રૂા. 13,54,156 ફરિયાદીને એક માસમાં ચૂકવવા આદેશ, ફરિયાદી વતી એડવોકેટ સુરેશ ફળદુ રોકાયેલા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં મોરબી રોડ ઉપર ન્યુ સેટેલાઈટ ચોકમાં સ્વસ્તિક પ્લાયવુડ એન્ડ ઈન્ટીરિયર તરીકે ધંધો કરતાં ફરિયાદી પાસેથી ફર્નીચરનું કામ રાખનાર આરોપી નરેશભાઈ રાબડીયાએ ખરીદ કરેલ માલ અન્વયે ફરિયાદીજોગ ઈસ્યુ કરી આપેલ રકમ રૂા. 10,00,000 તથા રકમ રૂા. 3,54,156ના બંને ચેકો રિટર્ન થતાં કેસો ચાલી જતાં સાબિત થતાં રાજકોટના મહે. એડી. ચીફ જ્યુડી. મેજિ.એ બંને ચેક રિટર્ન ચેકમાં દોઢ-દોઢ વર્ષની સજા તથા રૂા. 13,54,156 ફરિયાદીને એક માસમાં ચૂકવવામાં કસુર કરવામાં આવે તો બંને કેસમાં છ-છ માસની વધુ સજા કરતો હુકમ ફરમાવેલ છે.
કેસની હકીકત જોઈએ તો રાજકોટમાં મોરબી રોડ ઉપર આવેલ ન્યુ સેટેલાઈટ ચોકમાં આશીર્વાદ એપાર્ટમેન્ટમાં સ્વસ્તિક પ્લાયવુડ એન્ડ ઈન્ટીરિયર હબ તરીકે ધંધો કરતાં ફરિયાદી હર્ષિત રાજેશભાઈ લીંબાસીયાએ મોરબી રોડ પરના હડાળા ગામના રહીશ અને રાજકોટમાં ફર્નીચર કામ રાખી ધંધો કરતાં આરોપી નરેશ મધુભાઈ રાબડીયા વિરુદ્ધ રાજકોટની કોર્ટમાં જુદી જુદી બે ચેક રિટર્ન અન્વયેની ફરિયાદો દાખલ કરેલ, જેમાં ફરિયાદી પેઢી પાસેથી આરોપી કેટલાક સમયથી ફર્નીચરના મિસ્ત્રી કામને લગત માલસામાન કઢાવી તેનું પેમેન્ટ કરી વિશ્ર્વાસ સંપાદિત કરી બાદ રકમ રૂા. 13,54,156નો માલ કઢાવી તે માલનું પેમેન્ટ કરવા રકમ રૂા. 10,00,000 તથા રકમ રૂા. 3,54,156 એ રીતના ફરિયાદી જોગ બે ચેકો ઈસ્યુ કરી આપી સહી કરી આપી ચેકો બેંકમાં રજૂ કર્યે પાસ થઈ જશે, રિટર્ન થશે નહીં તેવા આપેલ વચન, વિશ્ર્વાસના ભરોસે ફરિયાદીએ તેની બેંકમાં ચેકો રજૂ કરતાં ચેકો રિટર્ન થતાં નોટીસ આપવા છતાં માલનું પેમેન્ટ ન કરતાં આરોપી વિરુદ્ધ બે ફરિયાદો દાખલ કરવામાં આવેલ હતી.
ઉપરોક્ત કામના ફરિયાદી સ્વસ્તિક પ્લાયવુડના ભાગીદાર હર્ષિત લીંબાસીયા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ, આર્યન કોરાટ, જયમલ મકવાણા રોકાયેલા હતા.