ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં રહેતા અનેક આસામીઓએ લાંબા સમયથી ઘરવેરો ભર્યો નથી. ત્યારે આવા આસામીઓની મિલકતોને સીલ મારવાની કમિશનર ડો.ઓમ પ્રકાશે સુચના આપી હતી. જેને પગલે ડીએમસી ડી.જે.જાડેજાના માર્ગદર્શનમાં આસિસ્ટન્ટ કમિશ્ર્નર ટેક્ષ કલ્પેશ ટોલીયા, હાઉસ ટેક્ષ સુપ્રિટેન્ડેન્ટ વિરલ જોષી દ્વારા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. શહેરના અનંન બ્રહ્મપુરી વાળી ગલીમાં આવેલ ખાખી પાઉંભાજી તેમજ નવા નાગરવાડા, સાગર એપાર્ટમેન્ટ, ડેસ્ટીની એપાર્ટમેન્ટ, રાજ પેલેસએ પાર્ટમેન્ટમાં આવેલ 9 મિલકતો મળી કુલ 10 મિલકત ધારકોનો કુલ 5,75,414નો વેરો બાકી હતો. લાંબા સમયપછી પણ વેરો ભરવામાં ન આવતા મનપાની ઘરવેરા શાખાની ટીમે જઇને તમામ મિલકતોને સીલ મારી દીધુ છે.
JMCએ બાકી વેરો ન ભરનાર આસામીઓની 10 મિલકતો સીલ કરાઇ



