઉજવવાના સંકલ્પ સાથે માર્ગદર્શક સમિતિ દ્વારા સર્વાનુમતે સંકલન સમિતિની રચના કરવામાં આવી છે. માર્ગદર્શક સમિતિમાં
માવજીભાઈ ડોડિયા, નરેન્દ્રભાઈ દવે, ભુપતભાઈ ગોવાણી, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાંતુભાઈ રૂપારેલીયા, પ્રતાપભાઈ કોટક, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા અને અશોકભાઈ મકવાણા સહિતના સભ્યોનો
સમાવેશ થાય છે. સમિતિના અધ્યક્ષ તરીકે રાજાભાઈ (વાવડી), કાર્યકારી અધ્યક્ષ તરીકે તિર્થરાજસિંહ ગોહિલ તથા ઇન્ચાર્જ તરીકે પરેશભાઈ રૂપારેલીયાની જવાબદારી છે.

સંકલન સમિતિમાં રાધેશ્યામ બાપુ, લલીતભાઈ વડેરીયા (કાળુમામા), અશ્વિનભાઈ ગોસાઈ, કૃણાલભાઈ વ્યાસ, ડો. માધવ દવે, યોગેન્દ્રસિંહ જાડેજા, વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, જયેશભાઈ ઉપાધ્યાય (બોલબાલા
ટ્રસ્ટ), ગૌતમભાઈ ધમસાણીયા, ચમનભાઈ સિંધવ, રાજુભાઈ પિલ્લાઈ, વિક્રમસિંહ પરમાર, મંગેશભાઈ દેસાઈ, જયેશભાઈ સાંઘાણી, સુજીતભાઈ ઉદાણી, વસંતભાઈ લીમ્બાસીયા, રાજુભાઈ જુંજા અને રાહુલભાઈ જાની સહિતના
આગેવાનોની નિમણૂક કરવામાં આવી છે. આ સમિતિ આગામી દિવસોમાં અલગ અલગ ક્ષેત્રના આગેવાનોનો સંપર્ક કરી જન્માષ્ટમી મહોત્સવમાં મહત્તમ લોકોની સહભાગીતા સુનિશ્ચિત કરવા માટે આયોજનબદ્ધ પ્રયાસો કરશે.
સમાજના કોઈપણ વર્ગના લોકો મહોત્સવમાં સહભાગી થવાથી વંચિત ન રહે તે માટે વિવિધ સામાજિક અને ધાર્મિક સંગઠનો ઉપરાંત વ્યવસાયિક સંસ્થાઓ તથા જ્ઞાતિના આગેવાનોનો સંપર્ક કરવામાં આવશે. શાળાઓ, કોલેજો,
મઠ-મંદિરો, સંતો-મહંતો, ધર્માચાર્યો, સેવા વસ્તીઓ, ધૂન મંડળો, રાસ મંડળો, ગરબી મંડળો સહિત સનાતન ધર્મ સાથે સંકળાયેલા નાના-મોટા સંગઠનોને પણ મહોત્સવ સાથે જોડવાની યોજના છે. આ અંગે સંપર્ક અભિયાનની
સમગ્ર રૂપરેખા સંકલન સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવશે તેમ માર્ગદર્શક સમિતિના શાંતુભાઈ રૂપારેલીયા અને વનરાજભાઈ ગરૈયાએ જણાવ્યું હતું.

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલય ખાતે કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનેક કાર્યકર્તાઓ સેવા અને શ્રદ્ધાભાવ સાથે શોભાયાત્રાની તૈયારીઓમાં જોડાયા છે. ઝંડીઓ બનાવવાથી લઈને સંપર્ક
અભિયાન, ફ્લોટ્સની તૈયારીઓ, મુખ્ય રથની મરામત, આગામી કાર્યક્રમોની તૈયારી, શોભાયાત્રાના સુશોભન તથા કાર્યાલયની સાફ-સફાઈ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીમાં લલીતભાઈ ગોહેલ,
ધર્મેશભાઈ ગોહેલ, મૌલીકભાઈ દાવડા, જયદીપભાઈ વિસપરા, કુલદીપભાઈ બારોટ, રવીન્દ્રભાઈ બડગુજર, ધ્વનીતભાઈ સરવૈયા, ડો. રવી પાટડીયા, અલ્પેશભાઈ નાંઢા, વિપુલભાઈ પંડ્યા, પારસભાઈ શાહ, સંદીપભાઈ
આસોદરીયા, યોગેશભાઈ ચોટલીયા, નવીનભાઈ વાઘેલા, હિરેનભાઈ વ્યાસ, અલ્પેશભાઈ મોરડીયા, મૌલીકભાઈ ધોડકીયા, હિનેશભાઈ મકવાણા, દર્શીલભાઈ જોષી, યોગીભાઈ ત્રિવેદી, યોગેશભાઈ પીઠવા, દેવાંગભાઈ બામ્બા,
બિજરાજ રાઠોડ અને મનસુખ રાઠોડ સહિતના કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક જોડાયા છે. આ રીતે જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ધાર્મિક ભાવનાની સાથે સામાજિક એકતા અને સર્વસમાવેશક સહભાગિતાને કેન્દ્રમાં રાખીને
આયોજનને આગળ ધપાવવામાં આવી રહ્યું છે. સમાજના વિવિધ વર્ગો, સંસ્થાઓ અને સંગઠનોને એક મંચ પર લાવી જન્માષ્ટમીને સાચા અર્થમાં જન-જનનો મહોત્સવ બનાવવાનો પ્રયાસ આ વર્ષે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની
શકે છે.

- Advertisement -

આ વર્ષની જન્માષ્ટમી મહોત્સવની વિશેષ થીમ ટૂંક સમયમાં જાહેર કરાશે
જન્માષ્ટમી મહોત્સવને વધુ આકર્ષક અને સર્વસમાવેશક બનાવવા આગામી દિવસોમાં સર્વે મંડળોની બેઠક યોજાશે. આ ઉપરાંત તાવા પ્રસાદનું આયોજન, ગત વર્ષના લતા સુશોભન અને ફ્લોટ સુશોભનના વિજેતાઓને ઇનામ
વિતરણ, ગોપી-કિશન સ્પર્ધા, ડાયરો સહિતના વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે તેમ સમિતિના ઇન્ચાર્જ પરેશભાઈ રૂપારેલીયાએ જણાવ્યું હતું. આ વર્ષની જન્માષ્ટમી મહોત્સવની વિશેષ થીમ પણ ટૂંક સમયમાં જાહેર
કરવામાં આવશે તેમ સહ-ઇન્ચાર્જ દીપકભાઈ ગમઢાએ જણાવ્યું હતું.

You Might Also Like

આવાસ યોજના અંગેની સ્ફોટક માહિતી RTIથી મંગાતા ખળભળાટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના

જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર

સ્ટેન્ડિંગ કમિટીમાં 24માંથી 14 દરખાસ્તને મંજૂરી, 63 કરોડના કામોમાંથી માત્ર 10 કરોડને બહાલી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
Next Article તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 17 seconds ago
ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને ફેટ અંગેની ચેતવણી સ્પષ્ટ અને મોટી આપવા ગ્રાહકોનો મત
અમેરિકામાં પણ રેવડી!
ભારતીયોમાં ફરવાનો નવો ટ્રેન્ડ ખાસ કારણ વિના માત્ર ‘મૂડ’ થતાં જ મુસાફરી
આવાસ યોજના અંગેની સ્ફોટક માહિતી RTIથી મંગાતા ખળભળાટ
કાલે ૭૫ હજાર બેન્ક કર્મીની હડતાળ, ગુજરાતની ૫૪૦૦ શાખામાં કામગીરી ખોરવાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

આવાસ યોજના અંગેની સ્ફોટક માહિતી RTIથી મંગાતા ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 24 minutes ago
રાજકોટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?