By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    23 hours ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    1 day ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    2 days ago
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    4 days ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    BOOK MY SHOWની લૂંટ: ડિસ્કાઉન્ટ બાદ અલગથી ઓફર પ્રોસેસિંગ ફીની વસૂલાત
    27 minutes ago
    ‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !
    23 hours ago
    ભારતમાં 66.49 કરોડ ઓનલાઈન વીડિયો દર્શકો : રોજ 141 કરોડ કલાક વીડિયો જોવામાં વેડફાઈ રહી છે
    1 day ago
    વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ
    2 days ago
    CEC જ્ઞાનેશને સસ્પેન્ડ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    38 minutes ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 day ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    4 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    5 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આમ નહીં, આર્મ પાવરનું હબ છે… રાજકોટ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > આમ નહીં, આર્મ પાવરનું હબ છે… રાજકોટ!
AuthorParakh Bhattરાજકોટ

આમ નહીં, આર્મ પાવરનું હબ છે… રાજકોટ!

Khaskhabar Editor
Last updated: 2022/02/08 at 1:28 PM
Khaskhabar Editor 6 years ago
Share
1 Min Read
SHARE

આર્મ ફોર્સિસને ફક્ત હરક્યુલિસ જેવા બાહુબળશાળી વ્યક્તિની કે ફક્ત ટેબલ પર બેસીને મગજ દોડાવનાર આઇન્સ્ટાઈનની જરૂર નથી. તેમને જોઇએ છે, એવા જવાન અને અધિકારી, જેમનામાં નેતૃત્વ ઉપરાંત સમય આવ્યે શારીરિક તાકતનો પરચો બતાવી શકવાની પણ ક્ષમતા હોય!

“૧૯૬૨ની જંગ ભારતે અમુક પ્રકારે વેઠેલી કારમી હાર જ હતી. એ પછી NCCના જ એક નવા યુનિટ ‘NCC રાઇફલ્સ’માં કેડેટ્સને રાઇફલ્સ પર ટ્રેનિંગ આપી શકાય એ માટેનાં પ્રયત્નો શરૂ થયા. મારા પિતા એમાં કેડેટ હતાં, એટલે સ્વાભાવિક રીતે જ એન.સી.સી. અંગે ખાસ્સી વાતો સાંભળી હોય. નક્કી હતું કે 
એન.સી.સી. તો રાખવું જ છે!” : નિવૃત કેપ્ટન જયદેવ જોશી

- Advertisement -

પરખ ભટ્ટ

“યુદ્ધ એ કલ્યાણ નથી, પરંતુ પાકિસ્તાની નિર્દોષ નાગરિકોને હાનિ પહોંચાડ્યા વગર ત્યાં ઉછરી રહેલા આતંકવાદનો ખાત્મો એ જ આપણું એકમાત્ર ધ્યેય હોવું જોઇએ. રાજકીય ઇચ્છાશક્તિ વગર આ અશક્ય છે!” શબ્દો છે, નિવૃત કેપ્ટન જયદેવ જોશીનાં! ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવવાનો એમનો અનુભવ અને ત્યાં સુધી પહોંચવા સુધીની સફર અંગે ‘ખાસ ખબર’ દ્વારા કેટલીક ‘ખાસ-મ-ખાસ’ વાત કરવામાં આવી.

એમનાં યુવા સમયની વાત કરીએ તો, બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ગ્રેજ્યુએશનની સાથોસાથ એન.સી.સી. પણ થઈ શકે એ પ્રકારે અભ્યાસ ચાલુ રાખ્યો. ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧નાં ગોઝારા દિવસ બાદ ભુજ, ભચાઉ વિસ્તારોમાં પોતાની બટાલિયન સાથે એમણે રાહત કામગીરી પણ કરી. ત્યારબાદ તો ભારતનાં આઠ પસંદગી પામેલ યુવાનોમાંના એક જયદેવ જોશીને યુથ એક્સચેન્જ પ્રોગ્રામમાં સિંગાપોર જવાની તક સાંપડી. સૌથી મહત્વનો ટર્નિંગ પોઇન્ટ બન્યો : આઇ.એમ.એ (ઇન્ડિયન મિલિટરી અકેડમી)! દેહરાદુન ખાતે આવેલી આ ઇન્સ્ટિટ્યુટમાં ‘આર્મી અટેચમેન્ટ’ કેમ્પનું આયોજન થાય છે. જેમાં એન.સી.સી. કેડેટ્સને ત્યાંના આર્મી કેડેટ્સની દિનચર્યા અને કામની હુબહુ એ જ પ્રમાણે ટ્રેનિંગ લઈને પરત ફરવાનું! એ ૧૫ દિવસોની અંદર આર્મી ઓફિસર બનવા માટે કેવી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે એ શીખવા મળ્યું.

- Advertisement -

બીજા વિશ્વયુદ્ધ સમયે અમેરિકન ઓફિસરોને આર્મ ફોર્સની તાતી જરૂરિયાત ઉભી થઈ અને રાતોરાત એમને ભરતી કરવા તો શક્ય જ નહોતાં. કોઇ ખોટા વ્યક્તિની ભરતી ન થઈ જાય અને સાતત્યપૂર્ણ કેન્ડિડેટ રહી ન જાય એ કારણોસર ‘સર્વિસીસ સિલેક્શન બોર્ડ’ની આખી નવી સિસ્ટમ ડેવલપ કરવામાં આવી, જેમનું કામ દેશનાં ઉત્સાહી યુવાનોને તાલીમબદ્ધ કર્યા બાદ સૈન્યમાં સામેલ કરવાનું હતું!

કેપ્ટન જયદેવ જોશીએ પણ એન.સી.સી.ની સાથે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ એસ.એસ.બી. (સર્વિસીસ સિલેક્શન બોર્ડ)નો ઇન્ટરવ્યુ આપ્યો, જે સામાન્યતઃ યુપીએસસીની પરીક્ષા પછી અપાતો હોય છે. સારા મેરિટ સાથે ટેસ્ટ ક્લિયર તો કર્યો પરંતુ માસ્ટર્સનું ભણવાની ઇચ્છા પણ બળવત્તર બની રહી હતી. મુખ્ય કારણ એ કે, માસ્ટર્સની ડિગ્રીને લીધે આર્મી ઓફિસર બનવા સુધીની સફર પ્રમાણમાં થોડીક સરળ થઈ જાય છે. નડિયાદની કોલેજમાં માસ્ટર્સ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન્સનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ફરી એકવાર ‘સર્વિસીસ સિલેક્શન બોર્ડ’નો ઇન્ટરવ્યુ પાસ કર્યો. ચેન્નઈ ખાતે આવેલી ‘ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી’માં તેમણે ૧૧ મહિનાની તાલીમ લીધી. ૨૭૨ કેડેટ્સમાંથી ૧૭માં ક્રમાંક સાથે જયદેવ જોશીએ પોતાની ઓફિસર ટ્રેનિંગ પણ પૂરી કરી. રેજિમેન્ટ ઓફ આર્ટિલેરી વોઝ ધ ફર્સ્ટ એન્ડ ધ નેચરલ ચોઇસ! સારા મેરિટને લીધે જયદેવ જોશીને એ રેજિમેન્ટ મળી પણ ખરા!

૨૦૦૫માં તેમને રેજિમેન્ટ ઓફ આર્ટિલેરીમાં કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. પાંચ વર્ષ પછી તેમણે સ્વૈચ્છિક નિવૃતિ સ્વીકારી. આજે તેઓ પૂર્વસૈનિકોનાં પરિવાર તેમજ તેમનાં બાળકો માટે વિશેષ કામગીરી કરી રહ્યા છે. સૈન્યની કલ્યાણકારી કામગીરીનાં સદસ્ય બનાવવાની કામગીરીથી માંડીને પૂર્વસૈનિકોને મળવા જોઇતાં તમામ હક-હિતો માટે તેઓ સેવા આપી રહ્યા છે. રાજકોટ જેવા નોન-મિલિટરી સ્ટેશનમાં પૂર્વસૈનિકો માટે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા ફાયનાન્સ્ડ એક મેડિકલ હેલ્થ યુનિટ (ઇ.સી.એચ.એસ. : એક્સ-સર્વિસમેન કોન્ટ્રિબ્યુટરી હેલ્થ સ્કિમ) શરૂ કરવામાં આવ્યું. જેનાં સ્થાપક, ઓફિસર-ઇન-ચાર્જ તરીકે તેમણે કામગીરી બજાવી.

ભારતીય આર્મ ફોર્સમાં ભરતી થવા માટે કેટકેટલી વિષમ પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે, એ અંગે વાતચીત આગળ વધારતા તેઓ કહે છે કે, આર્મી, નેવી અને એરફોર્સમાં મુખ્યત્વે બે એન્ટ્રી પોઇન્ટ્સ છે. જવાન તરીકે ભરતી થનાર ગ્રુપ અને અધિકારી તરીકે ભરતી થનાર ગ્રુપની પ્રવેશ પદ્ધતિ અલગ-અલગ હોય છે. અધિકારી તરીકે ભરતી થવાનો એ મતલબ બિલકુલ નથી કે વ્યક્તિ ડેસ્ક-જોબ કરે! કોઇ ક્યુબિકલ કે પછી ૯ થી ૫ની સમયમર્યાદાનું કોઇ જ બંધન અહીં લાગુ નથી પડતું. જવાનો પોતાનાં ઓફિસર માટે જીવ દેવા તૈયાર હોય છે, પ્રમાણમાં થોડી વધુ પડતી મુશ્કેલ પ્રવેશપરીક્ષામાં ઉતીર્ણ થયા છો ફક્ત એ કારણોસર જ તમે અધિકારી છો. સ્પર્ધાનાં ભાવથી નહીં, પરંતુ નેતૃત્વની જવાબદારી હેઠળ દરેક અધિકારી પોતાનાં જવાનો કરતાં હંમેશા એક કદમ આગળ રહેવા માટે સતત મહેનત કરે છે.

જવાન તરીકે ભરતી થવા માટેની લાયકાત વિશે વાત કરીએ તો, પ્રવેશ મેળવવા ઇચ્છુક વ્યક્તિ ધોરણ ૧૦ કે ૧૨ પાસ હોઇ શકે. અમુક પ્રકારની ભરતીમાં ગ્રેજ્યુએશન પણ જરૂરી છે. ૧૯ વર્ષથી ૨૩-૨૪ વર્ષ સુધીની વય ધરાવતાં યુવાનો ભરતી થવા માટે અપ્લાય કરી શકે છે. ‘આર્મી રીક્રુટ ઓફિસ’ દ્વારા સૌપ્રથમ ફિઝિકલ સ્ટાન્ડર્ડ્ઝ (ઉંચાઈ, વજન વગેરે), ગ્રાઉન્ડ ટેસ્ટ, લિખિત પરીક્ષા ગોઠવવામાં આવે છે. અને ત્યારબાદ મેરિટમાં આવનાર ક્રમાંક પ્રમાણે તમે જવાન તરીકે ભરતી થઈ શકો. દેશનાં અલગ-અલગ રાજ્યો પ્રમાણે ઉંચાઈ અને વજનની મર્યાદા જુદી જુદી રાખવામાં આવી છે. સપાટ પગ (ફ્લેટ ફીટ) કે પછી અંદરની બાજુથી અડતાં ઘૂંટણ (નોક નીઝ) એ ઘણી વખત રીજેક્શનનું કારણ બને છે. આવા પ્રકારનાં અમુક ફિઝિકલ સ્ટાન્ડર્ડ્ઝમાંથી પસાર થયા બાદ વારો આવે છે, ગ્રાઉન્ડ ટેસ્ટનો! ૧૬૦૦ મીટરની દોડ અગર જવાન ૯ મિનિટની સમયમર્યાદામાં પૂરી કરી લે છે તો તેને આગળનાં રાઉન્ડ્સ માટે ક્વોલિફાય ગણી લેવામાં આવે છે.

ચીન અપ્સ, ટૉ-ટચ, વર્ટિકલ રોપ, હોરિઝોન્ટલ રોપ, ટચ ડાઉન જેવી અન્ય ગ્રાઉન્ડ ટેસ્ટ પસાર કર્યા પછી જનરલ નોલેજ, જનરલ એબિલિટી, લોજીકલ રીઝનિંગની એક લિખિત પરીક્ષા ગોઠવાય છે. તમામ પ્રવેશ પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ ‘આર્મી રીક્રુટ ઓફિસ’ એક મેરિટ લિસ્ટ બહાર પાડીને ભરતી પામેલ જવાનોની યાદી જાહેર કરે છે. અંતે, ત્રણ દિવસનાં સઘન મેડિકલ ચેક-અપ બાદ ફાઇનલ લિસ્ટ જાહેર થાય છે. ત્યારબાદ જે-તે રેજિમેન્ટમાં ભરતી થવા માંગતા યુવાનો રેજિમેન્ટલ ઓફિસમાં જઈને ત્યાં ૧૧ મહિનાથી શરૂ કરીને દોઢ વર્ષ સુધીની તાલીમ લે છે.

હવે વાત કરીએ, અધિકારીનાં સિલેક્શન પ્રોસેસની! કોઇ પણ વ્યક્તિને અધિકારીનાં પદ સુધી પહોંચવા માટે ત્રણ તબક્કામાંથી પસાર થવું પડે છે. યુપીએસસી (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)ની લિખિત પરીક્ષા આપવાની હોય છે. એનસીસી કેડેટને અહીં વિશેષ ફાયદો થાય છે. પરીક્ષામાંથી પાસ થયા બાદ સર્વિસ સિલેક્શન બોર્ડ (એસ.એસ.બી) ઇન્ટરવ્યુનો કોલ-લેટર મોકલવામાં આવે છે. પાંચ દિવસ ચાલનારા આ ઇન્ટરવ્યુમાં વ્યક્તિ ત્રણ તબક્કામાંથી પસાર થાય છે. (૧) સ્ક્રીનિંગ (૨) જનરલ એબિલિટી ટેસ્ટ, ગ્રુપ ડિસ્કશન, પિક્ચર પરસેપ્શન ટેસ્ટ (૩) ગ્રુપ-ટાસ્ક ઓફિસર દ્વારા ૮-૧૦ ટેસ્ટ ગોઠવાય છે, જે મોટેભાગે ગ્રાઉન્ડ પર હોય છે. ફિઝિકલ એબિલિટી પર આ ટેસ્ટ આધાર રાખે છે. એ ઉપરાંત, સાયકોલોજી ટેસ્ટ તો ખરા જ! જેમાં ફક્ત એક રૂમમાં બેસાડીને વિવિધ ટેસ્ટ લેવામાં આવે છે. ત્યારબાદ વન-ઓન-વન બંધ બારણે એક ઇન્ટરવ્યુ ગોઠવાય છે. એ પૂર્ણ થયા પછી કોન્ફરન્સમાં વ્યક્તિ સાથે સીધી પ્રશ્નોત્તરી ગોઠવાય છે.   

ફૌજમાં ગુજરાતીઓ ઓછા જોવા મળે છે, તેની પાછળનું કારણ જણાવતા તેઓ કહે છે કે :

(૧) યુદ્ધકલાની દ્રષ્ટિએ અથવા ૧૮૫૭નાં સ્વતંત્રતા સંગ્રામની વાત કરીએ તો, હાથમાં હથિયાર લઈને મેદાનમાં કૂદી પડનાર યોદ્ધાઓમા ગુજરાતીઓ કેટલા? એ સવાલ બહુ અગત્યનો છે. હથિયાર ઉપાડવા એ ગુજરાતીઓનાં ડીએનએમાં જ નથી.

(૨) ઉપરોક્ત કારણને લીધે સ્વાભાવિક રીતે આર્મ-ફોર્સમાં જવા માટેનાં અભિગમની ખામી જોવા મળે છે.

(૩) જેને કારણે કરિયર ઓપ્શન તરીકે આર્મ-ફોર્સમાં જવાની વાતને આપણે ત્યાં અવગણના પ્રાપ્ત થઈ છે.

(૪) રાષ્ટ્રિયતા સાથે વરીને, આર્થિક લોભને ધ્યાનમાં ન રાખીને આર્મ-ફોર્સિસમાં જવું જોઇએ એ પ્રકારની વિચારધારાને ફક્ત છેલ્લી ત્રણ-ચાર પેઢી તરફથી જ આવકાર મળવાનું શરૂ થયું છે. ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ હબ હોવાને લીધે અહીંના યુવાનોએ સ્વાભાવિક રીતે એ દિશામાં વિચારવાનું ઓછું કરી દીધું છે.

You Might Also Like

ઓલ ઇન્ડિયા પોલીસ મીટમાં કેયુર રાજયગુરુએ હાઇબોર્ડ ડાઇવિંગમાં સિલ્વર મેડલ જીત્યો

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાઓથી લઈ સ્વચ્છતા સુધીની સમસ્યાનો આક્ષેપ

બેડીપરાના ગ્રીન પાલક પંજાબીમાંથી 52 કિલો, રૈયા ચોકડી પાસેના ડ્રિઝલ્સ પિઝામાંથી 23 કિલો અખાદ્ય પદાર્થનો નાશ

માં શક્તિનું અવતરણ એટલે નવરાત્રી

ખેડૂતોને પાક વેંચવા માટે પુષ્કરધામ પાસે મફત થડા ફાળવશે, મનપા હવે સ્વદેશી કંપનીનાં વાહનો જ ખરીદશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મેઘાણીનું એ ગીત જેણે કોર્ટમાં એમને સજા આપવા બેસેલા જજને પણ રોવડાવી નાંખેલા!
Next Article ભાજપ માટે સત્તા હાંસલ કરવી અઘરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

રાજ્યભરના 12,000 રેવન્યુ કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ : સરકારી કામગીરી ઠપ

Khaskhabar Editor Khaskhabar Editor 57 seconds ago
કોમર્શિયલ પાયલટ તાલીમ માટે ગુજરાત બન્યું નેશનલ હબ
ઓલ ઇન્ડિયા પોલીસ મીટમાં કેયુર રાજયગુરુએ હાઇબોર્ડ ડાઇવિંગમાં સિલ્વર મેડલ જીત્યો
BOOK MY SHOWની લૂંટ: ડિસ્કાઉન્ટ બાદ અલગથી ઓફર પ્રોસેસિંગ ફીની વસૂલાત
સુરતમાંથી ડુપ્લિકેટ ‘ઘર’ સોપ્સને ‘મીશો’માં વેચવાનું કૌભાંડ પકડાયું
મોરબીના લાકડાંના વેપારી લલિત ફેફરએ રાજકોટનાં શખ્સને 55 હજારનો ચૂનો લગાવ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

ઓલ ઇન્ડિયા પોલીસ મીટમાં કેયુર રાજયગુરુએ હાઇબોર્ડ ડાઇવિંગમાં સિલ્વર મેડલ જીત્યો

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
રાજકોટ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાઓથી લઈ સ્વચ્છતા સુધીની સમસ્યાનો આક્ષેપ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

બેડીપરાના ગ્રીન પાલક પંજાબીમાંથી 52 કિલો, રૈયા ચોકડી પાસેના ડ્રિઝલ્સ પિઝામાંથી 23 કિલો અખાદ્ય પદાર્થનો નાશ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?