By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    36 minutes ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    1 day ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    1 day ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    2 days ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    25 minutes ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    26 minutes ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    27 minutes ago
    દિલ્હીમાં આજે CJPની તિરંગા રેલી
    29 minutes ago
    દિલ્હીમાં આ વખતે રાવણ સાથે ‘વંદા’નું પણ દહન થશે
    32 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મમતાના ગઢમાં ‘કમળ’ ખીલ્યું, તમિલનાડુમાં ‘વિજયભવ’, કેરલમમાં કોંગ્રેસને સત્તા, આસામમાં ભાજપનો દબદબો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > મમતાના ગઢમાં ‘કમળ’ ખીલ્યું, તમિલનાડુમાં ‘વિજયભવ’, કેરલમમાં કોંગ્રેસને સત્તા, આસામમાં ભાજપનો દબદબો
રાષ્ટ્રીય

મમતાના ગઢમાં ‘કમળ’ ખીલ્યું, તમિલનાડુમાં ‘વિજયભવ’, કેરલમમાં કોંગ્રેસને સત્તા, આસામમાં ભાજપનો દબદબો

Khaskhabar Editor
Last updated: 2026/05/04 at 1:37 PM
Khaskhabar Editor 6 months ago
Share
15 Min Read
SHARE

પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરલમ અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો આજે 4 તારીખ સોમવારે જાહેર થવાનું શરૂ થઈ ગયું છે.. સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે. એવામાં સૌની નજર પશ્ચિમ બંગાળ પર છે, મમતા બેનરજીના ગઢ સમાન પશ્ચિમ બંગાળમાં ભાજપ શું પરિણામો લાવશે તે તમામ ઇવીએમ ખુલ્યા બાદ જ સામે આવશે.  

- Advertisement -

મતગણતરી વચ્ચે કોલકાતામાં હોબાળો, ભાજપ-ટીએમસીના કાર્યકરો વચ્ચે માથાકૂટ 

પ.બંગાળમાં ભાજપ જીત તરફ આગળ વધી રહ્યો છે ત્યારે કોલકાતાથી હિંસાના અહેવાલો આવવાનું શરૂ થઇ ગયું છે. આસનસોલ, બાંકુરા, કૂચબિહાર અને કોલકાતામાં પણ ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે માથાકૂટ, બબાલ અને પથ્થરમારા જેવી ઘટનાઓના અહેવાલ સામે આવી રહ્યા છે. જ્યારે ભવાનીપુરમાં તો મતગણતરી કેન્દ્રની બહાર જ ભાજપના કાર્યકરોએ ભવ્ય ઉજવણી કરી હતી.

ઉમરેઠમાં ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર જીત્યા 

LIVE :  મમતાના ગઢમાં 'કમળ' ખીલ્યું, તમિલનાડુમાં 'વિજયભવ', કેરલમમાં કોંગ્રેસને સત્તા, આસામમાં ભાજપનો દબદબો 2 - image

- Advertisement -

મમતા બેનરજીનું પ્રથમ નિવેદન, કહ્યું – અમે જીતીશું 

પ.બંગાળમાં વલણોમાં ભાજપનો મજબૂત પ્રદર્શન છતાં મમતા બેનરજીએ કહ્યું કે અમે જીતીશું. કાર્યકરો આશા ન છોડે અને તેઓ મતગણતરી કેન્દ્રો પર અડગ રહે. આ સાથે મમતા બેનરજીએ SIR દ્વારા વૉટ લૂંટવામાં આવી રહ્યાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ મનામાની કરી રહ્યું છે.  તેમણે કાર્યકરોને કહ્યું કે છેલ્લા રાઉન્ડ સુધી આપણી જ જીત થશે. તેમાં કોઈ શંકા નથી. ચૂંટણી પંચ 70 બેઠકની માહિતી નથી આપી રહ્યું.

બંગાળમાં ભાજપની લહેર, ટીએમસીનો સફાયો નક્કી! 

પ.બંગાળમાં મમતા બેનરજીની પાર્ટી ટીએમસીનો સફાયો નક્કી દેખાઈ રહ્યો છે. ભાજપને વલણોમાં 180 બેઠકો પર લીડ મળતી દેખાઇ રહી છે. જ્યારે ટીએમસી ફક્ત 105 બેઠકમાં સમેટાઈ જતા દેખાઈ રહી છે.

આસામમાં પણ ભાજપે 99થી વધુ બેઠક પર લીડ મેળવી  

આસામમાં પણ ભાજપ સત્તામાં હેટ્રિક પૂર્ણ કરવાના માર્ગે આગળ વધી રહી છે. હાલમાં ભાજપ અહીં 99 બેઠક પર લીડમાં છે જે બહુમતીના આંકડાથી વધારે છે. જ્યારે કોંગ્રેસ ગઠબંધન 25 બેઠકોમાં સમેટાતું દેખાય છે.

11 વાગ્યાની લેટેસ્ટ અપડેટ : બંગાળ સિવાય લગભગ તમામ બેઠકોના વલણો જાહેર 

પ.બંગાળ 280/293

ભાજપ 152 બેઠક પર આગળ તો મમતાની ટીએમસી 128 બેઠક પર લીડ ધરાવે છે.

આસામ 126/126

ભાજપ 98 બેઠક પર આગળ, બહુમતીને પાર થયો. જ્યારે કોંગ્રેસ ગઠબંધન 26 બેઠક પર લીડમાં.

તમિલનાડુ 234/234

તમિલનાડુમાં વિજયની પાર્ટી ટીવીકેએ સૌને ચોંકાવ્યા. હાલમાં ટીવીકે 106 બેઠક, ડીએમકે 47, એઆઈએડીએમકે 79 તથા અન્ય એક બેઠક પર આગળ છે.

પુડ્ડુચેરી 30/30

પુડ્ડચેરીમાં 30 બેઠકમાંથી 23 બેઠકના વલણ સામે આવ્યા છે. ભાજપ ગઠબંધન 13, કોંગ્રેસ 6 અને અન્ય 4 બેઠક પર આગળ છે.

કેરલમ 140/140

કેરલમમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ગઠબંધન યુડીએફને 98 બેઠકો મળી છે. સત્તાધારી એલડીએફ 39 બેઠક તો ભાજપનું ગઠબંધન 01 બેઠક પર અને અન્યો 2 બેઠક પર આગળ છે.

10:30 વાગ્યાની અપડેટ : મતણગતરીના બે કલાકના વલણોનું સ્પષ્ટ ચિત્ર 

પ.બંગાળ 272/293

ભાજપ 152 બેઠક પર આગળ તો મમતાની ટીએમસી 115 બેઠક પર લીડ ધરાવે છે.

આસામ 125/126

ભાજપ 95 બેઠક પર આગળ, બહુમતીને પાર થયો. જ્યારે કોંગ્રેસ ગઠબંધન 27 બેઠક પર લીડમાં.

તમિલનાડુ 231/234

તમિલનાડુમાં વિજયની પાર્ટી ટીવીકેએ સૌને ચોંકાવ્યા. હાલમાં ટીવીકે 103 બેઠક, ડીએમકે 50, એઆઈએડીએમકે 77 તથા અન્ય એક બેઠક પર આગળ છે.

પુડુચેરી 23/30

પુડ્ડચેરીમાં 30 બેઠકમાંથી 23 બેઠકના વલણ સામે આવ્યા છે. ભાજપ ગઠબંધન 13, કોંગ્રેસ 6 અને અન્ય 4 બેઠક પર આગળ છે.

કેરલમ 140/140

તમિલનાડુમાં વિજયે કરી કમાલ 

જ્યારે તમિલનાડુમાં 234 માંથી 214 બેઠકના વલણ સામે આવ્યા છે. જેમાં સત્તાધારી ડીએમકે ગઠબંધન પછડાટ ખાઈ ગયું છે. એઆઈએડીએમકે પાર્ટી 68 તો ટીવીકે 98 બેઠક પર લીડ મેળવી રહ્યું છે. વિજયની પાર્ટી ટીએમકે પહેલીવાર ચૂંટણી લડી રહી હતી. જે હવે એકલા હાથે પણ સત્તામાં આવવા સક્ષમ બનતી દેખાય છે. જ્યારે ડીએમકેના હાથમાં ફક્ત 47 બેઠક પર જ લીડ બચી છે.

આસામના વલણો: ભાજપ બહુમતીના આંકડાને પાર

આસામમાં 126 બેઠકોમાંથી 111 બેઠકોના વલણો જાહેર થઇ ગયા છે. તેમાં વલણોમાં ભારતીય જનતા પાર્ટીએ મોટી સફળતા મેળવી છે, જ્યાં તે બહુમતી માટે જરૂરી આંકડાથી આગળ નીકળીને 85 બેઠકો પર સરસાઈ ધરાવે છે. બીજી તરફ, કોંગ્રેસની આગેવાની હેઠળનું ગઠબંધન હાલમાં માત્ર 25 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. અત્યાર સુધીના આંકડા મુજબ અન્ય કોઈ પક્ષ કે ઉમેદવારનું ખાતું પણ ખુલતું જણાતું નથી.

તમિલનાડુમાં મોટો ઉલટફેર 

વલણોમાં વિજયની પાર્ટી ટીવીકેએ દમદાર પરફોર્મ કરતાં 76 બેઠક પર લીડ મેળવી લીધી છે. 234 બેઠકોમાંથી 176 બેઠકોના વલણો અત્યાર સુધી જાહેર થયા છે. જેમાંથી ડીએમકે પાસે હાલ 66 બેઠક પર જ લીડ છે. જ્યારે એઆઈએડીએમકે 35 બેઠક પર અને અન્યના ખાતામાં 0 બેઠક પર લીડ દેખાઈ રહી છે.

3 રાઉન્ડની ગણતરી બાદ ગુજરાતના ઉમરેઠની પેટાચૂંટણીમાં ભાજપ આગળ 

ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામ પણ આજે જ આવી રહ્યા છે. 3 રાઉન્ડના અંતે ભાજપ આગળ દેખાઈ રહ્યો છે. ભાજપને હાલમાં 6000 વોટની લીડ મળી રહી છે.

પીએમ મોદીએ જ્યાં ઝાલમુરી ખાધી તે તમામ બેઠક પર ભાજપને લીડ 

પ.બંગાળમાં પીએમ મોદીએ ઝારગ્રામની મુલાકાત વખતે એક દુકાને ઝાલમુરી ખરીદીને ખાધી હતી. તેની અસર એવી દેખાઈ કે ઝારગ્રામની તમામ બેઠક પર ભાજપ હાલમાં વલણોમાં લીડ મેળવતો દેખાય છે.

ભવાનીપુરમાં મમતા બેનરજી પાછળ, નંદીગ્રામ અને ભવાનીપુર બંને બેઠકો પર સુવેન્દુ અધિકારીનો દબદબો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોના પ્રારંભિક વલણો આવવાના શરૂ થઈ ગયા છે અને તેમાં તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજી માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. પોતાની પરંપરાગત બેઠક ગણાતી ભવાનીપુર પર મમતા બેનર્જી હાલમાં પાછળ ચાલી રહ્યા છે. બંગાળના રાજકારણમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો ઉલટફેર માનવામાં આવી રહ્યો છે.

ભાજપ પ.બંગાળમાં 100 બેઠક પર લીડમાં, 2021ના રિઝલ્ટ કરતાં પણ સારા પરિણામ 

પ.બંગાળમાં મમતા બેનરજીની ટીએમસી અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ભાજપ 105 બેઠક તો મમતા બેનરજીની ટીએમસી 102 બેઠક પર લીડ મેળવી રહી છે. અત્યાર સુધીમાં 293માંથી 213 બેઠકોના જ વલણો સામે આવ્યા છે તેમાં ભાજપનું પ્રદર્શન ચોંકાવનારું રહ્યું છે જે 2021ના રિઝલ્ટ કરતાં પણ વધુ સારું છે.

તમિલનાડુમાં ડીએમકેનો દબદબો 

શરૂઆતના વલણોમાં તમિલનાડુમાં સત્તાધારી ડીએમકેનો દબદબો દેખાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ડીએમકેના ખાતામાં 13 તો એઅઆઈએડીએમકેના ખાતામાં 2 અને વિજયની પાર્ટી ટીવીકેના ખાતામાં માત્ર 3 બેઠક આવતી દેખાઈ રહી છે.

પુડુચેરીમાં ભાજપ આગળ 

પુડુચેરીની 30 બેઠકોના વલણો જાહેર થવાનું શરૂ થઇ ગયું છે ત્યારે હાલમાં ભાજપના ખાતામાં બે બેઠક આવી છે જ્યારે અન્ય બેઠકના વલણો જાહેર થવાના બાકી છે.

બંગાળમાં ભાજપ-ટીએમસી વચ્ચે મજબૂત ટક્કર 

વલણોમાં ભાજપના ખાતામાં 72 તો મમતાની ટીએમસીના ખાતામાં 69 બેઠકો આવતી દેખાઇ રહી છે.

કેરલમમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું ગઠબંધન આગળ 

કેરલમના શરૂઆતના વલણોમાં કોંગ્રેસને મોટો ફાયદો થતો દેખાઈ રહ્યો છે.  140 માંથી 132 બેઠકોના વલણોમાં કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વ હેઠળનું ગઠબંધન યુડીએફ 68 બેઠક પર જ્યારે એલડીએફ પણ મજબૂત ટક્કર આપતાં 59 બેઠક પર આગળ છે. જ્યારે ભાજપનું ગઠબંધન અહીં પછડાટ ખાતું દેખાતા 5 જ બેઠક પર લીડ ધરાવે છે.

આસામમાં ભાજપની એકતરફી લીડ 

આસામમાં ભાજપ ખૂબ જ મજબૂત સ્થિતિમાં દેખાય છે. અહીં તેની આસપાસ પણ કોઈ પાર્ટીલીડ લેતું જણાતું નથી. આસામની 126 બેઠકમાંથી ભાજપ હાલ 54 બેઠક પર જ્યારે કોંગ્રેસ ફક્ત 9 બેઠક પર લીડ ધરાવેછે. જ્યારે અન્ય બેઠકોના વલણો હજુ આવવાના બાકી દેખાય છે.

પ.બંગાળના વલણો આવવાનુ શરૂ 

મતગણતરીની શરૂઆત થતાં જ પ.બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે રસાકસી જોવા મળી રહી છે. હાલમાં ટીએમસી 45 તો ભાજપ 52 બેઠકો પર વલણોમાં આગળ દેખાય છે. ભાજપના મોટા નેતા શુભેન્દુ અધિકારી પાછળ હોવાનું કહેવાય છે. જ્યારે મમતા બેનરજી આગળ હોવાનું કહેવાય છે.

તમિલનાડુમાં વિજયની પાર્ટી આગળ, કેરલમમાં UDF ને સરસાઈ

તમિલનાડુ અને કેરલમના પ્રથમ વલણો સામે આવ્યા છે. તમિલનાડુની પ્રથમ બેઠક પરના વલણ મુજબ, સુપરસ્ટાર થલપતિ વિજયની પાર્ટી (TVK) 1 બેઠક પર આગળ ચાલી રહી છે. બીજી તરફ, કેરલમમાં પણ એક બેઠકના વલણમાં UDF આગળ હોવાનું જણાઈ રહ્યું છે.

પાંચ રાજ્યોની મતગણતરી શરૂ

આજે આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરલમ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ વખતે પોસ્ટલ બેલેટની ગણતરી પાછળથી કરવામાં આવશે, જ્યારે હાલમાં EVM મતોની ગણતરી ચાલી રહી છે. આગામી થોડા સમયમાં જ તમામ બેઠકોના સત્તાવાર વલણો સ્પષ્ટ થવા લાગશે.

કયા કયા રાજ્યોની ચૂંટણીના પરિણામ આવશે? 

સોમવારે સવારથી એક સાથે તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરલમ, આસામ અને પુડુચેરીની ચૂંટણીની મતગણતરી શરૂ કરી દેવામાં આવશે. સત્તાધારી પક્ષો તૃણમુલ કોંગ્રેસ ટીએમસી, ડીએમકે અને ભાજપ, કોંગ્રેસ તેમજ ડાબેરીઓ દ્વારા હાઇપ્રોફાઇલ પ્રચાર કરવામાં આવ્યો હતો. મતગણતરી કેન્દ્રો પર ત્રણ સ્તરની સુરક્ષા કરવામાં આવી છે.

પહેલીવાર ક્યુઆર કોડ ફોટો આધારિત ઓળખકાર્ડ સિસ્ટમનો ઉપયોગ

પ્રથમ વખત ચૂંટણી પંચે મતગણતરી કેન્દ્રોમાં પ્રવેશ કરવા માટે ક્યુઆર કોડ ફોટો આધારીત ઓળખકાર્ડ સિસ્ટમનો અમલ કર્યો છે. તેથી મંજૂરી અપાઇ છે તે સિવાયના કોઇ પણ વ્યક્તિને કે નેતાને પ્રવેશ આપવામાં નહીં આવે.

પશ્ચિમ બંગાળમાં રસ્સાકસી 

ડાબેરીઓ બાદ મમતા બેનરજીના પક્ષ તૃણમુલ કોંગ્રેસનું લાંબા સમયથી પશ્ચિમ બંગાળમાં શાસન રહ્યું છે, અહીંયા બે તબક્કામાં 90 ટકાથી વધુ મતદાન થયું હતું, હવે આજેઆશરે 293 વિધાનસભા બેઠકોનની મતગણતરી કરવામાં આવશે, જે માટે 77 મતગણતરી કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ તમામ કેન્દ્રો પર ત્રણ સ્તરની સુરક્ષા રાખવામાં આવી છે. મમતા બેનરજી ચોથી વખત સત્તા જાળવી રાખવા પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપ અહીંયા સત્તા મળવાની આશા જોઇ રહ્યું છે. ડાબેરીઓ, કોંગ્રેસ મૂળીયા મજબુત કરવા પ્રયાસ કરી રહ્યા છે. અસદુદ્દીન ઓવૈસીનો પક્ષ પણ નસીબ અજમાવી રહ્યો છે. ચૂંટણી પંચે 165 વધારાના મતગણતરી નિરીક્ષકો, 77 પોલીસ નિરીક્ષકોની નિમણુક કરી છે.

LIVE :  મમતાના ગઢમાં 'કમળ' ખીલ્યું, તમિલનાડુમાં 'વિજયભવ', કેરલમમાં કોંગ્રેસને સત્તા, આસામમાં ભાજપનો દબદબો 3 - image

આસામમાં ભાજપને ફરી હેટ્રિકની આશા 

ભાજપની આગેવાનીમાં એનડીએ પૂર્વોત્તરના રાજ્ય આસામમાં બે ટર્મથી સત્તા પર છે અને ત્રીજી વખત ચૂંટણી જીતવાની આશા છે. 126 બેઠકો ધરાવતા આ રાજ્યમાં 35 જિલ્લાના 40 જેટલા કેન્દ્રો પર મતગણતરી કરવામાં આવશે. આસામમાં 9 એપ્રિલના રોજ મતદાન થયું હતું, જેની ટકાવારી ૮૫થી વધુ રહી હતી. મતગણતરીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કેન્દ્રીય દળોની 25 કંપનીઓ એટલે કે આશરે 2500 જેટલા જવાનોની તૈનાતી કરાઇ છે. આસામમાં કુલ 722 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં સત્તાધારી પક્ષ ભાજપના ગઠબંધન એનડીએના 99 , કોંગ્રેસના 99 અને સ્થાનિક પક્ષો એઆઇયુડીએફના 30, બોડો પીપલ્સ ફ્રન્ટના 11 વગેરેનો સમાવેશ થાય છે. હાઇપ્રોફાઇલ ઉમેદવારમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા, કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઇ, રાઇજોર દળના ચીફ અને સાંસદ અખિલ ગોગોઇનો સમાવેશ થાય છે.

કેરલમમાં સત્તા પરિવર્તનના સંકેત 

ડાબેરીઓનો ગઢ ગણાતા કેરલમમાં આ વખતે સત્તા પરિવર્તનની શક્યતાઓ છે, કોંગ્રેસની આગેવાનીમાં યુડીએફ કેરલમમાં સત્તા મેળવી શકે છે અને લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ એલડીએફના શાસનનો અંત આવી શકે છે કે જે બે ટર્મથી સત્તા પર છે. કેરલમમાં 140 બેઠકો પર કુલ 883 ઉમેદવારો મેદાનમાં છે, 43 સ્થળોએ 140 કાઉન્ટિંગ કેન્દ્રો સ્થાપિત કરાયા છે જ્યાં સોમવારે મતગણતરી કરાશે. અધિકારીઓના જણાવ્યા મુજબ મતગણતરી માટે 15646 કર્મચારીઓ તૈનાત કરાયા છે. કેન્દ્રીય દળોની 25 કંપનીઓ તૈનાત કરાઇ છે.

તમિલનાડુમાં વિજય બની શકે છે પડકાર 

સત્તાધારી ડીએમકે ફરી વખત સત્તા પ્રાપ્ત કરવા પ્રયાસો કરી રહ્યું છે. જેની ટક્કર અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયના પક્ષ ટીવીકે સામે જોવા મળી રહી છે. આશરે 62 કેન્દ્રો પર સોમવારે મતગણતરી શરૂ કરાશે, આ કેન્દ્રોની ત્રણ સ્તરની સુરક્ષા કરાઇ છે. આશરે 1.25 લાખ કર્મચારીઓ તૈનાત કરાયા છે. મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનને અભિનેતા વિજય કેટલું હંફાવશે તે સોમવારે ઇવીએમ ખુલ્યા બાદ સામે આવશે.

પુડુચેરીમાં ગઠબંધન વચ્ચે ટક્કર 

કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં મતગણતરી માટે છ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. અહીંયા એઆઇએનઆરસી, ભાજપ, એઆઇએડીએમકે, એલજેકેનું ગઠબંધન જ્યારે કોંગ્રેસ, ડીએમકે અને વીસીકેનું ઇન્ડિયા ગઠબંધન બન્ને વચ્ચે ટક્કર જોવા મળશે. આ સાથે જ આઠ રાજ્યોમાં પેટા ચૂંટણી યોજાઇ હતી જેના પરિણામો પણ આજે જાહેર થવાના છે. આ રાજ્યોમાં ગોવા, કર્ણાટક, નાગાલેન્ડ, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં કુલ આઠ વિધાનસભા બેઠકો પર મતદાન યોજાયું હતું.

ગુજરાતમાં મોદીની જેમ બંગાળમાં મમતા જનતાના હૃદયમાં બિરાજમાન

પાંચ રાજ્યોની ચૂંટણીનું આજે પરિણામ આવવાનું છે. આ વખતની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને હરાવીને ભાજપ સત્તા પર આવશે તેમ અનેક એક્ઝિટ પોલના આંકડા જણાવી રહ્યા છે. જોકે, રાજકીય નિષ્ણાતોનું સ્પષ્ટ માનવું છે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ 2011 માં સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારથી તેઓ ગુજરાતીઓના હૃદયમાં બીરાજમાન છે. ગુજરાતીઓ વડાપ્રધાન મોદીનો પડયો બોલ ઝીલવા તૈયાર રહે છે. આ જ કારણથી તેમના એક સંકેતથી ગુજરાતમાં આખું મંત્રીમંડળ રાજીનામું આપી દે છે અને રાતોરાત નવી સરકારની રચના થઈ શકે છે અને જનતા પણ હોંશેહોંશે નવી સરકારને સ્વીકારી પણ લે છે. આવી જ સ્થિતિ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની છે. મમતા બેનરજીએ ડાબેરી સરકાર દ્વારા ઉદ્યોગપતિઓ માટે નંદીગ્રામ અને સિંઘૂરમાં ખેડૂતોની જમીનના સંપાદનના વિરોધમાં ‘મા, માટી અને માનુષ’નો નારો આપ્યો અને બંગાળીઓના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. આ જ કારણથી 2011માં તૃણમૂલ કોંગ્રેસ સત્તા પર આવ્યા પછી તેને કોઈ હટાવી શક્યું નથી. આ વખતની ચૂંટણી જીતવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું, સમગ્ર કેન્દ્રીય મંત્રીમંડળથી લઈને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આમ છતાં જનતાના હૃદયમાં બિરાજમાન મમતા દીદીને હટાવવા ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન છે. કેટલાક રાજકીય પંડિતોએ તો એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે એક્ઝિટ પોલ મુજબ ભાજપ કદાચ પશ્ચિમ બંગાળમાં જીતી જાય તો પણ બંગાળીઓ ભાજપના શાસનને કેટલી મદદ કરશે તે તો આવનારો સમય જ બતાવશે.

You Might Also Like

સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે

મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ

મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા

દિલ્હીમાં આજે CJPની તિરંગા રેલી

દિલ્હીમાં આ વખતે રાવણ સાથે ‘વંદા’નું પણ દહન થશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જાદુનગરી સે આયા હૈ કોઈ જાદુગર
Next Article ધો.12 પરિણામ: નાપાસ કે અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે જૂન મહિનામાં પૂરક પરીક્ષા, ‘બેસ્ટ ઓફ ટુ’ મુજબ ગણાશે રિઝલ્ટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
ડૉ. નિદત્ત બારોટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના અધ્યક્ષ નિયુક્ત
સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ
૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ
ખેડૂતો વ્યાજખોરોની જાળમાં ફસાવાને બદલે સરકારની યોજનાઓનો લાભ લો : હર્ષ સંઘવી
જાફરાબાદઃ હેવાન શિક્ષકે 4 સગીરાને પીંખી, ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે

Khaskhabar Editor Khaskhabar Editor 25 minutes ago
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
રાષ્ટ્રીય

મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?