By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    7 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 week ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    1 week ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાંથી વાદળો અદ્રશ્ય!
    11 hours ago
    વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
    12 hours ago
    ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
    13 hours ago
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    6 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નવરાત્રી: માત્ર ઉત્સવ નહીં, આત્મા શુદ્ધિ અને ઉન્નતિનો માર્ગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > નવરાત્રી: માત્ર ઉત્સવ નહીં, આત્મા શુદ્ધિ અને ઉન્નતિનો માર્ગ
Author

નવરાત્રી: માત્ર ઉત્સવ નહીં, આત્મા શુદ્ધિ અને ઉન્નતિનો માર્ગ

Khaskhabar Editor
Last updated: 2025/09/27 at 4:20 PM
Khaskhabar Editor 12 months ago
Share
6 Min Read
SHARE

રેખા પટેલ-ડેલાવર

આ દિવસોમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. મા દુર્ગા દુષ્ટતા પર વિજય અને સદગુણોના પ્રતિક છે. આ દિવસોમાં મન અને શરીરને શુદ્ધ કરવા માટે વ્રત, ઉપવાસ, અખંડ જ્યોત, જપ, પાઠ અને ભક્તિ કરવામાં આવે છે.

- Advertisement -

નવરાત્રીનાં આ દિવસો માત્ર ચણિયાચોળી પહેરી સજીધજીને ગરબાની રમઝટ બોલાવવા પુરતા જ મહત્વના નથી. આ માત્ર ઉત્સવ જ નથી, પરંતુ અંતરાત્માના સંસ્કારને ઉજાગર કરવાનો અવસર છે.
નવરાત્રીમાં આધ્યાત્મિક શુદ્ધિ અલગ અલગ રીતે થાય છે. દેવીના નામનું સ્મરણ નકારાત્મકતા દુર કરે છે. દેવીની સ્તુતિ અને તેના ઉચ્ચારોમાં અલગ ઉર્જા હોય છે. જેમ એક દીવો માત્ર પ્રકાશ પાથરે છે તેમ હકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. કુટુંબ ભાવના પછી સદભાવના, પ્રેમ, દાન અને બીજાઓને સહાય કરવું એ આપણા તહેવારોનું મુખ્ય હાર્દ છે.
દેવી શક્તિની આરાધનાનો પવિત્ર તહેવાર. ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં આ તહેવાર ખૂબ જ આનંદ, ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવાય છે. નવરાત્રીના દિવસોમાં ઉપવાસ, જપ, પાઠ અને ધ્યાન દ્વારા મનુષ્ય પોતાનું શરીર, મન અને આત્મા ત્રણેને શુદ્ધ કરી શકે છે. ઉપવાસ શરીરને હલકું બનાવે છે, મંત્રજપ મનને એકાગ્ર કરે છે. દેવી ભક્તો આ દિવસોમાં આરાધના કરી આત્માને ઊંચા ચેતનાસ્થરે પહોંચાડે છે. આ નવ દિવસો માનવીને પોતાના અંદર ઝાંખી કરવાનો મોકો આપે છે – પોતાના દુર્ગુણોને ઓળખી તેને દૂર કરવાનો અને સદગુણોને જીવનમાં સ્થાપિત કરવાનો સમય છે.
દેવીના નવ સ્વરૂપોની ઉપાસનાથી મનુષ્ય પોતાના અંદરના નવ પ્રકારના શક્તિ-ગુણોને જગાડે છે – શૌર્ય, દયા, ક્ષમા, જ્ઞાન, ભક્તિ, શાંતિ, સમર્પણ, સદભાવ અને નિડરતા. આ ગુણો જીવનને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બનાવે છે.
અંતમાં, નવરાત્રી આપણને શીખવે છે કે સાચી ભક્તિ માત્ર દીવો પ્રગટાવવી કે ગરબા રમવામાં નથી, પરંતુ આત્માને શુદ્ધ કરવા, દુર્ગુણોને દૂર કરવા અને સદગુણોને અપનાવવા માં છે. જો આપણે આ આચાર-વિચારને જીવનમાં ઉતારી લઈએ, તો નવરાત્રી ખરેખર આત્માની શુદ્ધિ અને ઉન્નતિનો માર્ગ બની શકે છે.
નવરાત્રી દરમિયાન સેવા, દાન અને સહકાર જેવા કાર્યો કરવાથી હૃદયમાં કરુણા અને પ્રેમ વધે છે. સમાજ સાથે ભક્તિપૂર્વક ગરબા અને ડાંડીયામાં જોડાવાથી એકતા અને સમરસતા અનુભવાય છે. આ એકતા અને સકારાત્મકતા આપણું આંતરિક બળ વધારે છે.
ભારતમાં તો નવરાત્રીનો ઉત્સવ સૌ કોઈને જાણીતા છે, પરંતુ પરદેશમાં રહેતાં આપણે માટે આ તહેવારનું મહત્વ અલગ જ છે. અહીં નવરાત્રી માત્ર એક ધાર્મિક કે સાંસ્કૃતિક તહેવાર નથી, પરંતુ પરદેશમાં રહીને દેશ સાથે જોડાઈ રહેવાનો પુલ બની જાય છે.
પરદેશમાં રહેતા લોકો રોજિંદા જીવનમાં વ્યસ્ત હોય છે. એક સાથે રોજ અલગ-અલગ ભાષા, સંસ્કૃતિ અને પરિસ્થિતિઓમાં જીવતા હોય છે. નવરાત્રી માત્ર આનંદનો ઉત્સવ નથી, તે આપણામાં એકતા, ભક્તિ અને શક્તિનો સંદેશ લાવે છે. પરદેશમાં રહેતા બધા ભારતીયો ભાષા કે પ્રાંતના ભેદ વગર એક મંચ પર ભેગા થાય છે. સૌ સાથે ભેગા મળી સમય પ્રમાણે નવ દિવસ રોજ કે વિકેન્ડ ગરબા મહોત્સવમાં જોડાઈને સંસ્કૃતિ માતાની આરાધના કરતા હોય છે. એ ક્ષણે અનુભવ થાય છે કે આપણે આપણા વતનથી દૂર હોવા છતાં પણ આપણું હૃદય ભારતીય છે.
આ તહેવારથી નવી પેઢીને સંસ્કાર મળે છે. પરદેશમાં જન્મેલા બાળકો, નવરાત્રી દ્વારા દેવી માતાની ભક્તિ, ભજન, નૃત્ય અને પરંપરા શીખે છે. તેઓ સમજે છે કે પોતાની ઓળખ અને મૂળ ક્યાં છે.
જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં બધેજ ગુજરાત બની જાય છે. ખાણીપીણી હોય કે પછી પહેરવેશ અને ફેસ્ટીવલ ની વાત હોય બધેજ ગુજરાતની છાપ અમીટ મળી રહે છે. ગરબાના સ્થળે પાપડીનો લોટ, સમોષા, ચાટ, ચાય કોફીના સ્ટોલ મુકાતા હોય છે.
વિકેન્ડ માં બધાજ કામને બાજુ ઉપર રાખીને ગરબાના શોખીન નવરાત્રીની તૈયારીઓમાં લાગી જાય છે. નવરાત્રીના મહિના પહેલા ઇન્ડીયાથી ખ્યાતનામ ગરબા ગાયકોને અહી આવી પહોચે છે. ખાસ પછી નવરાત્રીના નવ દિવસો માટે તેમનું બુકિંગ ગુજરાત ખાતે હોય છે. આના કારણે પરદેશમાં વહેલી નવરાત્રી શરુ થઇ જતી હોય છે. તેમની પ્રાચીન અર્વાચીન ગરવાની ધૂન ઉપર ખેલૈયાઓ તેમનો ગરબા શોખ પૂરો કરી લેતા હોય છે.
સંગીત ઉપર ધૂમતા ગુજરાતીઓ સાથે નોન ગુજરાતીઓ પણ એ રીતે ઝૂમતા જોવા મળે છે. ગરબાનાં શબ્દો સાથે તાલ મિલાવતા યુવાનોને જોઈ કોઈ કહી શકે નહિ કે આમાં થી કેટલાકે તો ગુજરાત કે દેશ જોયો પણ નથી. અમેરિકન બોર્ન ગુજરાતી બાળકોમાં નવરાત્રી ખુબ માનીતો તહેવાર છે. ભલે ગુજરાતી બોલતાં નથી આવડતું પણ ગરબા તો ગુજરાતી શબ્દોના તાલેજ ગાવા તેમને ગમતા હોય છે.
સાથે જ, નવરાત્રી દ્વારા આપણે ભારતની છબી દુનિયા સમક્ષ રજૂ કરીએ છીએ. નાના મોટા લગભગ દરેક શહેરોમાં ભારતીય તહેવારોની પ્રતિનિધિ સમાન નવરાત્રી ઉલ્લાસ ભેર એક બે કે ચાર દિવસ નહિ પણ નવ દિવસ સુધી ઉજવાય છે. વિદેશીઓ પણ આપણા ગરબા, ડાંડીયા અને ભક્તિપૂર્ણ ઉજવણી જોઈને ભારતની સંસ્કૃતિને અનુભવે છે પ્રશંસા કરે છે. ગરબામાં ચણીયા ચોળી પહેરી ભારતીય મિત્રો સાથે ઘૂમતા જોવા મળે છે ત્યારે છૂપો ગર્વ પણ અનુભવાય છે.
કોઈ પણ તહેવાર હોય પરંતુ એ દેશની સંસ્કૃતિનું પ્રતિભાવ આપતો હોય છે. તેનું ગૌરવ સચવાય તે રીતે તેની ઉજવણી થવી જોઈએ. આવા પવિત્ર તહેવાર દુષિત નાં થાય તે જોવાની પણ ફરજ ખરી.

You Might Also Like

વેદોના ચિંતન વૈભવને જાણો

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

TAGGED: navratri
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આપણી ઇચ્છા મુજબ થાય તો હરિકૃપા; અને ઇચ્છા મુજબ ન થાય ત્યારે હરિઇચ્છા
Next Article જય જય જગ જનની દેવી…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મંગલ પાંડે ટાઉનશિપમાં RMCનાં ડઝનબંધ અધિકારીઓએ આવાસ લઈ ભાડે ચડાવી દીધાં!

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
વિધાનસભાના સત્રમાં 5 કાયદાને આવરી લેતું મહાવિધેયક મુકાશે
દેશમાંથી વાદળો અદ્રશ્ય!
વડોદરામાં PM મોદીનું રેમ્પ વૉક : GEN-Zનો જોશ હાઈ
ટંકારાના નાના જડેશ્વર મહાદેવ મંદિરે વિશ્વવિખ્યાત બજરંગ ભવાઈ મંડળની ભવ્ય રજૂઆત
ગિરિરાજ હોસ્પિટલનું 7થી 30 સપ્ટેમ્બર સુધી વિશેષ આરોગ્ય અભિયાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

વેદોના ચિંતન વૈભવને જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Author

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?