જિયોની પોતાની સેટેલાઇટ સેવાઓ પણ મંજૂરીની રાહમાં
ભારતમાં સેટેલાઈટ ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવાને લઈને મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરતા મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જણાવ્યું છે કે તેઓ ઈલોન મસ્કની સ્ટારલિંક સહિતની કોઈપણ કંપની સાથે સ્પર્ધા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર આપેલી માહિતી મુજબ, રિલાયન્સને કોમ્પિટિશનથી ક્યારેય ડર લાગતો નથી અને તેઓ સેટેલાઇટ કમ્યુનિકેશન ક્ષેત્રે નવી કંપનીઓના આગમનનું સ્વાગત કરે છે. જોકે, તેમણે ભારપૂર્વક એ પણ ઉમેર્યું છે કે ભારતમાં બિઝનેસ કરતી દરેક દેશી કે વિદેશી કંપનીએ દેશના કાયદા અને સરકારી પ્રક્રિયાઓનું કડકપણે પાલન કરવું અનિવાર્ય છે. રિલાયન્સે પોતાના નિવેદનમાં ખાસ સ્પજ્તા કરી છે કે તેમની પોતાની સહયોગી કંપની સેટેલાઇટ જિયોની સેવાઓને પણ સરકારી મંજૂરીઓ મળવાની બાકી છે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય અને વિદેશી તમામ અરજદારો માટે એકસમાન પ્રક્રિયા લાગુ થાય છે. રિલાયન્સના જણાવ્યા મુજબ, રોકાણ અને ઇનોવેશન માટે મુકત વાતાવરણ દેશના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ છે, પરંતુ આ વ્યવસ્થા કાયદાના શાસન પર આધારિત હોવી જોઈએ અને દરેક કંપનીએ નિયમોનું પાલન કરીને જ ગ્રાહકોને સેવાઓ આપવી જોઈએ.
- Advertisement -
સ્ટારલિંક માટે રિલાયન્સનો સ્પષ્ટ સંદેશ
રિલાયન્સે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તે સેટેલાઇટ કમ્યુનિકેશન ક્ષેત્રે સ્ટારલિંક સહિત અન્ય તમામ કંપનીઓની ઉપસ્થિતિને આવકારે છે, પરંતુ જિયો સહિત દરેક કંપનીએ ભારતના કાયદા અને નીતિઓનું પાલન કરવું જ પડશે. ભારતમાં સેટલાઇટ ઇન્ટરનેટના વ્યાપ વધવાની સાથે આવનારા સમયમાં કંપનીઓ વચ્ચે સ્પર્ધા વધુ તીવ્ર બનશે, જેમાં સેવાની ગુણવત્તા અને કિંમતો ગ્રાહકો માટે મુખ્ય પરિબળ બનશે.
રિલાયન્સ પાસે હાલમાં 53 કરોડથી વધુ ગ્રાહકો
પોતાના સ્પર્ધાત્મક અનુભવનો ઉલ્લેખ કરતા રિલાયન્સે જણાવ્યું હતું કે જિયોએ વર્ષ ૨૦૧૬માં ભારતીય ટેલિકોમ માર્કેટમાં પ્રવેશીને ઝીરો ગ્રાહકથી શરૂઆત કરી હતી અને આજે લગભગ ૧૦ વર્ષોમાં જિયોના ૫૩ કરોડથી પણ વધુ ગ્રાહકો થઈ ગયા છે.



