ખાસ-ખબર સંવાદદાતા
મહાશિવરાત્રિના પાવન અવસરને લઈને વિવિધ મંદિરો, સંસ્થાઓ અને સંગઠનો અનોખા અને આગવા આયોજનો કરી રહ્યા છે. ત્યારે બ્રહ્માકુમારીઝના રવિરત્ન પાર્ક સેવાકેન્દ્ર ઉપર મહાશિવરાત્રિ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
દેવોના દેવ મહાદેવના અનેક મહાન કર્તવ્યોની યાદાગાર સ્વરૂપે ભારતના ખૂણે ખૂણે અનેક નામોથી જ્યોર્તિલિંગની સ્થાપના કરવામાં આવી છે. જેને લઈને રવિરત્ન પાર્કમાં 51 કિલો ઘીના મહાકાલેશ્વર મહાદેવની ઝાંખી બનાવવામાં આવી છે.આ કાર્યક્રમનું ઉદ્ઘાટન બ્રહ્મા. ગુજરાત ઝોનના ડાયરેક્ટર ભારતીદીદી, ડીવાયએસપી ઝાલા, બ્ર.કુ. નલીનીબેનના વરદ હસ્તે દિપ પ્રજ્જવલિત કરીને કરવામાં આવ્યું હતું. 51 કિલો ઘીથી બનેલા મહાકાલેશ્વરની પ્રતિમાનાં દર્શન સવારના 7 થી રાતના 8 વાગ્ય સુધી સર્વે ભક્તજનો માટે ત્રણ દિવસ ખુલ્લાં રહેશે.


