જૂનાગઢ જઘૠનું સફળ ઓપરેશન: રાજસ્થાનથી જૂનાગઢમાં ડ્રગ્સ સપ્લાય થતું હતું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા વન વિભાગ અને પોલીસ તંત્રની સૂચના અનુસાર, જૂનાગઢ એસ.ઓ.જી. સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન એક રીઢા ગુનેગારને ડ્રગ્સના જથ્થા સાથે દબોચી લીધો છે. એસઓજી ટીમના મહેન્દ્રભાઈ, મેણસીભાઈ અને રોહિત ધાંધલને મળેલી સંયુક્ત બાતમીના આધારે પોલીસે મજેવડી દરવાજા પાસે, ભારત મિલના ઢોરા વિસ્તારમાં આવેલા માસુમશા પીરની દરગાહ વાળી ગલીમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી મુખ્ય આરોપી સલીમ ઉર્ફે ભુતિયો હુસેનભાઈ સોઢાને તેના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે રંગેહાથ પકડી પાડવામાં આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 53,750નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં 7.3 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત રૂ. 21,900, રોકડા રૂપિયા 21,650 અને એક ઇલેક્ટ્રિક વજન કાંટો અને એક મોબાઈલ ફોન કિંમત રૂ. 10,000 પકડાયેલ આરોપી સલીમ ઉર્ફે ભુતિયો અગાઉ ખૂન, ખૂનની કોશિશ, હથિયાર ધારા આર્મ્સ એક્ટ, મારામારી અને પ્રોહિબિશન જેવા કુલ 22 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. આ કેસમાં ડ્રગ્સ સપ્લાય કરનાર અન્ય આરોપી ગિરિરાજસિંહ ચૌહાણ રહે. રાજસ્થાનને પકડવાનો બાકી છે. પોલીસે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



