અમદાવાદમાં ગરમીનો પારો સૌથી વધુ
ટાઈફોડ, ઝાડા-ઉલટીના કેસમાં ઉછાળો
સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ યેલો એલર્ટ
હવામન વિભાગે લૂ થી બચવા કારણ વગર ઘરની બહાર ન જવાનું આપી સુચના
- Advertisement -
ગુજરાતમાં ગરમીનો પ્રક્રોપ વધી રહ્યો છે. બુધવારે અમદાવાદ સહિત ચાર શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર વટી ગયો હતો. તેમજ હીટવેવની સૌથી વધુ અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને સૌરાષ્ટ્રમાં રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છ જિલ્લામાં વર્તાય તેવી શક્યતાઓ રહેલી છે. શુક્રવારથી ત્રણ દિવસનું યેલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગ મુજબ કચ્છ, બનાસકાંઠા, પોરબંદર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં ગરમીનો પારો 42 ડિગ્રી થી વધુની સપાટી આંબે તો નવીન નથી. આ જિલ્લાઓમાં કો-મોર્બિડ લોકો, વૃદ્ધો તથા નાના બાળકોને તડકામાં બહાર જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. તેમજ લોકોને લાઈટ કલરના અને લૂઝ કોટનના કપડાં પહેરવા અને બપોરના સમયે બહાર જતા માથાના ભાગને કવર કરવા કહ્યું છે. ગરમીના પ્રક્રોપને કરાણે ટાઈફોડ, ઝાડા ઉલટી અને કોલેરા જેવો રોગચાળો પણ વધુ વકર્યો છે. નોંધનીય છે કે આગામી 1 થી 4 એપ્રિલ વચ્ચે રાજકોટ શહેરનું તાપમાન અનુક્રમે 42 અને 41 ડિગ્રી રહેવાની સંભાવના છે.


