આજે સવારે સિસ્ટમ બંધાઈ: પશ્ચિમ-ઉતર પશ્ચિમ તરફ આગળ વધશે
ગુજરાત સહિત દેશના મોટાભાગના ક્ષેત્રોમાં મેઘરાજાએ બ્રેક લીધો છે અને ચિંતા વધવા લાગી છે. જ્યારે બંગાળની ખાડીમાં નવું લૉ પ્રેશર ઉદભવતાં ચોમાસું ફરી સક્રિય થવાની આશા સર્જાઇ છે. હવામાન વિભાગ દ્વારા આજે સવારે જારી કરાયેલા બુલેટીન મુજબ ઉતરીય બંગાળની ખાડી તથા સંલગ્ન દક્ષિણ બાંગ્લાદેશના અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ ઉત્તર ઓડિશા તથા પશ્ચિમ બંગાળના કાંઠા પર ઉત્તર પશ્ચિમી બંગાળની ખાડીમાં આજે સવારે લો-પ્રેશર બન્યું છે. તેને સંલગ્ન સાયક્લોનિક સરક્યુલેશન ૭.૬ કીમીની ઉંચાઈએ દક્ષિણ-પશ્ચિમી ઝુકાવ ધરાવે છે.
- Advertisement -
આ સિસ્ટમ સમગ્ર ઉતરીય ઓડિશા તથા પશ્ચિમ બંગાળમાં આવતા બે દિવસમાં પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે. આ સિવાય ઉત્તર ગુજરાત ઉંચાઈએ અપર એર સાયકલોનિક સરક્યુલેશન તથા લાગૂ દક્ષિણ પશ્ચિમી રાજસ્થાન પર ૫.૮ કિમીની ઉંચાઈએ અપર એર સાયક્લોનિક સરક્યુલેશન છવાયેલું છે. સાયક્લોનિક સરક્યુલેશનરૂપે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉતરીય પાકિસ્તાન તથા લાગૂ જમ્મુમાં ૫.૮ કીમીની ઉંચાઈએ છે તેવી જ રીતે પૂર્વ ઉત્તર પ્રદેશમાં ૫.૮ કીમીની ઉંચાઇએ અપર એર સાયક્લોનિક સરક્યુલેશન છવાયેલું છે
રીપોર્ટ પ્રમાણે ચોમાસુ રેખા જમ્મુ, દેહરાદૂન, બરેલી, ગોરખપુર, પટણા, બાંકુરાથી લો-પ્રેશર વિસ્તાર અને ત્યાંથી પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાંથી પસાર થાય છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છ તથા મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં તા.૨૦ જુલાઈ સુધી અમુક સ્થળોએ માત્ર છુટોછવાયો વરસાદ થવાની જ શક્યતા છે. જ્યારે તા. ૧૭થી તા.૨૦ દરમિયાન ફોકણ અને ગોવામાં વ્યાપક વરસાદ થઈ શકે છે. તા.૧૬ સુધી વિજળીના કડાકાભડાકા અને અંડરસ્ટોર્મની પણ શક્યતા છે. મરાઠાવાડામાં એકાદ-બે સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.




