રોકડ રકમ,એટીમ સહિતનું પર્સ ઝાંઝરડાથી ચોબારી રોડ પર પડી ગયુ હતું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના યુવકનું કિંમતી કાગળો સાથેનું ખોવાયેલું પાકીટ મનપાની ટીમે સુપ્રત કર્યું હતું. જૂનાગઢમાં રહેતા કીર્તન ત્રિવેદી નામના યુવકનું ઝાંઝરડા રોડથી ચોબારી રોડ પર કિંમતી કાગળો અને રોકડ અને બેન્ક એટીએમ સાથેનું પર્સ ખોવાઈ ગયેલું હતું. જે પર્સ જૂનાગઢ મહાનગર પાલિકાના દબાણ અધિકારી હરેશભાઈ સોંદરવાને મળતા તાત્કાલિક દબાણ શાખાના સ્ટાફ નાથાભાઈ મોરી, દીપકભાઈ કરમટા, મેહુલ ભાઈ જોશી, હારૂનભાઇ હાલા તથા ડ્રાઇવર અજીમ શેખ સહિતનાઓ દ્વારા પર્સમાંથી જરૂરી કાગળો તપાસી કીર્તન ત્રિવેદીને જાણ કરી દબાણ અધિકારી હરેશભાઈ સોંદરવાએ કિંમતી કાગળો સાથેનું પર્સ સુપ્રત કરી પ્રમાણિકતા બતાવી હતી.